500મી T20 મેચ રમનાર વિશ્વનો પહેલો ખેલાડી બન્યો પોલાર્ડ, બનાવ્યો આ રેકોર્ડ
કિરોન પોલાર્ડ 500મી ટી20 મેચ રમનાર પ્રથમ ખેલાડી બન્યો, પરંતુ આ પહેલા તે વિશ્વનો એકમાત્ર એવો ખેલાડી છે જેણે 300મી અને 400મી ટી20 મેચ પહેલા રમી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ Kieron Pollard 500th T20 Match: વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડે ટી20 ક્રિકેટમાં એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. શ્રીલંકા વિરુદ્ધ બે મેચોની ટી20 સિરીઝની પ્રથમ મેચમાં તેણે મેદાન પર ઉતરવાની સાથે ઈતિહાસ રચી દીધો હતો. પોલાર્ડ વિશ્વનો પહેલો એવો ખેલાડી બની ગયો છે, જેણે પોતાની 500મી ટી20 મેચ રમી છે. આ મેચોમાં ટી20 આંતરરાષ્ટ્રીય મેચો સિવાય લીગ મુકાબલા પણ સામેલ છે.
કિરોન પોલાર્ડ 500મી ટી20 મેચ રમનાર પ્રથમ ખેલાડી બન્યો, પરંતુ આ પહેલા તે વિશ્વનો એકમાત્ર એવો ખેલાડી છે જેણે 300મી અને 400મી ટી20 મેચ પહેલા રમી હતી. હવે તે 500મી ટી20 મેચ રમનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
સુનીલ જોશી બનશે ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર, હરવિંદર સિંહને પણ મળ્યું સ્થાન, CACએ કરી પસંદગી
ટી20 ક્રિકેટમાં સૌથી પહેલા 100,200,300,400 અને 500મી મેચ રમનાર ખેલાડી
100 - એલ્બી મોર્કેલ, 2010
200 - એલ્બી મોર્કેલ, 2012
300 - કિરોન પોલાર્ડ, 2016
400 - કિરોન પોલાર્ડ, 2018
500 - કિરોન પોલાર્ડ, 2020
અત્યાર સુધી સૌથી વધુ ટી20 મેચ રમનાર ખેલાડી
કિરોન પોલાર્ડ - 500 *
ડ્વેન બ્રાવો - 454 *
ક્રિસ ગેલ - 404
શોએબ મલિક - 382
બ્રાન્ડન મેક્કુલમ - 370
કિરોન પોલાર્ડનું ટી20 કરિયર
પોતાની 500મી મેચ પહેલા સુદી પોલાર્ડે પોતાના કરિયરમાં અત્યાર સુધી કુલ 499 ટી20 મેચ રમી છે, જેમાં તેણે 9966 રન બનાવ્યા છે. તેની એવરેજ 30.85ની રહી છે અને આ મેચોમાં તેણે અત્યાર સુધી માત્ર 1 સદી ફટકારી છે. તેની અડધી સદીની સંખ્યા 49 છે જ્યારે તેણે 644 ચોગ્ગા અને 650 છગ્ગા ફટકાર્યા છે. તેણે 287 કેચ પણ ઝડપ્યા છે.
પોલાર્ડનો બેસ્ટ સ્કોર 104 રન રહ્યો છે. જો તેની બોલિંગની વાત કરવામાં આવે તો તેણે કુલ 179 વિકેટ ઝડપી છે. બોલિંગમાં તેનું બેસ્ટ પ્રદર્શન 15 રન આપીને 4 વિકેટ રહ્યું છે. તો પોલાર્ડે 71 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 1089 રન બનાવ્યા છે અને તેનો બેસ્ટ સ્કોર 68 રન રહ્યો છે. તો પોલાર્ડે 71 મેચોમાં 35 વિકેટ ઝડપી છે અને તેનું બેસ્ટ પ્રદર્શન 25 રન આપીને ચાર વિકેટ રહ્યું છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે