કોરોનાઃ દેશમાં અત્યાર સુધી 26 પોઝિટિવ કેસ, સુરતમાં પણ બે શંકાસ્પદ, સરકાર બોલી- ડરવાની જરૂર નથી


કોરોના વાયરસને લઈને અત્યારે ભારત આવતા તમામ વિદેશી નાગરિકોની તપાસ કરવામાં આવશે. પહેલા માત્ર 12 દેશોના લોકોની તપાસ કરવામાં આવતી હતી. 
 

કોરોનાઃ દેશમાં અત્યાર સુધી 26 પોઝિટિવ કેસ, સુરતમાં પણ બે શંકાસ્પદ, સરકાર બોલી- ડરવાની જરૂર નથી

નવી દિલ્હીઃ કોરોના વાયરસ હવે ભારતમાં પોતાનો પગ પેસારો કરી રહ્યો છે. ભારતમાં ધીમે-ધીમે કોરોના વાયરસના ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. બુધવાર સુધી કોરોનાના તાજા 26 પોઝિટિવ મામલા સામે આવી ચુક્યા છે. તો હવે ગુજરાતના સુરતમાં પણ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

ચીનના વુહાનથી ફેલાવાનો શરૂ થનારા કોરોના વાયરસના ભારતમાં અત્યાર સુધી કુલ 29 પોઝિટિવ મામલા સામે આવ્યા છે, જેમાંથી 3 લોકો સ્વસ્થ થઈ ગયા છે તો 26ની સારવાર ચાલી રહી છે. પરંતુ કોરોના વાયરસને કારણે લોકોમાં ખુબ ડર જોવા મળી રહ્યો છે. તેવામાં ભારત સરકારે આ વખતે હોળીના તહેવારને લઈને પણ લોકોને સાવચેતી રાખવાનું કહ્યું છે. 

કોરોના વાયરસનો સામનો કરવાની તૈયારીઓ સરકાર કરી રહી છે. બુધવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને વરિષ્ઠ અધિકારીઓની સાથે મળીને બેઠક કરી અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ બુધવારે જાહેરાત કરી કે અત્યાર સુધી 15 લેબ છે, જ્યાં પર કોરોના વાયરસની તપાસ કરવામાં આવી રહી છે. હવે સરકાર તરફથી વધુ 19 લેબ બનાવવામાં આવશે. 

કેન્દ્ર સરકારનું કહેવું છે કે વાયરસથી ડરવાની જરૂર નથી. તો ગૃહ મંત્રાલય હેઠળ આવતા તમામ લેન્ડપોર્ટમાં પાડોસી દેશોથી આવતા તમામ યાત્રીકોના સ્ક્રીનિંગ માટે મેડિકલ ટીમો લગાવવામાં આવી છે. 

ઇટાલીથી પરત ફરેલો પેટીએમનો કર્મચારી કોરોનાની ઝપેટમાં, જાણો શું બોલી કંપની  

ક્યાં-ક્યાં સામે આવ્યા મામલા?
અત્યાર સુધી કેરલથી ત્રણ કેસ સામે આવ્યા હતા, જે હવે સ્વસ્થ થઈ ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં એક કેસ આવ્યો, જેના કારણે તેના 6 ઓળખિતા લોકો પણ ઝપેટમાં આવી ગયા છે. તેલંગણામાં એક કેસ આવ્યો છે. ઇટાલીથી આવેલા કુલ 17 લોકોમાં પણ કોરોનાનો ચેપ જોવા મળ્યો છે. જેમાંથી એક ભારતીય અને 16 ઇટાલીના નાગરિક છે. તો એક તાજો મામલો ગુરૂગ્રામથી સામે આવ્યો છે. તેવામાં હવે ભારતમાં કુલ 26 લોકો અત્યાર સુધી આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. 

ભારત આવતા તમામ નાગરિકની તપાસ
કોરોના વાયરસને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને બુધવારે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે જાણકારી આપી છે કે હવે ભારતમાં આવતા તમામ વિદેશી નાગરિકોની તપાસ કરવામાં આવશે. પહેલા માત્ર 12 દેશોના લોકોની તપાસ કરવામાં આવતી હતી. 

દિલ્હી નેટ્રોએ જાહેર કરી ગાઇડલાઇન્સ
દિલ્હી-એનસીઆરમાં કોરોના વાયરસના કેટલાક મામલાની ઓળખ થયા બાદ દિલ્હી મેટ્રોએ જાગરૂકતા ફેલાવવા અને કોરોના વાયરસના નિવારણ માટે કેટલાક ઉપાયો કરવાનો નિર્ણય લીદો છે. આ ઉપાયોને ધ્યાનમાં રાખીને દિલ્હી મેટ્રોના કર્મચારીઓને આ વિશે માહિતગાર કરવામાં આવ્યા છે. તો કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે શું કરે અને શું ન કરે વિશે દિશા-નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. 

તો આ વખતની હોળી રહેશે ફીકી?
આ વખતે કોરોના વાયરસના ડરથી રંગોના તહેવાર ગોળી પર હર્બલ અને ઓર્ગેનિક કલરની ડિમાન્ડ લગભગ બમણી થઈ ગઈ છે. જ્યાં પહેલા 100માંથી 50 લોકો હર્બલ અને ઓર્ગેનિક કલર માગતા હતા, તેની સંખ્યા હવે વધીને 80 થઈ ગઈ છે. તો રાજસ્થાન પર્યટન વિભાગે સરકારના હોળી મહોત્સવને રદ્દ કરી દીધો છે. રાજ્યના પર્યટન મંત્રી વિશ્વેન્દ્ર સિંહે જાણકારી આપી કે આ વખતે પ્રવાસન વિભાગ હોળી ફેસ્ટિવલ કરાવશે નહીં. સાથે બાકી હોટલોને પણ જાણ કરવામાં આવી છે કે આ પ્રકારના આયોજન ન કરે, જેમાં વિદેશી ટૂરિસ્ટ સામેલ હોય. 

પીએમ, રાષ્ટ્રપતિ સહિત અનેક નેતાઓ નહીં ઉજવે હોળી
દર વર્ષની જેમ દેશ હોળીના રંગમાં રંગાવા માટે તૈયાર છે. તો બીજીતરફ કોરોના વાયરસને લઈને લોકોમાં ડરનો માહોલ છે. છેલ્લા બે દિવસમાં કોરોના વાયરસ ભારતમાં ઝડપથી ફેલાયો છે. કોરોના વાયરસથી બચવા માટે સાવધાની ખુબ જરૂરી છે. આ પહેલમાં રાષ્ટ્રપતિ ભવનમાં હોળીનું આયોજન કરવામાં આવશે નહીં. તો પીએમ મોદીએ પણ હોળીના સામૂહિક સમારહોમાં ભાગ ન લેવાની જાહેરાત કરી છે. તો પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ હોળીનો તહેવાર ઉજવવાની ના પાડી છે. દિલ્હીના સીએમે કહ્યું કે, તેઓ જાહેર હોળી સમારોહમાં ભાલ લેશે નહીં.

કેટલા લોકો વાયરસની ઝપેટમાં?
મહત્વનું છે કે ચીનથી ફેલાવાની શરૂઆત કરનાર આ વાયરસે વિશ્વમાં હડકંપ મચાવી દીધો છે. વિશ્વભરમાં કોરોના વાયરસના આશરે 90 હજારથી વધુ દર્દીઓ સામે આવી ચુક્યા છે. તો આ ઘાતક વાયરસને કારણે અત્યાર સુધી 3 હજારથી વધુ લોકોના મોત થયા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news