CWC 2019: હવે શું થશે ઈંગ્લેન્ડનું- ઓપનિંગ બેટ્સમેનને ઈજા, કેપ્ટન પણ ફિટ નહીં
મોર્ગને કહ્યું કે, મને લાગે છે કે જ્યારે બે ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોય તો તે ચિંતાની વાત હોય છે પરંતુ હજુ પરેશાન થવાની જરૂર નથી.
Trending Photos
સાઉથેમ્પ્ટનઃ ક્રિકેટ વિશ્વ કપ 2019માં શાનદાર ફોર્મમાંચ ચાલી રહેલી ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડનો કેપ્ટન ઇયોન મોર્ગન વિશ્વકપમાં આગામી મેચમાં રમવા માટે શંકાસ્પદ છે, જ્યારે જેસન રોયને હેમસ્ટ્રિંગ સ્ટ્રેનને કારણે સ્કેન કરાવવો પડ્યો. પરંતુ મોર્ગને કહ્યું કે, આ પરેશાનીની વાત નથી જે શુક્રવારે 41મી ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ દરમિયાન મેદાન છોડીને ચાલ્યો હતો. તેના પહેલા રોય પણ હેમસ્ટ્રિંગને કારણે મેદાન છોડીને બહાર જતો રહ્યો હતો. ખેલાડીઓની ઈજાની સમસ્યા તમામ ટીમો માટે એક મુશ્કેલીનું કારણ બનેલી છે.
હાલમાં ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને પણ ઈજાને કારણે બહાર થવું પડ્યું છે. મોર્ગને કહ્યું, અહીં સોજો થયો છે. પહેલા પણ મને પીઠમાં મુશ્કેલી થઈ ચુકી છે અને સામાન્ય તેને સ્વસ્થ થવામાં થોડા દિવસો લાગે છે. આગામી 24 કલાકમાં તેની ગંભીરતા વિશે જાણ થશે. તમને સામાન્ય રીતે આગામી દિવસે તેની ગંભીરતા વિશે ખ્યાલ આવે છે. તેણે કહ્યું, 'જેસનની હેમસ્ટ્રિંગમાં ખેંચાવ છે અને તેનો સ્કેન થશે. તેના વિશે જાણવામાં 48 કલાક લાગશે. મને લાગે છે કે જ્યારે બે ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો ચિંતાની વાત હોય છે, પરંતુ અત્યારે તેની ચિંતા કરવાની જરૂર નથી.'
તમામ ટીમો માટે પોતાના ખેલાડીઓની ફિટનેસને લઈને ચિંતાનો વિષય બનેલો છે. એક જાણકારી અનુસાર ટીમો વિશ્વ કપથી પહેલા રમાયેલી આઈપીએલ ટૂર્નામેન્ટનો વ્યસ્ત કાર્યક્રમ પણ તેનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા શિખર ધવન, ડેલ સ્ટેન અને અફગાનિસ્તાનો પ્લેયર મોહમ્મદ શહજાદ અને ઈંગ્લેન્ડનો બેટ્સમેન સેમ બિલિંગ્સ પણ ઈજાને કારણે ટીમની બહાર થઈ ચુક્યો છે. ટીમ મેનેજમેન્ટ તે વાત પર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે કે કઈ રીતે ખેલાડીઓને ઈજામાંથી બચાવી શકાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે