વેઇટ લિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની સાત સભ્યોની ટીમની આગેવાની કરશે મીરાબાઈ
વેઇટ લિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટોક્યો ઓલિમ્પિક-2020 માટે ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ છે. થાઈલેન્ડમાં પ્રેક્ટિસ કરી રહેલી ટીમમાં ચાર મહિલાઓ અને ત્રણ પુરૂષ સામેલ છે.
Trending Photos
નવી દિલ્હીઃ પૂર્વ ચેમ્પિયન મીરાબાઈ ચાનૂ થાઈલેન્ડમાં 18થી 27 સપ્ટેમ્બર સુધી યોજાનારી વેઇટ લિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની સાત સભ્યોની ટીમની આગેવાની કરશે. વિશ્વ ચેમ્પિયનશિપ ટોક્યો ઓલિમ્પિક-2020 માટે ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ છે. થાઈલેન્ડમાં પ્રેક્ટિસ કરી રહેલી ટીમમાં ચાર મહિલાઓ અને ત્રણ પુરૂષ છે. રાષ્ટ્રીય કોચ વિજય શર્માએ કહ્યું, 'આ અમારૂ કોર ઓલિમ્પિક ગ્રુપ છે. તેણે ટોક્યો માટે છ ક્વોલિફાઇંગ ટૂર્નમેન્ટ રમવી છે, જેમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ સામેલ છે.'
તેમણે કહ્યું, 'અમારા કોચ ગ્રુપમાં કેટલાક યુવાઓને સામેલ કરવામાં આવ્યા છે, જેથી તેને અનુભવ મળી શકે. તેથી અમે ભવિષ્ય માટે વેઇટ લિફ્ટર તૈયાર કરી શકીશું.' અમેરિકામાં 2017મા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 48 કિલોગ્રામ ભારવર્ગમાં ગોલ્ડ મેડલ જીતનારી મીરાબાઈ પાસે ભારતને મેડલની આશા છે. તે પાછલા વર્ષે ઈજાને કારણે બહાર રહી હતી. ત્યારબાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં વાપસી કરતા ઈજીએટી કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે એશિયન ચેમ્પિયનશિપમાં સામાન્ય અંતરથી મેડલ ચુકી ગઈ હતી.
ટોક્યો ઓલિમ્પિક 2020 માટે ક્વોલિફિકેશન પ્રક્રિયા હેઠળ વેઇટ લિફ્ટરોનું પ્રદર્શન 18 મહિનાની અંદર છ ટૂર્નામેન્ટોમાં જોવામાં આવશે, જેમાંથી ચાર સર્વશ્રેષ્ઠ પરિણામ માપદંડ હશે. પુરૂષ- જેરેમી લાલરિનુંગા (67 કિલો), અચિંતા એસ (73 કિલો) અને અજય સિંહ (81 કિલો) મહિલાઃ મીરાબાઇ ચાનૂ (49 કિલો), જિલ્લી ડાલાબેહેરા (45 કિલો), સ્નેહા સોરેન (55 કિલો) અને રાખી હલધર (64 કિલો).
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે