T20 World Cup 2022: શોએબ અખ્તરે ટીમ ઈન્ડિયાને આપી 'ધમકી', શું કહ્યું તે જાણવા માટે જુઓ Video

T20 World Cup 2022: ટી20 વર્લ્ડ કપ 2022માં અચાનક પાકિસ્તાનને જીવનદાન મળી જતા પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર જો જાણે હોશ જ ગુમાવી બેઠા અને ટીમ ઈન્ડિયાને મોટી ધમકી આપી દીધી. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે વીડિયો બહાર પાડીને ભારતીય ક્રિકેટ ટીમ પર એક નિવેદન આપ્યું જે હાલ ખળભળાટ મચાવી રહ્યું છે. 

T20 World Cup 2022: શોએબ અખ્તરે ટીમ ઈન્ડિયાને આપી 'ધમકી', શું કહ્યું તે જાણવા માટે જુઓ Video

T20 World Cup 2022: ટી20 વર્લ્ડ કપ 2022માં રવિવારનો દિવસ પાકિસ્તાન માટે ભાગ્ય ચમકાવનારો બની રહ્યો. નેધરલેન્ડ્સ જેવી નબળી ટીમે ટેબલ ટોપર દક્ષિણ આફ્રિકાને હરાવીને અપસેટ સર્જી નાખતા દ.આફ્રિકા જેવી ધૂરંધર ટીમ સેમી ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ. દ.આફ્રિકા બહાર થઈ જતા પાકિસ્તાન માટે રસ્તો ચોખ્ખો થઈ ગયો અને તેણે બાંગ્લાદેશને પોતાની છેલ્લી ગ્રુપ મેચમાં હરાવીને સેમીફાઈનલમાં એન્ટ્રી કરી લીધી. 

ટીમ ઈન્ડિયાને શોએબની ધમકી
ટી20 વર્લ્ડ કપ 2022માં અચાનક પાકિસ્તાનને જીવનદાન મળી જતા પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર જો જાણે હોશ જ ગુમાવી બેઠા અને ટીમ ઈન્ડિયાને મોટી ધમકી આપી દીધી. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે વીડિયો બહાર પાડીને ભારતીય ક્રિકેટ ટીમ પર એક નિવેદન આપ્યું જે હાલ ખળભળાટ મચાવી રહ્યું છે. 

— Shoaib Akhtar (@shoaib100mph) November 6, 2022

વીડિયો બહાર પાડીને જાણો શું કહ્યું
શોએબ એખ્તરે રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયાને ધમકી આપતા કહ્યું કે હજુ તો આપણે એકબીજાને મળવાનું છે. શોએખબ અખ્તરના ઈશારા મુજબ ભારત અને પાકિસ્તાનની ટીમો ટી20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલમાં પાછી ટકરાશે. શોએબ અખ્તરે ટીમ ઈન્ડિયાને ધમકાવતા કહ્યું કે 'હાંજી તમે કહેતા હતા કે અમે બહાર થઈ ગયા, હવે તમે અટકી જાઓ. હજુ અમે તમને ફરીથી મળીશું.'

આ Video પણ ખાસ જુઓ...

અખ્તરે કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં પહોંચશે તો સારું છે. જો ભારત અને પાકિસ્તાન સેમીફાઈનલમાં હારીને બહાર થશે તો ખોટું થઈ જશે. શોએબ અખ્તરે કહ્યું કે આ વર્લ્ડ કપમાં લગભગ તમામ ટીમોએ ખુબ ખરાબ ખેલનું પ્રદર્શન કર્યું છે. ઓસ્ટ્રેલિયા બહાર થઈ ગયું, ઈંગ્લેન્ડની ટીમ પણ સારું ક્રિકેટ રમી નથી અને પાકિસ્તાન પણ સારું રમ્યું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news