T20 World Cup પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, આ ખેલાડી પર બહાર થવાનો ખતરો!
17 ઓક્ટોબરથી યૂએઈમાં આઈસીસી ટી20 વિશ્વકપનો પ્રારંભ થવાનો છે. ભારતીય ટીમ વિરાટ કોહલીની આગેવાનીમાં વિશ્વકપ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. પરંતુ વિશ્વકપ શરૂ થતાં પહેલા ટીમ ઈન્ડિયાની ચિંતા વધી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટી20 વિશ્વકપ 2021 શરૂ થવામાં હવે માત્ર થોડો સમય બાકી છે. આઈસીસીની આ મેગા ઈવેન્ટનો પ્રારંભ 17 ઓક્ટોબરથી UAE ની ધરતી પર થવાનો છે. ટી20 વિશ્વકપ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર છે કે તેનો સૌથી મોટો મેચ વિનર ન તો ફિટ છે અને ન ફોર્મમાં છે. ટીમ ઈન્ડિયા માટે આ મોટો ઝટકો સાબિત થઈ શકે છે. કારણ કે તે ટીમનો નંબર વન ઓલરાઉન્ડર છે. આ ખેલાડીની ફિટનેસે ટી20 વિશ્વકપ પહેલા ટીમ ઈન્ડિયાની ચિંતા વધારી દીધી છે.
T20 વિશ્વકપમાં ભારતને લાગશે ઝટકો
ટી20 વિશ્વકપમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયા માટે મેચ વિનર સાબિત થઈ શકે છે. ટી20 વિશ્વકપ 2021માં પંડ્યા પાસે ટીમને વધુ આશા છે. જ્યારે પણ ટીમ આવી કોઈ મોટી ટૂર્નામેન્ટ જીતવા ઈચ્છે તો ઓલરાઉન્ડર ખેલાડીની ભૂમિકા મહત્વની હોય છે. કોરોના બાદ યૂએઈમાં શરૂ થયેલી આઈપીએલમાં હાર્દિક પંડ્યા મુંબઈ માટે પ્રથમ બે મેચ રમ્યો નહીં. આરસીબી સામે રવિવારે રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યાને તક મળી, પરંતુ તેણે બોલિંગ કરી નહીં અને બેટિંગમાં માત્ર ત્રણ રન બનાવી આઉટ થઈ ગયો હતો.
ટી20 વિશ્વકપમાં રમવા પર સસ્પેન્સ
હજુ તે નક્કી નથી કે હાર્દિક પંડ્યા IPL 2021 એ બાકી મુકાબલામાં બોલિંગ કરવા માટે ફિટ થશે કે નહીં. મહત્વનું છે કે હાર્દિક પંડ્યા લાંબા સમયથી બોલિંગ કરી રહ્યો નથી. હાર્દિક પંડ્યાને પીઠની ઈજા થઈ હતી. પરંતુ હજુ તે મેદાન પર પોતાની ફિટનેસ સાબિત કરી શક્યો નથી. હાર્દિકે છેલ્લા એક વર્ષમાં ક્યારેક બોલિંગ કરી છે. તેની ખરાબ ફિટનેસ છતાં તેને ટી20 વિશ્વકપની ટીમમાં તક આપવામાં આવી છે. ટીમ હાર્દિક પર વધુ વિશ્વાસ રાખી રહી છે.
આ પણ વાંચોઃ વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, T20 ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો
મેચનું પરિણામ બદલવાની ક્ષમતા
હાર્દિક પંડ્યા એક ઓલરાઉન્ડર છે. તે બેટિંગમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે, કારણ કે જ્યારે ટીમને ઝડપી રનની જરૂર હોય છે તો હાર્દિક આ કામ કરી શકે છે. તો તે બોલિંગમાં પણ ટીમને ઉપયોગી સાબિત થઈ શકે છે.
હાર્દિક પંડ્યાની જગ્યા લેવા માટે આ ખેલાડી તૈયાર
હાર્દિક પંડ્યાના અનફિટ થવાથી શાર્દુલ ઠાકુરને ફાયદો થઈ શકે છે. શાર્દુલ ઠાકુર શાનદાર ફોર્મમાં છે અને તે એક મજબૂત ઓલરાઉન્ડર બની રહ્યો છે. શાર્દુલને વિશ્વકપની ટીમમાં રિઝર્વ ખેલાડીમાં સામેલ કરવામાં આવ્યો છે. જો હાર્દિક પંડ્યા બહાર થાય તો શાર્દુલ ઠાકુરને તક મળી શકે છે. શાર્દુલે હાલમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં પણ સારૂ પ્રદર્શન કર્યું હતું.
ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.
સ્ટેન્ડબાયઃ શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર અને દીપક ચાહર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે