IPL 2018 : ઈજાગ્રસ્ત થયો શિખર ધવન, આગામી મેચ રમવા પર લટકી તલવાર

આઈપીએલમાં ઘણા ખેલાડીઓ ઈજાથી પરેશાન છે. હવે તેમાં હૈદરાબાદની ટીમનો સૌથી મુખ્ય ખેલાડી શિખર ધવનનું નામ પણ સામેલ થઈ ગયું છે. 

 IPL 2018 : ઈજાગ્રસ્ત થયો શિખર ધવન, આગામી મેચ રમવા પર લટકી તલવાર

નવી દિલ્હીઃ આઈપીએલની 11મી સીઝન શરૂ થતા જ ઘણા ખેલાડીઓ ઈજાને કારણે બહાર થઈ ગયા છે. સુરેશ રૈના જેવા ખેલાડી પણ ઈજાથી પરેશાન છે તો ધોની પણ પીઠની ઈજાનો સામનો કરી રહ્યો છે. હવે તેમાં હૈદરાબાદની ટીમનો સૌથી મુખ્ય ખેલાડી શિખર ધવનનું નામ પણ સામેલ થઈ ગયું છે. ગુરૂવારે જ્યારે પંજાબ અને હૈદરાબાદની ટીમ વચ્ચે મેચ રમાઈ તો શિખર ધવનને ઈજા થઈ હતી. 

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમે આ મેચમાં 193 રન બનાવ્યા. તેમાં ગેલે શાનદાર સદી ફટકારી. ત્યારબાદ 194 રનનો લક્ષ્યા હાસિલ કરવા ઉતરેલી હૈદરાબાદ તરફથી ઈનિંગની શરૂઆત ધવને કરી, પરંતુ પ્રથમ ઓવરમાં શિખર ઈજાગ્રસ્ત થઈ ગયો. તેની ઈજાએ હૈદરાબાદની ચિંતા વધારી દીધી છે. તે ટીમનો સૌથી વિશ્વાસપાત્ર બેટ્સમેન છે. ડેવિડ વોર્નર બાદ ટીમની બેટિંગ તેના પર નિર્ભર રહે છે. 

હૈદરાબાદની ટીમની પ્રથમ ઓવરમાં બરિન્દર સરનનો એક બોલ શિખર ધવનના હાથ પર વાગ્યો. બોલ વાગવાને કારણે ધવન તે સમયે મેદાન છોડીને બહાર જતો રહ્યો અને રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો. શિખર ધવન હવે આગામી મેચોમાં રમશે કે નહીં. તેના પર હજુ કશું કહેવામાં આવ્યું નથી. તેની ઈજા કેટલી ગંભીર છે તેના વિશે પણ ટીમ તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી. આવનારા મેચોમાં તેના રમવા પર આશંકા છે. વોર્નર આઈપીએલમાંથી હટ્યા બાદ તેની ટીમ ધવન પર નિર્ભર હતી. ધવનની ગેરહાજરીમાં 194ના લક્ષ્ય સામે હૈદરાબાદની ટીમ 15 રમે મેચ હારી ગઈ હતી. 

હૈદરાબાદ તરફથી સૌથી સફળ બેટ્સમેન મનીષ પાંડે રહ્યો. તેણે 42 બોલમાં અણનમ 57 રન બનાવ્યા. કેપ્ટન વિલિયમસને પણ 54 રનની ઈનિંગ રમી હતી. પરંતુ ટીમ પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં અસફળ રહી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news