દુબઈમાં યોજાઇ આઈપીએલ, UAE ક્રિકેટ બોર્ડે BCCIને આપી ઓફર


યૂએઈ ક્રિકેટ બોર્ડ  (UAE Cricket Board)એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ  (BCCI)ને ઓફર આપી છે કે તે આઈપીએલ 2020નું આયોજન તેને ત્યાં કરી લે. અટકળો લવાવવામાં આવી રહી છે કે જો આ વર્ષે ટી20 વિશ્વકપ સ્થગિત થાય તો બીસીસીઆઈ આ ખાલી વિન્ડોમાં આઈપીએલનું આયોજન કરવા ઈચ્છશે. 
 

દુબઈમાં યોજાઇ આઈપીએલ, UAE ક્રિકેટ બોર્ડે  BCCIને આપી ઓફર

નવી દિલ્હીઃ આઈપીએલ (IPL)ની 13મી સીઝન આ વર્ષે રમાશે કે નહીં. તેની શંકા હજુ પૂરી થઈ નથી પરંતુ અમીરાત ક્રિકેટ બોર્ડ  (ECB)એ બીસીસીઆઈ  (BCCI)ની સામે તે ઓફર રજૂ કરી છે કે  તે આ વખતે પોતાની લીગનું આયોજન તેને ત્યાં કરી શકે છે. આઈપીએલનું આયોજન આ વખતે 29 માર્ચથી શરૂ થવાની હતી પરંતુ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ  (Coronavirus)ને કારણે તેને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દીધી હતી. 

હવે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બીસીસીઆઈ ટી20 વિશ્વકપ (T20 World Cup)ને સ્થગિત થવા પર ઓક્ટોબર-નવેમ્બરની ખાલી વિન્ડોને પોતાની આ લીગનું આયોજન કરવા ઈચ્છે છે. કોવિડ-19ને કારણે આ વખતે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વિશ્વકપ હવે ખતરામાં દેખાઈ રહ્યો છે.

ગલ્ફ ન્યૂઝના એક રિપોર્ટ પ્રમાણે, યૂએઈ ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈને ઓફર આપી છે કે તે ઈચ્છે તો આઈપીએલનું આયોજન અહીં કરી શકે છે. 

યૂએઈ ક્રિકેટ બોર્ડના મહાસચિવ મુબાશશિર ઉસ્માનીએ એક સ્થાનીક અખબારને કહ્યુ, ભૂતકાળમાં અમીરાત ક્રિકેટ બોર્ડે આઈપીએલનું યૂએઈમાં સફળ આયોજન કર્યું છે. અમારી પાસે ઘણી દ્વિપક્ષીય સિરીઝને તટસ્થ સ્થાન પર સફળ આયોજીત કરવાનો અનુભવ છે. તેથી આઈપીએલને એકવાર અહીં આયોજીત કરવામાં કોઈ મુશ્કેલી થશે નહીં. 

વંશીય સમાનતા માટે સંઘર્ષ- 100 મિલિયન ડોલર દાન આપશે માઇકલ જોર્ડન

તેમણે કહ્યું, આ લીગના સફળ આયોજન માટે અમારી પાસે જે ઉપલબ્ધ સ્થાન અને સુવિધાઓ છે તે ઉચ્ચ શ્રેણીની છે અને તેથી અમે આ લીગની યજમાની માટે તૈયાર છીએ. 

ઉસ્માનીએ જણાવ્યુ કે, અમીરાત ક્રિકેટ બોર્ડે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે પણ તેની ઇંગ્લિશ સીઝનની બાકી બચેલી સીઝનને અહીં પૂરી કરવાની ઓફર કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news