ઋષભ પંતે ડેબ્યુ મેચમાં જ કરી નાખ્યો એવો કમાલ, જે અત્યાર સુધી કોઈ નથી કરી શક્યું
ટ્રેંટ બ્રિજ મેદાન પર ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં દિનેશ કાર્તિકની જગ્યાએ યુવા બેટ્સમેનટ ઋષભ પંતને તક આપવામાં આવી છે.
Trending Photos
નોર્ટિંઘમ: ટ્રેંટ બ્રિજ મેદાન પર ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં દિનેશ કાર્તિકની જગ્યાએ યુવા બેટ્સમેનટ ઋષભ પંતને તક આપવામાં આવી છે. પંતે પોતાની ડેબ્યુ મેચમાં 6ઠ્ઠા નંબર પર બેટિંગ કરી અને મેદાન પર છવાઈ ગયો. તેણે પોતાની સ્ટાઈલ પ્રમાણે જ પ્રદર્શન કર્યું. તેણે એવું કારનામું કરીને બતાવ્યું જે ભારતીય ટેસ્ટ ક્રિકેટના 86 વર્ષના ઈતિહાસમાં આજ સુધી કોઈ કરી શક્યું નથી. ભારતીય ટિમ તરફથી લગાવવામાં આવેલો આ પહેલો છગ્ગો હતો. પંતે છગ્ગો મારીને આંતરરાષ્ટ્રીય કેરિયરમાં પોતાનું ખાતું ખોલ્યું. જે એક રેકોર્ડ બન્યો છે. આ એક એવું કારનામું છે જે આજ સુધી કોઈ ભારતીય ક્રિકેટર કરી શક્યો નથી.
છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા માટે આવ્યો પંત
પંત વિરાટ કોહલી આઉટ થતા તેની જગ્યાએ બેટિંગ કરવા માટે આવ્યો હતો. કોહલી 97 રને આઉટ થયો હતો. પંતે પોતાની ઈનિંગના પહેલા બોલ પર કોઈ રન કરી શક્યો નહીં પરંતુ બીજા બોલને તેણે બાઉન્ટ્રીની બહાર મોકલી દીધી. આ કારનામું તેણે આદિલ રાશિદની બોલિંગમા કર્યું. જેણે વિરાટને આઉટ કર્યો હતો. યુવા બેટ્સમેન પંતે તોફાની અંદાજમાં બેટિંગ કરી. 32 બોલમાં 22 રન બનાવ્યાં જેમાં 2 ચોગ્ગા અને એક શાનદાર છગ્ગો સામેલ છે.
આ બેટ્સમેનો પણ કરી ચૂક્યા છે પંત જેવું કારનામું
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અન્ય બેટ્સમેનો પણ આ રીતનું કારનામું કરી ચૂક્યા છે. આ બેટ્સમેનોમાં એરિક ફ્રીમેન, કાર્લિસલે બેસ્ટ, કીથ ડેબેંગ્વા, ડેલ રિચર્ડ્સ, શફીઉલ ઈસ્લામ, ઝહૂરુલ ઈસ્લામ, અલ અહીમ હુસૈન, માર્ક ક્રેગ, ધનંજય ડિ સિલ્વા, કામરુલ ઈસ્લામ રબ્બી, સુનીલ એમ્બ્રિસના નામ સામેલ છે. આ બેટ્સમેનો પંત જેવું કારનામું પહેલા જ કરી ચૂક્યા છે.
ભારતે પહેલા દિવસે બનાવ્યાં 307 રન
ભારતે પોતાની પહેલી ઈનિંગમાં પહેલા દિવસે છ વિકેટના નુકસાન પર 307 રન કર્યા છે. પંત 22 રન બનાવીને રમતમાં છે. ભારતની છઠ્ઠી વિકેટ હાર્દિક પંડ્યા (18)ના રૂપમાં પડી. આ સાથે જ દિવસના ખેલની સમાપ્તિની જાહેરાત કરવામાં આવી. ભારત માટે સૌથી વધુ રન કેપ્ટન વિરાટ કોહલીએ 97 રન કર્યાં. તેણે 152 બોલમાં 97 રન કર્યાં. જેમાં 11 ચોગ્ગા સામેલ છે. આ ઉપરાંત વાઈસ કેપ્ટને 131 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 81 રન કર્યાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે