Rohit Sharma: ટી20 વિશ્વકપમાં કોહલી કરશે ઓપનિંગ? કેપ્ટન રોહિતે આપ્યો ચોંકાવનારો જવાબ

Rohit Sharma On Virat Kohli: વિરાટ કોહલીએ એશિયા કપમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓપનિંગ કરતા શાનદાર સદી ફટકારી હતી. ત્યારબાદ તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી કે વિશ્વકપમાં વિરાટ રોહિત સાથે ઓપનિંગ કરી શકે છે. 
 

Rohit Sharma: ટી20 વિશ્વકપમાં કોહલી કરશે ઓપનિંગ? કેપ્ટન રોહિતે આપ્યો ચોંકાવનારો જવાબ

મોહાલીઃ Rohit Sharma On Virat Kohli Opening: ટી20 વિશ્વકપ પહેલા ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝ રમવાની છે. આ બંને સિરીઝમાં ટીમ ઈન્ડિયા ટી20 વિશ્વકપ માટે યોગ્ય સંયોજન શોધવાનો પ્રયાસ કરશે. એશિયા કપમાં કેએલ રાહુલ બેટથી સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. હવે રોહિત શર્માએ પત્રકાર પરિષદમાં સ્પષ્ટ કરી દીધુ છે કે ટી20 વિશ્વકપમાં ભારત માટે કેએલ રાહુલ ઓપનિંગ કરશે, પરંતુ વિરાટ કોહલી ત્રીજા ઓપનર તરીકે રહેશે. 

રોહિત શર્માએ આપ્યો જવાબ
કેપ્ટન રોહિત શર્માએ રવિવારે એક પત્રકાર પરિષદ યોજી હતી. વિરાટ કોહલીને ટી20માં ઓપનિંગ કરાવવાના સવાલ પર કેપ્ટને કહ્યુ, તમારા માટે ઓપ્શન ઉપલબ્ધ હોવો હંમેશા સારો હોય છે. વિશ્વકપમાં જવા માટે તે જરૂરી છે કે ટીમમાં લચીલાપન હોય એટલે કે બેટિંગ ક્રમને લઈને કોઈ સમસ્યા ન રહે. તમે ઈચ્છો છો કે ખેલાડી કોઈપણ સલ્થિતિમાં બેટિંગ કરે. જ્યારે અમે કંઈ નવું કરવાનો પ્રયાસ કરીએ તો એમ થતું નથી જે એક સમસ્યા છે. 

આઈપીએલમાં કોહલીએ કરી છે ઓપનિંગ
રોહિત શર્માએ આગળ કહ્યુ, અમે અમારી ટીમના બધા ખેલાડીઓની ક્વોલિટી સમજીએ છીએ. તે અમારા માટે શું કરી શકે છે, પરંતુ હા તે અમારા માટે એક વિકલ્પ (વિરાટ કોહલી ઓપનિંગ) છે. તેને હંમેશા ધ્યાનમાં રાખીશું કારણ કે અમારી પાસે ત્રીજો ઓપનર નથી. રોહિતે વિરાટ કોહલી આઈપીએલમાં ઓપનિંગ કરે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. રોહિતે કહ્યુ- આઈપીએલમાં પોતાની ફ્રેન્ચાઇઝી માટે વિરાટે ઓપનિંગ કરી અને તેણે ખરેખર સારૂ પ્રદર્શન કર્યું છે, તેથી તે અમારા માટે એક વિકલ્પ છે. 

રોહિતે કહ્યુ- એશિયા કપના છેલ્લા મેચમાં અમે તેની (વિરાટ) ની રમવાની રીતથી ખુશ હતા પરંતુ રાહુલ પણ ઓપનર છે. તે વિરાટ ટીમ ઈન્ડિયા માટે મહત્વનો ખુલાડી છે. રોહિતે કહ્યુ કે, અમે અમારી પ્રક્રિયાને લઈને સ્પષ્ટ છીએ. અમને કોઈ ભ્રમ નથી, અમને ખ્યાલ છે કે રાહુલ અમારા માટે શું છે. તે એક શાનદાર ખેલાડી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news