IPL 2024: 17 દિવસનું શિડ્યુલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે ધોની-વિરાટની ટીમ

IPL 2024: આઇપીએલ 2024 ના શરૂઆતી શિડ્યૂલની જાહેરાત થઇ ગ છે. ટૂર્નામેંટની ઓપનિંગ મેચમાં ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નઇ સુપર કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ સાથે તશ્હે. 22 માર્ચથી આ ટૂર્નામેંટની શરૂઆત થશે. 

IPL 2024: 17 દિવસનું શિડ્યુલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે ધોની-વિરાટની ટીમ

IPL 2024 Schedule: આઇપીએલ 2024 ની શરૂઆત આગામી મહિને એટલે કે 22 માર્ચથી થવા જઇ રહી છે. તેની શરૂઆતી શિડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી 167 મેચોની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ બાકી બચેલી સીઝનના મુકાબલાનું શિડ્યૂલ જાહેર થશે. આગામી સિઝનની પ્રથમ મેચ ડિફેંડિંગ ચેમ્પિયન ચેન્નઇ સુપર સુપર કિંગસ અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોર વચ્ચે 22 માર્ચના રોજ થશે. આ મુકાબલો ધોનીના ઘર આંગણે એટલે કે ચેન્નઇના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે. 

17 દિવસનું શિડ્યુલ જાહેર 
IPL 2024 માટે 22 માર્ચથી 7 એપ્રિલ સુધીના પ્રથમ 17 દિવસની મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીના કારણે આ જ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. સિઝનની બાકીની મેચોની માહિતી આગળ આપવામાં આવશે. શરૂઆતી મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે છે. તે જ સમયે, 2023 સિઝનના ફાઇનલિસ્ટ ગુજરાત ટાઇટન્સ, તેમના ભૂતપૂર્વ કેપ્ટન હાર્દિક પંડ્યા સામે એટલે કે મુંબઈ ઇન્ડિયન્સ સાથે મેચ રમીને તેમના અભિયાનની શરૂઆત કરશે. આ મેચ 24મી માર્ચે અમદાવાદમાં રમાશે.

𝙎𝘾𝙃𝙀𝘿𝙐𝙇𝙀 for the first 2⃣1⃣ matches of #TATAIPL 2024 is out!

Which fixture are you looking forward to the most 🤔 pic.twitter.com/HFIyVUZFbo

— IndianPremierLeague (@IPL) February 22, 2024

આટલા વાગે શરૂ થશે મેચ
આ ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે. બાકી સાંજે 7:30 PM વાગ્યાથી મેચ રમાશે. તો બીજી તરફ બપોરે યોજાનારી મેચ 3:30 PM વાગ્યાથી શરૂ થશે. 21 મેચોના જાહેરત થયેલા શિડ્યૂલમાં 4 દિવસ ડબલ હેડર મુકાબલા જોવા મળશે. તો બીજી તરફ બાકીના દિવસે એક-એક મેચ રમાશે. 23 માર્ચ, 31 માર્ચ અને 7 એપ્રિલના રોજ ડબલ હેડર મુકાબલા રમાશે.

પહેલા વીકમાં બે ડબલ હેડર હશે. જેની શરૂઆત શનિવાર (23 માર્ચ) બપોરે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની મેચથી થશે. ત્યારબાદ સાંજે કલકત્તા નાઇટ રાઇડર્સ vs સનરાઇઝર્સ હૈદ્બાબાદની ટક્કર થશે. રવિવારે (24 માર્ચ) બપોરે રાજસ્થાન રોયલ્સનો સામનો લખનઉ સુપર જાયન્ટ્સ સાથે થશે. તો બીજી તરફ સાંજની મેચ ગુજરાત ટાઇટન્સ અને પાંચ વખતની વિજેતા મુંબઇ ઇન્ડીયન્સ વચ્ચે થશે. 

આ છે 21 મેચોનું શિડ્યૂલ
fallback

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news