IPL Auction: આઇપીએલ 2020 ખેલાડીઓની હરાજી, ક્રિકેટરો પર આજે થશે પૈસાનો વરસાદ
IPL Auction 2020: આઇપીએલ 2020 માટે આજે ખેલાડીઓની હરાજી થશે. ક્રિકેટરો પર આજે પૈસાનો વરસાદ થશે. આઇપીએલ હરાજીમાં એક પછી એક 332 ખેલાડીઓના નામ બોલાશે, જેમાંથી 73 ખેલાડીઓ પર બોલી લાગશે.
Trending Photos
કોલકત્તા : ઇન્ડિય પ્રીમિયર લીગ (Indian Premier League) આઇપીએલ (IPL) આગામી સિઝન માટે ગુરૂવારને આજે હરાજી (IPL AUCTION) થશે. જેમાં 8 ફ્રેન્ચાઇઝી કુલ 332 ખેલાડીઓ પર દાવ લગાવશે. જેમાંથી 186 ખેલાડીઓ ભારતીય અને 143 ખેલાડીઓ વિદેશી છે. ત્રણ ખેલાડી એસોશિએટ સભ્યો છે. આ 332 ખેલાડી રજીસ્ટ્રેશન કરાયેલા 997 ખેલાડીઓમાં પસંદ કરવામાં આવ્યા છે. જો ફ્રેન્ચાઇઝી પાસે હાલમાં રકમની વાત કરીએ તો કિંગ્સ ઇલેવન પંજાબ, કોલકત્તા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ મોટી રકમ લઇને હરાજીમાં આવશે.
IPL 2020 માટે અહીં એ પણ જાણવું જરૂરી છે કે 332 ખેલાડીમાંથી માત્ર 73 ખેલાડીઓ પર જ બોલી લગાવવામાં આવશે. કારણ કે તમામ આઠ ટીમોમાં આટલી જ જગ્યા ખાલી છે. કિંગ્સ ઇલેવન પંજાબ પાસે 42.70 કરોડ રૂપિયા છે. જે લઇને તે હરાજીમાં આવશે. આ રકમથી તે પોતાની ટીમમાં રહેલી ખાલી જગ્યા ભરવા પ્રયાસ કરશે. તો બે વાર ચેમ્પિયન બનેલ કોલકત્તા નાઇટ રાઇડર્સ પાસે 35.65 કરોડ છે.
દિલ્હી પાસે 27.85 કરોડ
દિલ્હી કેપિટલ્સ પાસે 11 ખેલાડીની જગ્યા છે. જેને ખરીદવા માટે એની પાસે 27.65 કરોડ છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ પાસે 12 ખેલાડીઓની ખાલી જગ્યા છે જે ભરવા પ્રયાસ કરાશે. આ ટીમ પાસે 27.90 કરોડ છે.
મુંબઇ પાસે 13.05 કરોડ
ગત ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ સાત ખેલાડીઓ માટે હરાજીમાં આવશે. મુંબઇ ઇન્ડિયન્સ પાસે 13.05 કરોડ રૂપિયા જ છે. તો ચેન્નઇ સુપરકિંગ્સ પાસે પાંચ ખેલાડીઓ માટે માત્ર 14.60 ખેલાડીઓ જ છે.
રાજસ્થાન પાસે 28.90 કરોડ
રાજસ્થાને આ વર્ષે ઘણા મોટા ખેલાડીઓને છુટા કર્યા છે. આ ટીમ 11 ખેલાડીઓ માટે હરાજીમાં ભાગ લેશે. રાજસ્થાન પાસે 28.90 કરોડ રૂપિયા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે 17 કરોડ રૂપિયા છે અને તે સાત ખેલાડીઓ ખરીદવા ઇચ્છશે.
7 ખેલાડીઓની કિંમત 2 કરોડ રૂપિયા
સાત વિદેશી ખેલાડી એવા છે કે જેમની બેઇઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા છે. જેમાં પેટ કમિંસ, જોશ હેજલવુડ, ક્રિસ લિન, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, ડેલ સ્ટેન અને એન્જેલો મેથ્યૂઝ જેવા ખેલાડીઓની પ્રારંભિક કિંમત 2 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. કહેવાય છે કે ઓસ્ટ્રેલિયાના ક્રિસ લિન, ગ્લેન મેક્સવેલ, વેસ્ટ ઇન્ડિઝના શિમરોન હેટમાયર, ભારતના રોબિન ઉથપ્પા, જયદેવ ઉનડકટ પર મોટી બોલી લાગી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે