ENG vs AUS: સેમ બિલિંગ્સની સદી પાણીમાં, પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 19 રને હરાવ્યું


ઈંગ્લેન્ડના પ્રવાસ પર ઓસ્ટ્રેલિયાની ટીમે જોશ હેઝલવુડની દમદાર બોલિંગની મદદથી શુક્રવારે 3 મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચમા યજમાન ટીમને 19 રને પરાજય આપ્યો હતો.
 

ENG vs AUS: સેમ બિલિંગ્સની સદી પાણીમાં, પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 19 રને હરાવ્યું

માન્ચેસ્ટરઃ કોરોના સંકટ વચ્ચે ખાલી સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ ચુકી છે. ઈંગ્લેન્ડના પ્રવાસ પર ઓસ્ટ્રેલિયાની ટીમે જોશ હેઝલવુડની દમદાર બોલિંગની મદદથી શુક્રવારે 3 મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચમા યજમાન ટીમને 19 રને પરાજય આપ્યો હતો. આ જીતની સાથે કાંગારૂ ટીમે 1-0ની લીડ મેળવી લીધી છે. સિરીઝની બીજી વનડે માન્ચેસ્ટરમાં જ 13 સપ્ટેમ્બરે રમાશે. 

ઓસ્ટ્રેલિયાએ આપેલા 295 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી, પરંતુ મધ્યમ ક્રમે ઈનિંગ સંભાળી હતી. સેમ બિલિંગ્સે શાનદાર સદી ફટકારતા ટીમની જીતની આશા જીવંત રાખી હતી, પરંતુ બીજા છેડે સતત વિકેટ પડી રહી હતી. સેમ 118 રન બનાવી મેચની અંતિમ બોલ પર આઉટ થયો હતો. કાંગારૂ ટીમ તરફથી એડમ ઝમ્પાએ 4, જોશ હેઝલવુડે ત્રણ વિકેટ ઝડપી હતી. 

કાંગારૂ ફાસ્ટ બોલર હેઝલવુડે શાનદાર બોલિંગ કરી હતી. તેણે પોતાના પ્રથમ સ્પેલમાં 6 ઓવરમાં 3 મેડન સાથે 2 વિકેટ ઝડપી, જ્યારે માત્ર 5 રન આપ્યા હતા. 10 ઓવરમાં 3 મેડન સાથે 26 રન આપીને ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. 

— ICC (@ICC) September 11, 2020

ટોસ જીતીને ઈંગ્લેન્ડે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 294 રન બનાવ્યા હતા. કાંગારૂ ટીમ તરફથી ગ્લેન મેક્સવેલે આક્રમક બેટિંગ કરતા 59 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 77 રનનું યોગદાન આપ્યું હતું. મેક્સવેલ સિવાય મિશેલ માર્શે 73 રન બનાવ્યા હતા. 

295 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી ઈંગ્લેન્ડ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. તેણે એક સમયે 57 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ જોની બેયરસ્ટો અને સેમ બિલિંગ્સે પાંચમી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી ટીમને સંકટમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. બેયરસ્ટો 84 રન બનાવી આઉટ થયો હતો. બિલિંગ્સે 110 બોલમાં 118 રન બનાવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news