Nz Vs Pak: પાકિસ્તાનને મોટો ઝટકો, અંગુઠામાં ઈજા બાદ બાબર આઝમ બહાર
ન્યૂઝીલેન્ડ સામે આગામી 18 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ત્રણ મેચોની ટી20 સિરીઝ પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. બાબર આઝમ ઈજાને કારણે આ સિરીઝમાં રમશે નહીં.
Trending Photos
નવી દિલ્હીઃ પાકિસ્તાનની આશાને રવિવારે એક મોટો ઝટકો લાગ્યો, જ્યારે પ્રેક્ટિસ સેશન દરમિયાન કેપ્ટન બાબર આઝમના ડાબા હાથના અંગુઠામાં ફ્રેક્ચર થઈ ગયું. આ કારણે તે ન્યૂઝીલેન્ડ સામે રમાનારી ત્રણ મેચોની ટી20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યુ કે, બાબર ઓછામાં ઓછા 12 દિવસ સુધી પ્રેક્ટિસમાં સામેલ થઈ શકશે નહીં. તે 26 ડિસેમ્બરથી શરૂ થનારી બે ટેસ્ટ મેચોની સિરીઝના શરૂઆતી મુકાબલામાં રમવા માટે ફિટ થઈ શકે છે.
પાકિસ્તાનના મુખ્ય કોચ મિસબાહ-ઉલ-હકે વિશ્વના બીજા નંબરના ટી20 બેટ્સમે વિશે કહ્યુ, 'મેં બાબરની સાથે વાત કરી છે અને તે ટી20 સિરીઝ મિસ કરવાથી દુખી છે, કારણ કે તે સંપૂર્ણ પણે ધ્યાન આપી રહ્યો હતો.'
IND vs AUS: ફિટ હોવા છતાં Rohit Sharma છેલ્લી બે ટેસ્ટ રમશે કે નહીં! જાણો સંપૂર્ણ મામલો
મિસબાહે એક નિવેદનમાં કહ્યુ, 'અમારી પાસે આગળ ક્રિકેટની લાંબી સીઝન છે અને અમે આશા કરીએ કે તે જલદીથી જલદી ફિટનેસહાસિલ કરી લે જેથી પ્રોફેશનલ ક્રિકેટમાં વાપસી કરી શકે.'
ઓપનિંગ બેટ્સમેન ઇમામ-ઉલ-હકના ડાબા હાથના અંગુઠામાં ફ્રેક્ચર થયાના એક દિવસ બાદ બાબરની ઈજાના સમાચાર આવ્યા છે. ઇમામને પણ પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજા થઈ હતી. પીસીબીએ કહ્યુ કે, પાકિસ્તાનના ટી-20 વાઇસ કેપ્ટન શાદાબ ખાનને પણ ઈજા થઈ હતી. સિરીઝની પ્રથમ ટી20 મેચ શુક્રવાર 18 ડિસેમ્બરે રમાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે