નીરજ ચોપડાએ કર્યો કમાલ; માતાએ ખુશી વ્યક્ત કરી, પાકિસ્તાનના નદીમ વિશે પણ શું કહ્યું તે ખાસ જાણો

પાકિસ્તાનના અરશદ નદીમે બાજી મારતા 92.97 મીટર દૂર ભાલો ફેંક્યો અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. અરશદ નદીમે આ મામલે ભારતના નીરજ ચોપડાને પાછળ છોડ્યો. નીરજ ચોપડાએ આ વખતે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.

નીરજ ચોપડાએ કર્યો કમાલ; માતાએ ખુશી વ્યક્ત કરી, પાકિસ્તાનના નદીમ વિશે પણ શું કહ્યું તે ખાસ જાણો

પાકિસ્તાનના એથલિટ અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચી નાખ્યો છે. અરશદ નદીમે 40 વર્ષ બાદ ઓલિમ્પિકમાં પાકિસ્તાનને ગોલ્ડ મેડલ અપાવીને કમાલ કર્યો. પાકિસ્તાને છેલ્લે 1984માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પાકિસ્તાનના અરશદ નદીમે બાજી મારતા 92.97 મીટર દૂર ભાલો ફેંક્યો અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. અરશદ નદીમે આ મામલે ભારતના નીરજ ચોપડાને પાછળ છોડ્યો. નીરજ ચોપડાએ આ વખતે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. અરશદ નદીમે પાકિસ્તાનનો ઓલિમ્પિકમાં 32 વર્ષ લાંબો મેડલનો દુકાળ દૂર કર્યો. ઓલિમ્પિકમાં પાકિસ્તાને આ અગાઉ 1992માં કોઈ મેડલ જીત્યો હતો. પાકિસ્તાને બાર્સેલોના ઓલિમ્પિકમાં 1992માં હોકીનો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 

નીરજના માતાએ આપ્યું રિએક્શન
નીરજ ચોપડાના માતાએ શુક્રવારે કહ્યું કે મારા પુત્રના પ્રદર્શનથી હું ખુબ ખુશ છું. તેણે પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોના ભાલા ફેંક સ્પર્ધાની ફાઈનલમાં સિલ્વર મેડલ જીત્યો છે. નીરજ ચોપડાના માતા સરોજ દેવીએ એએનઆઈને જણાવ્યું કે તે તેમના પુત્રના ઓલિમ્પિકમાં પ્રદર્શનથી ખુશ છે અને તેમણે જણાવ્યું કે તેઓ તેમના પુત્ર પાછો ફરે ત્યારે તેના માટે મનગમતું ભોજન તૈયાર કરવા અંગે ઉત્સુક છે. નીરજ ચોપડાના માતાએ અરશદ નદીમના પણ વખાણ કર્યા અને કહ્યું કે તે તેમના પુત્રની જેમ છે. 

નીરજ ચોપડાના પ્રદર્શન પર રિએક્શન
નીરજ ચોપડાના માતાએ કહ્યું કે તે (નીરજ) ઘાયલ થઈ ગયો હતો. આથી અમે તેના પ્રદર્શનથી ખુશ છીએ. હું તેનું મનપસંદ ભોજન બનાવીશ. નીરજ ચોપડાના પિતા સતીષકુમારે કહ્યું કે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાની ફાઈનલમાં આજે પાકિસ્તાનનો દિવસ હતો. દરેકનો દિવસ હોય છે. આજે પાકિસ્તાનનો દિવસ હતો પરંતુ આપણે સિલ્વર મેડલ જીત્યો છે અને એ આપણા માટે ગર્વની વાત છે. સતીષ કુમારે કહ્યું કે મને લાગે છે કે નીરજના પ્રદર્શનમાં કમરની ઈજાનો હાથ રહ્યો છે. 

— ANI (@ANI) August 8, 2024

દેશ માટે જીત્યો સિલ્વર મેડલ
સતીષકુમારે કહ્યું કે પેરિસમાં નીરજનું પ્રદર્શન આગળની પેઢીઓ માટે પ્રેરણાનું કામ કરશે. નીરજ ચોપડાના પિતાએ કહ્યું કે નીરજે દેશ માટે સિલ્વર મેડલ જીત્યો છે. અમે ખુશ છીએ. બધા યુવાઓ તેમનાથી પ્રેરણા લેશે. નીરજ ચોપડાના દાદા ધર્મસિંહ ચોપડાએ પણ પોતાના પૌત્રની જીત પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે નીરજે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને સિલ્વર મેડલ જીતીને દેશના ખાતામાં વધુ એક પદક ઉમેર્યો. 26 વર્ષના નીરજ ચોપડાનો બીજો થ્રો જ તેમનો એક માત્ર માન્ય થ્રો રહ્યો હતો. જેમાં તેમણે 89.45 મીટરના અંતરે ફેંક્યુ જે આ સીઝનનો તેમનો સર્વશ્રેષ્ઠ થ્રો પણ હતો. આ અગાઉ ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news