કોરોના વાયરસને કારણે ટળી શકે છે ટી20 વિશ્વકપ? ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહી આ વાત


T20 World Cup 2020: આઈસીસી ટી20 વિશ્વકપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાવાનો છે. 

કોરોના વાયરસને કારણે ટળી શકે છે ટી20 વિશ્વકપ? ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહી આ વાત

મેલબોર્નઃ ચીનથી નિકળેલા લોકોના વાયરસ (Coronavirus)એ મહામારી બનીને વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. તેના કારણે 7 હજારથી વધુ લોકોના મોત થયા છે. ઝડપથી ફેલાતા આ વાયરસે હજારો લોકોને ઘરોમાં કેદ કરી દીધા છે. તેનાથી શાળા, કોલેજ, મોલ, બસ, ટ્રેન અને વિમાન સેવા પણ પ્રભાવિત છે. સ્ટેડિયમ હોય કે થિએટર, બધુ ખાલી છે. દરેક દેશ પોત-પોતાના સ્તર પર તેના બચાવના ઉપાય અપનાવી રહ્યાં છે. તેના કારણે આઈસીસી ટી20 વિશ્વકપ (ICC T20 World Cup 2020)ને લઈને ચિંતા થવા લાગી છે. 

આઈસીસી ટી20 વિશ્વકપ (T20 World Cup 2020) આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાવાનો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia)ના ચીફ એક્ઝિક્યુટિવ કેવિન રોબર્ટ્સે મંગળવારે કહ્યું કે, આઈસીસી ટી20 વિશ્વકપ (ICC T20 World Cup)ની તૈયારીઓ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. કોરોના વાયરસ કે કોઈ અન્ય કારણે તેમાં ફેરફાર આવ્યો નથી. 

કેવિન રોબર્ટ્સે કહ્યું, અમે આશા કરી રહ્યાં છીએ કે આગામી કેટલાક સપ્તાહ કે મહિનામાં રમત ફરી શરૂ થઈ જશે. અમારામાંથી કોઈ આવા મામલાનું નિષ્ણાંત નથી. પરંતુ અમે આશા કરી રહ્યાં છીએ કે ઓક્ટોબર સુધી સ્થિતિઓ સામાન્ય થઈ જશે અને વિશ્વકપ નક્કી કરેલા સમયે રમાશે. 

ઓલિમ્પિક તૈયારીને છોડી બાકી તમામ રાષ્ટ્રીય શિબિર સ્થગિત

ઓસ્ટ્રેલિયામાં હાલમાં જ મહિલા ટી20 વિશ્વ કપ રમાયો હતો. યજમાન ટીમે ભારતને હરાવી ટ્રોફી કબજે કરી હતી. હવે 18 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં પુરૂષોનો ટી20 વિશ્વકપ રમાશે. 18થી 23 ઓક્ટોબર સુધી ટૂર્નામેન્ટના પ્રી-ક્વોલિફાઇંગ મુકાબલા રમાશે. ત્યારબાદ મુખ્ય મુકાબલા શરૂ થશે. 

મહત્વનું છે કે કોરોના વાયરસને કારણે પાછલા સપ્તાહથી ઘણી ક્રિકેટ સિરીઝ રદ્દ થઈ છે. તેમાં ભારત-દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ-શ્રીલંકા સિરીઝ સામેલ છે. આઈપીએલ શરૂ થવાની તારીખ પણ 29 માર્ચથી આગળ વધારી 15 એપ્રિલ કરી દેવામાં આવી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news