સ્પોટ ફિક્સિંગમાં ફસાયેલા નાસિર જમશેદને 17 મહિનાની જેલ

પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેન નાસિર જમશેદને પાકિસ્તાન સુપર લીગમાં સ્પોટ ફિક્સિંગમાં સામેલ હોવાના આરોપમાં 17 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.
 

સ્પોટ ફિક્સિંગમાં ફસાયેલા નાસિર જમશેદને 17 મહિનાની જેલ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેન નાસિર જમશેદને પાકિસ્તાન સુપર લીગમાં સ્પોટ ફિક્સિંગમાં સામેલ હોવાના આરોપમાં 17 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. જમશેદની બ્રિટિશ નાગરિક યુસૂફ અનવર અને મોહમ્મદ એઝાજની સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેણે શરૂઆતમાં આરોપોથી ઇનકાર કર્યો હતો. 

તેના પર પીએસએલ 2018 દરમિયાન ઇસ્લામાબાદ યુનાઇટેડ અને પેશાવર ઝાલ્મી વચ્ચે દુબઈમાં રમાયેલી મેચ દરમિયાન ખેલાડીઓને ઇરાદાપૂર્વક ખરાબ રમવા માટે ઉશકેરવાનો આરોપ છે. જમશેદને પાછલા વર્ષે ડિસેમ્બરમાં સુનાવણી દરમિયાન દોષી ઠેરવવામાં આવ્યો હતો. 

પીસીબીએ તેના પર ઓગસ્ટ 2018માં દસ વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો હતો. અનવરને 40 મહિનાની અને એઝાજને 30 મહિનાની જેલની સજા સંભળાવી હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news