શેફાલી વર્માએ સૌથી નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં કર્યું પર્દાપણ
શેફાલી વર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું પર્દાપણ 15 વર્ષ 239 દિવસની ઉંમરમાં કર્યું છે. શેફાલી વર્મા હવે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં પર્દાપણ કરનારી સૌથી નાની ઉંમરની પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે.
Trending Photos
નવી દિલ્હીઃ India women vs South Africa women t20 match: સાઉથ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમ વિરુદ્ધ પ્રથમ ટી20 મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની યુવા ખેલાડી શેફાલી વર્મા (Shafali Verma)ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરવાની તક મળી છે. આ પર્દાપણની સાથે શેફાલી ભારતની પ્રથમ ક્રિકેટ ખેલાડી બની ગઈ જેણે સૌથી નાની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં પર્દાપણ કર્યું છે.
સૌથી નાની ઉંમરે ટી20 ક્રિકેટમાં પર્દાપણ કર્યું શેફાલી વર્માએ
શેફાલી વર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું પર્દાપણ 15 વર્ષ 239 દિવસની ઉંમરમાં કર્યું છે. શેફાલી વર્મા હવે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં પર્દાપણ કરનારી સૌથી નાની ઉંમરની પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે.
What a moment this is for the hard-hitting batter Shafali Verma, who makes her India debut today. She is only 15! 😊💪🏾#INDWvsSAW pic.twitter.com/nD0C6ApQld
— BCCI Women (@BCCIWomen) September 24, 2019
સાઉથ આફ્રિકા વિરુદ્ધ પાંચ મેચોની ટી20 સિરીઝની પ્રથમ મેચમાં સેફાલીને પર્દાપણ કરવાની તક મળી ગઈ હતી. તે પ્રથમ મુકાબલામાં સ્મૃતિ મંધાનાની સાથે ઓપનિંગ કરવા ઉતરી, પરંતુ શૂન્ય રન પર આઉટ થઈ હતી. તેણે ચાર બોલનો સામનો કર્યો અને પોતાની વિકેટ ગુમાવી હતી. તેને ઇસ્માઇલે આઉટ કરી હતી.
ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈપણ ફોર્મેટમાં પર્દાપણ કરવાના માલમામાં શેફાલી વર્મા બીજા સ્થાન પર આવી ગઈ છે. શેફાલીએ 15 વર્ષ 239 દિવસની ઉંમરમાં આ કમાલ કર્યો છે. શેફાલી પહેલા ભારત તરફથી સૌથી નાની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરનાર ખેલાડી ગાર્ગી બેનર્જી હતી. ગાર્ગીએ 1978મા 14 વર્ષ 165 દિવસની ઉંમરમાં વનડે ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. સચિન તેંડુલકરે 30 વર્ષ પહેલા 16 વર્ષ 238 દિવસની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે