DPIIT ranking: સ્ટાર્ટઅપ માટે સૌથી અનુકૂળ રાજ્યોમાં ગુજરાત દેશમાં નંબર-1
ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ (DPIIT)ના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની રેન્કિંગમાં આ પરિણામ સામે આવ્યું છે. બધા રાજ્યો અને એક સંઘ શાસિત પ્રદેશ દિલ્હીની વચ્ચે ગુજરાતનું પ્રદર્શન સૌથી સારૂ રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ નવા ઉદ્યમીઓને કારોબાર શરૂ કરવા માટે સૌથી અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ કરાવવાના મામલામાં ગુજરાત એકવાર ફરી સૌથી સારૂ પ્રદર્શન કરનાર રાજ્યના રૂપમાં ઉભરીને સામે આવ્યું છે. ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ (DPIIT)ના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની રેન્કિંગમાં આ પરિણામ સામે આવ્યું છે. બધા રાજ્યો અને એક સંઘ શાસિત પ્રદેશ દિલ્હીની વચ્ચે ગુજરાતનું પ્રદર્શન સૌથી સારૂ રહ્યું છે. આસામને છોડીને અન્ય બધા પૂર્વોત્તર રાજ્યો અને દિલ્હી સિવાય અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોને અલગ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. આ વર્ગમાં અંડમાન અને નિકોબાર દ્વીપનું પ્રદર્શન સૌથી સારૂ રહ્યું છે.
કુલ મળીને 22 રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોએ આ સર્વેક્ષણમાં ભાગ લીધો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે શુક્રવારે આ રેન્કિંગ જારી કરતા કહ્યું કે, તેનાથી કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્ટાર્ટઅપ માટે માહોલ વધુ સારો બનાવવામાં મદદ મળશે. રેન્કિંગ પ્રક્રિયામાં એકરૂપતા અને માનકતાને ધ્યાનમાં રાખતા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે. દિલ્હીને છોડીને બધા કેન્દ્ર શાસિત પ્રદેશ અને આસામને છોડીને બધા પૂર્વોત્તરના રાજ્યોને 'વાઈ' શ્રેણીમાં રાખવામાં આવ્યા છે, જ્યારે અન્ય બધા રાજ્યો અને સંઘ પ્રદેશ દિલ્હીને 'એક્સ' શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.
ત્રણ પી પર ભાર
ગોયલે કહ્યુ કે, સ્ટાર્ટઅપના ધિરાણના મામલામાં 'ફંડનો ભંડોળ' તેને સમર્થન આપી રહ્યો છે અને ઘણા જાહેર ઉપક્રમ સ્ટાર્ટઅપ માટે સમર્પિત ભંડોળ બનાવવાની સાથે આગળ આવી રહ્યાં છે. તેમણે સ્ટાર્ટઅપને પણ સંદેશ આપતા કહ્યું કે, તેઓ આત્મનિર્ભર ભારતને આગળ વધારવા માટે ત્રણ 'પી'- પ્રોડક્ટ (ઉત્પાદન), પ્રોસેસ (પ્રક્રિયા), પીપલ (લોકો) પર ધ્યાન આપે.
રેલવેએ તૈયાર કર્યો કમાણીનો નવો ફોર્મૂલા, જરૂરિયાત મુજબ કરી શકશો બુકિંગ
ડીપીઆઈઆઈટી સચિવ ગુરૂપ્રસાદ મહાપાત્રાએ આ તકે કહ્યુ કે, વિભાગે અત્યાર સુધી 36000 સ્ટાર્ટઅપની ઓળખ કરી છે. તેમણે કહ્યું કે, બધા રાજ્યો ઉભરતા ઉદ્યમીઓને પ્રોત્સાહિત કરવા માટે કામ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, દેશમાં સ્ટાર્ટઅપનું કામ શરૂ કરવા અને અનુકૂળ માહોલ બનાવવાથી ચાર લાખ રોજગારની તકો પેદા થઈ છે. ઉભરતા સ્ટાર્ટઅપ પરિસ્થિતિ વાળા રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, આસામ, છત્તીસગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, મિઝોરમ અને સિક્કિમનું સ્થાન રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે