Team India: ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ એક્શનમાં BCCI, હવે ટી20 ટીમને મળશે નવા 'BOSS'

Indian Cricket Team: ભારતીય ક્રિકેટ બોર્ડે ટી20 ટીમમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે. નવા સેટ-અપની જાહેરાત જાન્યુઆરીમાં થઈ શકે છે. 

Team India: ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ એક્શનમાં BCCI, હવે ટી20 ટીમને મળશે નવા 'BOSS'

નવી દિલ્હીઃ Team India New T20 Coach: ટી20 વિશ્વકપ 2022 બાદ સીનિયર ટીમ ઈન્ડિયા પ્રથમવાર એક્શનમાં આવી ગઈ છે. બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ વનડેમાં ટીમના સીનિયર ખેલાડીઓ મેદાન પર ઉતર્યા હતા. તો કોચ રાહુલ દ્રવિડ પણ આ સિરીઝથી ટીમ સાથે ફરી જોડાયા છે. પરંતુ પ્રથમ વનડેમાં ભારતે બાંગ્લાદેશ સામે 1 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ વચ્ચે ટીમ ઈન્ડિયાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈ જલદી ટીમમાં મોટો ફેરફાર કરવાની છે. 

ટી20 ટીમને મળશે નવા 'BOSS'
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)  ટી20 સેટઅપ માટે અલગ કોચની નિમણૂંક કરવાનું વિચારી રહ્યું છે. એટલે કે રાહુલ દ્રવિડને ટી20 કોચિંગની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવી શકે છે. બોર્ડના સૂત્ર પ્રમામે ભારતીય ટી20 ટીમ માટે નવા  કોચિંગ સેટ-અપની જાહેરાત જાન્યુઆરીમાં થઈ શકે છે. તો ટીમ ઈન્ડિયાએ જાન્યુઆરીમાં શ્રીલંકા વિરુદ્ધ ટી20 સિરીઝ રમવાની છે. બીસીસીઆઈના એક અધિકારીએ ઇનસાઇડસ્પોર્ટ્સ સમક્ષ પુષ્ટિ કરી છે કે બોર્ડ ટી20 ટીમ માટે નવા કોચની નિમણૂંક પર વિચાર કરી રહ્યું છે. 

બીસીસીઆઈ અધિકારીએ આપી મોટી જાણકારી
બીસીસીઆઈના એક અધિકારીએ ઇનસાઇડસ્પોર્ટ્સને કહ્યું- અમે તેના પર ગંભીરતાથી વિચાર કરી રહ્યાં છીએ. રાહુલ દ્રવિડ કે કોઈની ક્ષમતા વિશે નહીં પરંતુ ટાઇટ કાર્યક્રમને મેનેજ કરવા અને સ્પેશિયલ સ્કિલ્સને સામે લાવવામાં આવે. ટી20 એક અલગ રમત, મુશ્કેલ કેલેન્ડર અને નિયમિત આયોજનોની જેમ છે. અમારે પણ તેમાં ફેરફાર કરવાની જરૂરી છે. હું પુષ્ટિ કરુ છું કે ભારતમાં જલદી નવું ટી20 કોચિંગ સેટઅપ હશે. 

કોણ લેશે રાહુલ દ્રવિડની જગ્યા? 
ટીમ ઈન્ડિયાના નવા ટી20 કોચ પર વાત કરતા બીસીસીઆઈ અધિકારીએ કહ્યું- હજુ સુધી કંઈ નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ એટલું નક્કી છે કે ભારતને ટી20 સેટઅપ માટે નવા દ્રષ્ટિકોણની જરૂર છે. અમે જાન્યુઆરી પહેલા નવા કેપ્ટનની જાહેરાત કરીશું અને નવા કોચ આવી શકે છે. પરંતુ હજુ કંઈ અંતિમ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news