Team India: મોટો ઝટકો! ઈજાના કારણે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહેશે આ ભારતીય ખેલાડી

Indian Cricket: ભારતીય ક્રિકેટ ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. એક સ્ટાર ખેલાડી ઈજાના કારણે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર થઈ ગયો છે. 

Team India: મોટો ઝટકો! ઈજાના કારણે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહેશે આ ભારતીય ખેલાડી

Indian Cricket Team: ભારતીય ક્રિકેટ ટીમ હાલ એશિયા કપ રમી રહી છે. ટીમ ઈન્ડિયાની આગામી મેચ 15 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ વિરુદ્ધ છે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા 17 સપ્ટેમ્બરે ફાઈનલ રમવા માટે ઉતરશે. આ બધા વચ્ચે ભારતીય ક્રિકટે ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ભારતના એક સ્ટાર ખેલાડીએ ઈજાના કારણે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર થવાનો વારો આવ્યો છે. આ ખેલાડીે હાલમાં જ એક ટુર્નામેન્ટ દરમિયાન ઈજા થઈ હતી. 

ક્રિકેટથી દૂર રહેશે
ગત મહિને કાઉન્ટી ક્રિકેટમાં પૃથ્વી શો ડરહમ વિરુદ્ધ ફિલ્ડિંગ કરતી વખતે ઘૂંટણની ઈજાનો ભોગ બન્યો હતો. આ ઈજા બાદ પૃથ્વી શો નોર્થમ્પટનશર માટે બાકી મેચ રમી શક્યો નહીં. એક રિપોર્ટ મુજબ પૃથ્વી હવે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહે તેવું બની શકે છે. પૃથ્વી શો ત્રણ ચાર મહિના માટે ક્રિકેટથી દૂર રહેશે. આ દરમિયાન તે રિહેબમાં રહેશે. જો કે તેની સર્જરી થશે કે નહીં તેના પર હજુ સુધી નિર્ણય લેવાયો નથી. 

શાનદાર ફોર્મમાં હતો પૃથ્વી શો
પૃથ્વી શોએ આ ટુર્નામેન્ટમાં 13 ઓગસ્ટના રોજ રમાયેલી મેચમાં 76 બોલમાં અણનમ 125 રન કર્યા. જેની મદદથી નોર્થમ્પટનશર છ વિકેટથી જીતી ગયું. આ અગાઉ તેણે આ ટુર્નામેન્ટમાં બેવડી સદી પણ ફટકારી હતી. 

ટીમ ઈન્ડિયામાં નથી મળી રહી તક
પૃથ્વી શોએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 5 ટેસ્ટ, 6 વનડે અને એક ટી20 ઈન્ટરનેશનલ મેચો રમી છે. ટેસ્ટમાં તેણે એક સદીની મદદથી 339 રન કર્યા છે. જ્યારે વનડેમાં 31.50ની સરેરાશથી 189 રન કર્યા છે. વર્ષ 2021માં છેલ્લીવાર તે ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળ્યો હતો. ત્યારે તણે જુલાઈમાં શ્રીલંકા સામે મર્યાદિત ઓવરોની સિરીઝમાં ભાગ લીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news