IND v SL: સદી ફટકારતાની સાથે જ 60 પર પહોંચી બેટિંગ એવરેજ!
shubman gill century: શ્રીલંકા સામે ત્રીજી વન-ડે મેચમાં શુભમન ગિલે શાનદાર 116 રનની ઈનિંગ્સ રમી. શુભમન ગિલની આ વન-ડે કારકિર્દીની બીજી સદી હતી. શુભમન ગિલે ગયા વર્ષે ઝિમ્બાબ્વે સામે હરારેના મેદાન પર સદી ફટકારી હતી. ગિલ સિવાય વિરાટ કોહલીએ પણ આ મેચમાં સદી ફટકારી હતી.
Trending Photos
india vs sri lanka 3rd odi: ભારત અને શ્રીલંકાની વચ્ચે ત્રીજી વન-ડે મેચ તિરુવનંતપુરમના ગ્રીન ફીલ્ડ સ્ટેડિયમમાં આયોજિત થઈ. આ મેચમાં ઓપનર બેટ્સમેન શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી. શુભમન ગિલે 97 બોલમાં 116 રનની કમાલની ઈનિંગ્સ રમી. આ મેચમાં ગિલના બેટમાંથી 14 ચોક્કા અને 2 સિક્સર નીકળી. શુભમન ગિલની આ વન-ડે કારકિર્દીની બીજી સદી હતી. શુભમન ગિલે ગયા વર્ષે ઝિમ્બાબ્વે સામે હરારેના મેદાન પર સદી ફટકારી હતી. ગિલ સિવાય વિરાટ કોહલીએ પણ આ મેચમાં સદી ફટકારી હતી.
આ પણ વાંચો: Traffic Challan:ખિસ્સામાં લઇને ફરજો 2000 રૂપિયા! જાણી લો ટ્રાફિકના નવા નિયમો
આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: 'એન્ટીલિયા' છોડો, અનિલ અંબાણી 'મહેલ' જેવું મકાન જોશો તો જોતા રહી જશો!
ટીમ ઈન્ડિયાનું નવું રન મશીન:
શુભમન ગિલ જે પ્રમાણે બેટિંગ કરી રહ્યો છે તેને વન-ડે ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનું નવું રન મશીન કહી શકાય. ગિલે અત્યાર સુધી 18 ઈનિંગ્સમાં 59.60ની એવરેજથી 894 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 2 સદી અને 5 અર્ધસદી નીકળી છે. એટલે કે 18 ઈનિંગ્સમાં ગિલે 7 વખત 50 રનનો આંકડો પાર કરી દીધો છે.
આ પણ વાંચો: રાત્રે મોજા પહેરીને સુવું યોગ્ય છે કે નહીં? જાણો તેના ફાયદા અને નુકસાન
આ પણ વાંચો: દેશની આ 3 બેંકો પર ભરોસો કરો ક્યારેય નહીં ડૂબે રૂપિયા, RBIએ આપી ગેરંટી
આ પણ વાંચો: BSNL ના આ પ્લાન આગળ Vi, Airtel, Jio ના બધા જ પ્લાન ફેલ, જાણો ખાસિયતો
શુભમન ગિલની 50+ ઈનિંગ્સ:
1. શ્રીલંકા સામે 116 રન
2. ઝિમ્બાબ્વે સામે 130 રન
3. વેસ્ટ ઈન્ડિઝ સામે 98 રન
4. ઝિમ્બાબ્વે સામે 82 રન
5. શ્રીલંકા સામે 70 રન
6. વેસ્ટ ઈન્ડિઝ સામે 64 રન
7. ન્યૂઝીલેન્ડ સામે 50 રન
વિરાટ કોહલી સાથે મોટી પાર્ટનરશીપ કરી:
શુભમન ગિલે પહેલા રોહિત શર્માની સાથે મળીને પહેલી વિકેટ માટે 95 રનની ભાગીદારી કરી. ત્યારબાદ કોહલી સાથે મળીને 131 રનની પાર્ટનરશીપ કરી. ગિલે કોહલીની સાથે પાર્ટનરશીપ દરમિયાન 89 બોલમાં 11 ચોક્કા અને 2 સિક્સની મદદથી સદી પૂરી કરી હતી.
આ પણ વાંચો: ખેતી કરીને કરોડપતિ બનવાનો આ છે કારગર ઉપાય, સ્વાદ અને સુગંધની દુનિયા છે દિવાની
આ પણ વાંચો: નાની બચત મોટું વળતર, દરરોજ ફક્ત 58 રૂપિયામાં મેળવો 8 લાખ રૂપિયા
આ પણ વાંચો: પ્રિયતમા સાથે જાવ કે પરિવાર સાથે...પણ જવાનું ચૂકતા નહી, ગજબના છે આ પિકનિક સ્પોટ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે