ધોનીના સંન્યાસ વિશે કોચ રવિ શાસ્ત્રીએ કરી મોટી સ્પષ્ટતા

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રીજી વન-ડેના અંત પછી ધોની સંન્યાસ લઈ લેવાનો છે એવી ચર્ચા થઈ હતી

ધોનીના સંન્યાસ વિશે કોચ રવિ શાસ્ત્રીએ કરી મોટી સ્પષ્ટતા

નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ત્રીજી અને છેલ્લી વન-ડેમાં ભારતની હાર થઈ છે. આ હારને પગલે સિરિઝ 2-1થી ઇંગ્લે્ન્ડ જીતી ગયું છે. આ મેચ પુરો થયા પછી જ્યારે ભારતીય ટીમ ડ્રેસિંગ રૂમ તર઼ફ આગળ વધી રહી હતી ત્યારે ધોનીને અમ્પાયર પાસેથી બોલ લેતો જોવામાં આવ્યો હતો. ધોનીની આ હરકત પછી તે વન-ડેમાંથી સંન્યાસ લઈ લેવાનો છે એવી ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ધોનીનો આ વીડિયો વાઇરલ થઈ જતા આખરે ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ આ મામલાની સ્પષ્ટતા કરવી પડી છે. 

— Trends Dhoni™ (@TrendsDhoni) July 19, 2018

રવિ શાસ્ત્રીએ ધોની સંન્યાસ લેવાનો હોવાની વાત સાવ ખોટી ગણાવી છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે હકીકતમાં ધોનીએ આ બોલ પોતાના બોલિંગ કોચ ભરત અરૂણ માટે માગી લીધો હતો. ધોની આ બોલને બોલિંગ કોચને દેખાડવા માગતો હતો જેના કારણે એ કેટલો ઘસાયો છે એના આધારે ઇંગ્લેન્ડની પરિસ્થિતિનો અંદાજ લગાવી શકાય. 

નોંધનીય છે ધોનીએ જ્યાર અમ્પાયર પાસેથી બોલ લીધો ત્યારે તેના ચાહકોને ડર લાગ્યો કે તે કદાચ વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. હકીકતમાં ટેસ્ટ મેચમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરતા પહેલાં ધોનીએ છેલ્લી મેચ બાદ સ્ટમ્પ માગીને લઈ લીધા હતા જેના કારણે બોલ માગી લેવાની હરકત પછી નવી ચર્ચા શરૂ થઈ હતી. નોંધનીય છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સિરિઝમાં ધોનીની બેટિંગની કડક ટીકા થઈ હતી અને તેનું પ્રદર્શન પણ નબળું સાબિત થયું હતું. હાલમાં આશા છે કે ધોની 2019માં યોજાનાર આઇસીસી વન-ડે વર્લ્ડકપ પહેલાં સંન્યાસ નહીં લે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news