Mohammad Shami ની પત્નીએ Hardik Pandya નો ફોટો શેર કરીને લખ્યું વિચિત્ર કેપ્શન

હાર્દિક પંડ્યાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને મહોમ્મદ સામીની પત્ની હસીન જહાંએ એવું કેપ્શન લખ્યું કે ચર્ચાનો વિષય બની ગયો.

Mohammad Shami ની પત્નીએ Hardik Pandya નો ફોટો શેર કરીને લખ્યું વિચિત્ર કેપ્શન

નવી દિલ્હીઃ ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં હંમેશા વિવાદોમાં રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર કાંઈક એવું શેર કરી દે છે જેનાથી બબાલ થઈ જાય છે. આ વખતે હાર્દિક પંડ્યાની એક તસવીર શેર કરી છે જેનાથી વિવાદ થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપની પહેલી જ મેચમાં પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવી દીધું હતું. આ મુકાબલામાં મળેલી જીત બાદ ભારતીય ક્રિકેટના ચાહકોને ફરી એકવાર જશ્ન મનાવવાનો મોકો મળી ગયો. જેમાં એક નામ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્નીનું પણ હતું. આ જીતની ખુશી મનાવતા તેમણે એક પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી. પરંતુ આ પોસ્ટે એક મોટો વિવાદ ઉભો કર્યો છે.

શમીને કર્યો ટાર્ગેટ-
પાકિસ્તાનની સામે મળેલી જીત બાદ શમીની પત્નીએ હાર્દિક પંડ્યાનો એક ફોટો શેર કરતા ટીમ ઈન્ડિયાને વધામણી આપી. પરંતુ આ ફોટોના કેપ્શનમાં હસીને એક એવી વાત લખી જેનાથી બબાલ થઈ ગઈ છે. હસીને લખ્યું છે કે, વધામણી, એક યાદગાર જીત, દેશને જીતાડવા માટે આપણા ટાઈગર્સનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ તો થવાનું જ હતું, દેશનો રુઆબ, દેશની ગરિમા,ઈમાનદારો, દેશભક્તોથી બચાવે છે, ક્રિમિનલ ઔરતબાજોથી નહીં. આ પોસ્ટના કેપ્શનથી લોકો અંદાજ લગાવી રહ્યા છે કે, હસીન જહાંએ મોહમ્મદ શમીને ટાર્ગેટ કર્યો છે.

 

ચાહકોએ સંભળાવ્યું-
હસીન જહાંની આ પોસ્ટ બાદ મોહમ્મદ શમીના ચાહકો નારાજ થઈ ગયા છે. શમીના ફેન્સ હસીન જહાંને ખરીખોટી સંભળાવી રહ્યા છે. અનેક લોકો કહી રહ્યા છે કે, શમીએ દેશનું નામ રોશન કર્યું છે. તો કેટલાક લોકો હસીન મામલે ભદ્દી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. હસીનના પોસ્ટ વિવાદિત જ હોય છે અને તે શમીના ચાહકોના નિશાને હોય છે.

હજી નથી થયા છૂટાછેડા-
મોહમ્મદ શમી સાથેના વિવાદના કારણે હસીન જહાં લાંબ સમયથી દીકરી સાથે અલગ રહે છે. આ બંને વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જણાવી દઈએ કે બંનેના છૂટાછેડા હજી નથી થયા. 2018માં મોહમ્મદ શમી પર હસીન જહાંએ મારપીટ, રેપ, હત્યાના પ્રયાસ અને ઘરેલૂ હિંસાનો કેસ કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news