રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબાને જન્મદિવસે આપી સૌથી મોટી ભેટ! હવે નવી પીચ પર રમશે

Ravindra Jadeja Joins BJP : T20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મોટો નિર્ણય લીધો છે, જાડેજાએ T20 વર્લ્ડ કપ 2024 બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે જાડેજા પત્ની રીવાબા સાથે નવી રાજકીય ઈનિંગની શરૂઆત કરશે

રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબાને જન્મદિવસે આપી સૌથી મોટી ભેટ! હવે નવી પીચ પર રમશે

Cricketer Ravindra Jadeja became a member of BJP : ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હવે તેણે રાજકારણમાં એન્ટ્રી કરી છે. રવિન્દ્ર જાડેજા હવે ભારતીય જનતા પાર્ટી (BJP) ના સભ્ય બન્યા છે. જાડેજાના પત્ની રીવાબાએ આ અંગે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી છે. ત્યારથી રવિન્દ્ર જાડેજા ચર્ચામાં આવ્યા છે. 

પત્ની સાથે જાડેજા પણ પોલિટિક્સમાં
ભારતીય ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રાજનીતિમાં ડગ માંડ્યા છે. સ્ટાર ક્રિકેટરની પત્ની રીવાબા જાડેજા પહેલાથી જ જામનગરના ધારાસભ્ય છે. હાલમાં જ રીવાબાએ પતિ રવિન્દ્ર જાડેજાના ભાજપમાં જોડાવાના ખબર આપવાથી સૌને ચોંકાવી દીધા છે. જોકે, ક્રિકેટર્સનું રાજકારણમાં જોડાવુ કોઈ નવી બાબત નથી. આ પહેલા પણ અનેક ક્રિકેટર્સ રાજકીય પીચ પર રમી ચૂક્યા છે. ત્યારે રવીન્દ્ર જાડેજા સત્તાવાર રીતે ભાજપના સદસ્ય બની ચૂક્યા છે. હાલ ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, તેમાં સ્ટાર ક્રિકેટરની પાર્ટીમાં એન્ટ્રી થઈ છે. 

 

— Rivaba Ravindrasinh Jadeja (@Rivaba4BJP) September 2, 2024

 

જાડેજાએ પત્ની માટે કર્યો હતો પ્રચાર
રવિન્દ્ર જાડેજાનુ ભાજપમાં સામેલ થવું લોકોને ચોંકાવી નથી રહ્યું. કારણ કે, તેઓ ગત વિધાનસભાની ચૂંટણીમાં પત્ની માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા. તેઓ ચૂંટણી દરમિયાન ભાજપ માટે સક્રિય રીતે પ્રચાર કરી રહ્યા હતા, અને અનેક રોડ શોમાં ભાગ લીધો હતો. રીવાબા જામનગર ઉત્તર બેઠકથી ધારાસભ્ય છે. હવે રવિન્દ્ર જાડેજાના ભાજપમાં સામેલ થવાથી તેમની રાજકીય ભાગીદારી વધુ મજબૂત બનાવશે. જાડેજાની પત્ની રિવાબાએ 2019માં ભાજપ જોઈન કરી હતી. ત્યાર બાદ પાર્ટીએ તેમને 2022માં જામનગર વિધાનસભા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા હતા. 

Ravindra Jadeja and Rivaba Jadeja
 
આ ખેલાડીઓ પણ રાજકારણમાં ગયા 
ભારતીય ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓએ ક્રિકેટને અલવિદા કહ્યાં બાદ અલગ અલગ ફીલ્ડમાં હાથ અજમાવી રહ્યા છે. જેમાંથી કેટલાક રાજકારણમાં ઘણા સફળ પણ થયા છે. જેમાં હરભજન સિંહ, ભારતીય ટીમના વર્તમાન કોચ ગૌતમ ગંભીર, મોહમ્મદ કૈફ, પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીન, નવજોત સિંધુ પણ ક્રિકેટરમાંથી રાજકારણી બન્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news