Vinesh Phogat Gold Medal: વિનેશ ફોગાટે વર્લ્ડ ચેમ્પિયનને હરાવી યૂક્રેનમાં જીત્યો ગોલ્ડ મેડલ

Vinesh Phogat Beats V Kaladzinskay: ભારતીય રેસલર વિનેશ ફોગાટે 'યૂક્રેનિયન રેસલર્સ તથા કોચેજ મેમોરિયલ ટૂર્નામેન્ટ'થી કુશ્તીમાં વાપસી કરતા રવિવારે અહીં 2017ની વિશ્વ ચેમ્પિયન વી કાલાદજિંસ્કીને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.
 

Vinesh Phogat Gold Medal: વિનેશ ફોગાટે વર્લ્ડ ચેમ્પિયનને હરાવી યૂક્રેનમાં જીત્યો ગોલ્ડ મેડલ

કીવ (યૂક્રેન): ભારતની રેસલર વિનેશ ફોગાટ (Vinesh Phogat) એ કોરોના વાયરસ મહામારીને કારણે લાંબા સમય સુધી રમતની દૂર રહ્યા બાદ અહીં 'યૂક્રેનિયન રેસલર્સ તથા કોચેજ મેમોરિયલ ટૂર્નામેન્ટ'થી કુશ્તીમાં વાપસી કરતા રવિવારે અહીં 2017ની વિશ્વ ચેમ્પિયન વી કાલાદજિંસ્કીને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. વિશ્વ રેન્કિંગમં ત્રીજા સ્થાને રહેલ ભારતીય મહિલા રેસલરે સાતમાં સ્થાને રહેલી બેલારૂસની ખેલાડીએ આકરી ટક્કર આપી પરંતુ 10-8ની લીડ મેળવ્યા બાદ તેણે વિરોધી રેસલરને ચિત કરી મુકાબલો જીતી લીધો હતો. 

વિનેશે મુકાબલાની શરૂઆતમાં ડાબા પગથી કરેલા હુમલાના દમ પર 4-0ની લીડ હાસિલ કરી લીધી પરંતુ કિલાદજિંસ્કીએ શાનદાર ચાલ ચાલી સ્કોર 4-4 કરી લીધો. બ્રિકથી 10 સેકેન્ડ પહેલા વિનેશે વધુ બે પોઈન્ટ લઈ સ્કોર 6-4 કરી લીડ હાસિલ કરી લીધી હતી. 

બ્રેક બાદ બેલારૂસની ખેલાડીએ વિનેશ પર દબાવ બનાવ્યા બાદ વધુ ચાર પોઈન્ટ મેળવી લીડ બનાવી પરંતુ ભારતીય રેસલરે વાપસી કરી ચાર પોઈન્ટના દાવ સાથે સ્કોર 10-8 કરી લીધો હતો. ત્યારબાદ વિનેશે શાનદાર જીત મેળવી ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો. 

પાછલા વર્ષે કોરોના વાયરસ મહામારીને કારણે આ રમતમાં પડેલા વિઘ્ન બાદ વિનેશનો પ્રથમ મુકાબલો હતો. તે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરનાર એકમાત્ર ભારતીય મહિલા રેસલર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news