2018મા ICC ટેસ્ટ રેન્કિંગમાં આવી રહી ટીમ ઈન્ડિયાની સફર, ન્યૂઝીલેન્ડ બેસ્ટ ટીમ

ટીમ ઈન્ડિયાએ 2018નો અંત આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પોતાના શીર્ષ સ્થાનને મજબૂત કરવા સાથે કર્યો છે. ન્યૂઝીલેન્ડની ટીમે આ વર્ષે સૌથી વધુ 4 ટેસ્ટ સિરીઝ જીતી છે. 

2018મા ICC ટેસ્ટ રેન્કિંગમાં આવી રહી ટીમ ઈન્ડિયાની સફર, ન્યૂઝીલેન્ડ બેસ્ટ ટીમ

દુબઈઃ ટીમ ઈન્ડિયાએ આઈસીસીના તાજા ટેસ્ટ ટીમ રેન્કિંગમાં પોતાનું નંબર-1નું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે. તો ન્યૂઝીલેન્ડ સતત ચોથી સિરીઝ જીતીને દક્ષિણ આફ્રિકાને પછાડી ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. ભારતે ઓસ્ટ્રેલિયાને મેલબોર્નમાં ત્રીજી ટેસ્ટ મેચમાં 137 રનથી વિજય મેળવીને ચાર મેચોની સિરીઝમાં 2-1થી લીડ મેળવી લીધી છે. તેનો ટીમ ઈન્ડિયાને ફાયદો થયો છે. 

આવી રહી ટીમ ઈન્ડિયાના વર્ષની શરૂઆત
ટીમ ઈન્ડિયાએ આ વર્ષે બે ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરી છે. હાલમાં તે આઈસીસીના તાજા ટેસ્ટ રેન્કિંગમાં 116 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે તો બીજા સ્થાને રહેલી ઈંગ્લેન્ડ ટીમ (108) કરતા 8 પોઈન્ટ આગળ છે. ઉલ્લેખનીય છે કે, ટીમ આ વર્ષેની શરૂઆતમાં 124 પોઈન્ટ સાથે ટોંચ પર હતી. આ વર્ષે તેની શરૂઆત વિદેશી પ્રવાસ એટલે કે આફ્રિકાના પ્રવાસથી થવાની હતી. વિરાટની આગેવાનીમાં ટીમ ઈન્ડિયામાં ત્યાં 2-1થી હારી હતી. તેમ છતાં તે પોતાનું નંબર-1નું સ્થાન બચાવવામાં સફળ રહી હતી. તેને ત્રણ પોઈન્ટનું નુકસાન થયું અને તેના રેટિંગ પોઈન્ટ 121 થઈ ગયા હતા. 

ઈંગ્લેન્ડમાં પરાજય બાદ પણ ન ગુમાવ્યું નં-1નું સ્થાન
ત્યારબાદ ટીમ ઈન્ડિયા જૂનમાં રહાણેની આગેવાનીમાં અફગાનિસ્તાન વિરુદ્ધ એક માત્ર ટેસ્ટ જીતીને પોતાની રેન્કિંગ 125 પોઈન્ટ સાથે મજબૂત કરી લીધી હતી. પરંતુ ત્યારબાદ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ 4-1થી હાર્યા બાદ તેના રેટિંગ પોઈન્ટમાં ઘટીને 115 થઈ ગયા હતા. ત્યારબાદ પણ ટીમ ઈન્ડિયા પ્રથમ સ્થાને યથાવત રહી હતી. ત્યારબાદ આઠમાં સ્થાને રહેલી વિન્ડીઝ ટીમ સામે ટેસ્ટ સિરીઝ જીતી અને ટીમને માત્ર એક પોઈન્ટનો ફાયદો થયો હતો. ટીમના 116 પોઈન્ટ થઈ ગયા અને ટોપ સ્થાનમાં કોઈ ફેર ન પડ્યો. 

ન્યૂઝીલેન્ડ કર્યું આ વર્ષે શાનદાર પ્રદર્શન
ન્યૂઝીલેન્ડે ક્રાઇસ્ટચર્ચમાં શ્રીલંકા વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં 423 રનના વિશાળ અંતરથી જીતી લીધી હતી. તેનાથી વર્ષના અંતમાં તેના પોઈન્ટની સંખ્યા 107 પર પહોંચી ગઈ છે. ન્યૂઝીલેન્ડ હવે ભારત અને ઈંગ્લેન્ડ બાદ ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. જ્યારે આફ્રિકા (106) ચોથા સ્થાને છે. ન્યૂઝીલેન્ડ જો બંન્ને ટેસ્ટ મેચ જીત્યુ હોત તો તેના 109 પોઈન્ટ થાત અને બે બીજા સ્થાને પહોંચી ગયું હોત. 

દક્ષિણ આફ્રિકાની પાસે હજુ બીજા સ્થાને પહોંચવાની તક છે પરંતુ તે માટે તેણે પાકિસ્તાનને ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝમાં 3-0થી પરાજય આપવો પડશે. જેથી તેના 110 પોઈન્ટ થઈ જશે. દક્ષિણ આફ્રિકા શ્રેણીનો પ્રથમ ટેસ્ટ મેચ જીતીને 1-0થી આગળ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news