કમોસમી વાતાવરણ વચ્ચે માર્કેટ યાર્ડ એલર્ટ! રાજકોટ યાર્ડમાં ટોકન આધારે જ જણસીની આવક

રાજકોટ માર્કેટયાર્ડ દ્વારા જે જણસીઓની સીઝન ચાલે છે તેવી જણસીઓ જેવી કે, ઘઉં, ચણા, ધાણા અને મરચાં ની આવક રાજકોટ માર્કેટયાર્ડ ની એપ્લીકેશન મારફત રજીસ્ટ્રેશન(નોધણી) કરનાર ખેડૂતોને ક્રમ વાર ટોકન ફાળવી તેવા ખેડૂતોની આવક મંગાવી હરરાજી નુ કામકાજ ચાલુ રખાવ્યું હતું.

  • સૌરાષ્ટ્રના વિવિધ પંથકોમાં વાદળછાયું વાતાવરણ
  • રાજકોટ માર્કેટયાર્ડની એપ્લીકેશન મારફત નોંધણી
  • રજીસ્ટ્રેશન કરનાર ખેડૂતોને ક્રમ વાર ટોકન ફાળવણી

Trending Photos

કમોસમી વાતાવરણ વચ્ચે માર્કેટ યાર્ડ એલર્ટ! રાજકોટ યાર્ડમાં ટોકન આધારે જ જણસીની આવક

ગૌરવ દવે/રાજકોટ : હવામાન વિભાગના કમોસમી વરસાદની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી ચુક્યો છે અને હજુ એની અસર ચાલુ છે. સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતના વિસ્તારોમાં ખેતરોમાં ઉભા પાકને અને તૈયાર માલને ઘણું નુકશાન થયું છે. ત્રણ દિવસ અગાઉ પણ જ્યારે કમોસમી વરસાદ પડ્યો ત્યારે સૌરાષ્ટ્ર ઉપર વધુ અસર થઈ હતી. ખેડૂતો પાસે જ્યારે પોતાની જણસીઓ તૈયાર હોઈ ત્યારે પડતા આવા કમોસમી  વરસાદ સૌથી વધુ નુકશાન પહોચાડતા હોઈ છે.

ઉપરોક્ત કપરી પરીસ્થિતિમાં માર્કેટયાર્ડની ભૂમિકા ખુબ મહત્વની બની જાય છે. રાજકોટ માર્કેટયાર્ડ દ્વારા કમોસમી વરસાદની પરીસ્થીતીમાં સંપૂર્ણ આવક બંધ કરવાના બદલે જરૂરિયાત મુજબ ખેડૂતોનો માલ મંગાવી હરાજીનું કામકાજ ચાલુ રાખવામાં આવ્યું હતું. રાજકોટ માર્કેટયાર્ડ દ્વારા જે જણસીઓની સીઝન ચાલે છે તેવી જણસીઓ જેવી કે, ઘઉં, ચણા, ધાણા અને મરચાં ની આવક રાજકોટ માર્કેટયાર્ડ ની એપ્લીકેશન મારફત રજીસ્ટ્રેશન(નોધણી) કરનાર ખેડૂતોને ક્રમ વાર ટોકન ફાળવી તેવા ખેડૂતોની આવક મંગાવી હરરાજી નુ કામકાજ ચાલુ રખાવ્યું હતું.

ઉપરોક્ત સમગ્રકામગીરીનું સંચાલન રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા તથા તમામ ડીરેક્ટરઓની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. આ તમામ કામગીરીમાં માર્કેટયાર્ડના કર્મચારીઓ, વેપારીઓ કમીશન એજન્ટો ના સહયોગ ને લીધે શક્ય બન્યી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news