પ્રિયંકા-રોબર્ટ વાડ્રાના પુત્રએ પ્રથમવાર કર્યું મતદાન, કહી આ વાત
પ્રિયંકા ગાંધી વાડ્રા, રોબર્ટ વાડ્રા અને તેમના પુત્રએ લોધી એસ્ટેટ સ્થિત એક મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રાના પુત્ર રેહાન રાજીવ વાડ્રાએ પોતાના જીવનમાં પ્રથમવાર મતદાન કર્યું છે. રેહાન વાડ્રાએ કહ્યું કે, લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવો એક શાનદાર અનુભવ છે. દરેકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.
રેહાન વાડ્રાએ આ તકે કહ્યું કે, પબ્લિક ટ્રાન્સપોર્ટ સુધી બધાની પહોંચ હોવી જોઈએ અને તેમાં વિદ્યાર્થીઓને સબ્સિડી આપવી જોઈએ. મહત્વનું છે કે પ્રિયંકા ગાંધી વાડ્રા, રોબર્ટ વાડ્રા અને તેમના પુત્ર રેહાન વાડ્રાએ લોધી એસ્ટટ સ્થિત એક મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું.
મહત્વનું છે કે દિલ્હી વિધાનસભા (Delhi Assembly Election 2020)ની 70 સીટો માટે આજે મતદાન થઈ રહ્યું છે. દિલ્હીના 1.47 કરોડ મતદાતા આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નવી સરકાર ચૂંટશે.
Raihan Rajiv Vadra, son of Priyanka Gandhi Vadra and Robert Vadra: It was a nice feeling to take part in the democratic process. Everyone should exercise their right to vote; I think everyone should have access to public transport and it should be subsidized for students. https://t.co/bpZTQprAZr pic.twitter.com/qylCEuoYeV
— ANI (@ANI) February 8, 2020
રાષ્ટ્રીય રાજધાનીમાં શાંતિપૂર્ણ મતદાન માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. બપોરે બે વાગ્યા સુધી પ્રાપ્ત થયેલા આંકડા અનુસાર દિલ્હીમાં 28 ટકા જેટલું મતદાન થયું છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે