25 જૂનઃ 36 વર્ષ પહેલા આજના દિવસે ભારત પ્રથમ વખત બન્યું હતું વર્લ્ડ ચેમ્પિયન

જ્યારે ભારતીય ટીમ રવાના થઈ તો તેને નબળી માનવામાં આવી. કપિલ દેવની આગેવાની વાળી ટીમ ઈન્ડિયાએ ધીમે-ધીમે પોતાના અભિયાનને આગળ વધાર્યું અને ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. 
 

25 જૂનઃ 36  વર્ષ પહેલા આજના દિવસે ભારત પ્રથમ વખત બન્યું હતું વર્લ્ડ ચેમ્પિયન

નવી દિલ્હીઃ 25 જૂન, આ તારીખ ભારતના દરેક ક્રિકેટ ફેન્સને યાદ હશે. ભારતીય ક્રિકેટના ઈતિહાસના પાનામાં આ દિવસ સૂવર્ણ અક્ષરે નોંધાયેલ છે. આજના દિવસે 36 વર્ષ પહેલા એટલે કે 25 જૂન 1983ના ભારતીય ક્રિકેટ ટીમે પ્રથમ વખત વિશ્વકપનું ટાઇટલ જીત્યું હતું. આ ટ્રોફીએ ભારતીય ક્રિકેટ ટીમની તસ્વીર બદલી નાખી. 

ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાયેલી ફાઇનલ મેચમાં ભારતીય ટીમે 183 રન પર આઉટ થઈ ગઈ હતી. સૌથી વધુ રન કે. શ્રીકાંત (38) બનાવ્યા. ત્યારબાદ દિગ્ગજોથી ભરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમને 140 રન પર ઓલઆઉટ કરીને ભારતે દેખાડ્યું, જેની કોઈને આશા નહતી અને પ્રથમ વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ હાસિલ કર્યું હતું. મેચમાં મોહિન્દર અમરનાથ અને મદન લાલે 3-3 વિકેટ ઝડપી અને ટીમને  43 રનથી વિજય અપાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ આ ઐતિહાસિક દિવસની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. વિશ્વકપ ટ્રોફી હાથમાં રહીને ઉભેલા કપિલ દેવના આ ફોટોને કેપ્શન આપવામાં આવ્યું છે- આજના દિવસે 1983મા ભારતે વિશ્વકપની ટ્રોફી જીતી હતી. 

— BCCI (@BCCI) June 24, 2019

ઈંગ્લેન્ડની યજમાનીમાં વર્ષ 1983મા રમાયેલી વિશ્વકપ માટે જ્યારે ભારતીય ટીમ રવાના થઈ તો તેને નબળી માનવામાં આવી. કપિલ દેવની આગેવાની વાળી ટીમ ઈન્ડિયાએ ધીમે-ધીમે પોતાના અભિયાનને આગળ વધાર્યું અને ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. 

ફાઇનલમાં ભારતની સામે બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ ટીમ હતી. ક્વાઇવ લોયડની આગેવાનીમાં વેસ્ટ ઈન્ડિઝ 1975 અને 1979 વિશ્વકપ જીતી ચુક્યુ હતું. માનવામાં આવી રહ્યું હતું કે, ભારતને હરાવીને વેસ્ટ ઈન્ડિઝ ટીમ ત્રીજીવાર ચેમ્પિયન બની જશે પરંતુ કપિલ દેવના નેતૃત્વ વાળી ભારતીય ટીમે તેના સપના પર પાણી ફેરવી દીધું હતું. 

વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં ત્યારે ક્વાઇવ લોયડ સિવાય સર વિવિયન રિચર્ડ્સ જેવા દિગ્ગજ ખેલાડી સામેલ હતા પરંતુ ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચી દીધો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news