શત્રુઘ્ન સિન્હાનો સવાલ,'સર, નોટબંધીના 18 મહિના બાદ પણ ATMsમાં પૈસા નથી, આ શું થઈ રહ્યું છે'

સાંસદ શત્રુઘ્ન સિન્હાને દેશના ઘણા ભાગમાં ઉભા થયેલા રોકડ સંકટને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. 

 શત્રુઘ્ન સિન્હાનો સવાલ,'સર, નોટબંધીના 18 મહિના બાદ પણ ATMsમાં પૈસા નથી, આ શું થઈ રહ્યું છે'

નવી દિલ્હીઃ ભાજપમાં પોતાના બળવાખોર અવાજ માટે જાણીતા સાંસદ શત્રુઘ્ન સિન્હાએ દેશના ઘણા ભાગમાં ઉભા થયેલા રોકડના સંકટને લઈને મોદી સરકારને ઘેરી છે. પટના સાહિબથી સાંસદ સિન્હાએ ગુરૂવારે ટ્વીટ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ પૂછ્યો, 'સર, નોટબંધીના 18 મહિના બાદ પણ ATMsમાં પૈસા નથી. સામાન્ય જનતા પ્રશ્ન કરી રહી છે, આ શું થઈ રહ્યું છે!'

શુત્રુધ્ન સિન્હાએ સતત ટ્વીટ કરીને કહ્યું, વડાપ્રધાને કહ્યું હકું કે 'કાળું ધન, આતંકવાદને મૂળમાંથી ઉખેડવા માટે નોટબંધી એક અલ્પકાલિન ઉપાય હતો', ત્યારબાદ સારા દિવસો આવી જશે. સર, નોટબંધીના 18 મહિના બાદ પણ એટીએમમાં પૈસા નથી. આમ આદમી સવાલ કરી રહ્યો છે, આ શું થઈ રહ્યું છે. 

તેમણે આગળ કહ્યું, શું આપણે સમયથી પહેલા ચૂંટણી તરફ જઈ રહ્યાં છીએ? કર્ણાટકથી લઈને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જય, પછી તે ઈવીએમની મદદથી હોય કે તેના વગર. ભલે અમારા એટીએમ ખરાબ હોય કે તેમાં પૈસા ન હોય, અમારા ટીટીએમ (લાલુ પ્રસાદના શબ્દોમાં તાબડતોડ માલિશવાળા) આકરી મહેનત કરી રહ્યાં છે... જય હિંદ. 

— Shatrughan Sinha (@ShatruganSinha) April 19, 2018

— Shatrughan Sinha (@ShatruganSinha) April 19, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news