શાહરૂખ ખાનની હેલ્થ અંગે મોટા અપડેટ : તબિયત સુધારા પર હોવાથી હોસ્પિટલમાંથી રજા અપાશે

Shah Rukh Khan Hospitalised : બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની તબિયતમાં સુધારો.. તબીબોએ ચેકઅપ કર્યા બાદ હવે થોડીવારમાં અપાશે હોસ્પિટલથી રજા

શાહરૂખ ખાનની હેલ્થ અંગે મોટા અપડેટ : તબિયત સુધારા પર હોવાથી હોસ્પિટલમાંથી રજા અપાશે

Shah Rukh Khan Admitted To Ahmedabad Hospital : આઈપીએલની મેચ દરમિયાન અમદાવાદમાં આવેલ બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની અચાનક તબિયત લથડી હતી. જેને કારણે તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગરમી લૂ લાગવાથી સુપરસ્ટારની તબિયત બગડી હતી અને તે ડિહાઇડ્રેશનનો શિકાર બન્યો હતો. ત્યારે ગુરુવારે સવારે હાલ શાહરૂખ ખાનની તબિયત અંગે લેટેસ્ટ અપડેટ આવ્યા છે. શાહરુખ ખાનની તબિયત હાલ સારી હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટરોએ આજે ફરી ચેકઅપ કર્યું હતું. શાહરૂખ ખાનને 11 વાગ્યા આસપાસ ડિસ્ચાર્જ કરવામાં આવી શકે છે. હોસ્પિટલથી સીધા જ એરપોર્ટ ચાર્ટડ પ્લેનમાં મુંબઈ જવા રવાના થશે. 

 
કિંગખાનના લેટેસ્ટ હેલ્થ અપડેટ
બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનની તબિયત અંગે લેટેસ્ટ અપડેટ એ છે કે, શાહરૂખ ખાનની તબિયત સ્થિર હોવાથી આજે ડિસ્ચાર્જ અપાશે. સવારે 11 વાગ્યે શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાશે. શાહરૂખ ખાન કે.ડી હોસ્પિટલથી સીધા જ એરપોર્ટથી મુંબઈ જશે. શાહરુખ ખાનની સાથે તેમના પત્ની ગૌરી ખાન પણ સાથે છે. ડોકટરોએ સવારે શાહરૂખ ખાનનું ચેકઅપ કર્યું હતું. કિંગ ખાનના તમામ રિપોર્ટ નોર્મલ આવતા હોસ્પિટલથી રજા અપાશે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 23, 2024

 

શાહરૂખ ગઈકાલથી હોસ્પિટલમાં
શાહરૂખ ખાન IPL 2024 ક્વોલિફાયર 1 માં તેની ટીમ KKR ને સપોર્ટ કરવા અમદાવાદમાં હતો. એક દિવસ પહેલા મંગળવારે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેની ટીમે ચિયર કરતાં અને સપોર્ટ કરવા નજરે પડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, તેના બાદ બીજા દિવસે બુધવારે 11 વાગ્યે તેને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેથી પત્ની ગૌરી ખાન પણ હોસ્પિટલમાં તાત્કાલિક આવી પહોંચી હતી. જ્યારે જૂહી ચાવલાએ પણ  મુલાકાત લઈને શાહરૂખના હાલચાલ પૂછ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news