ટીમ ઈન્ડિયા પર ગાવસ્કરનો કટાક્ષ, ઓસિના પ્રવાસમાં 19 ખેલાડી કેમ, 40 મોકલી આપો

પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરનું કહેવું છે કે, ભારતની હાર પર કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીની ભૂમિકાની સમીક્ષા થવી જોઈએ. 
 

 ટીમ ઈન્ડિયા પર ગાવસ્કરનો કટાક્ષ, ઓસિના પ્રવાસમાં 19 ખેલાડી કેમ, 40 મોકલી આપો

પર્થઃ ભારતીય ટીમના પર્થ ટેસ્ટમાં પરાજય બાદ તેના પ્રદર્શન પર સવાલ ઉઠી રહ્યાં છે. પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે કહ્યું કે, જો ભારત, ઓસ્ટ્રેલિયા (India vs Australia) વિરુદ્ધ બાકીના બંન્ને ટેસ્ટ મેચોમાં જીત દાખલ કરવામાં અસફળ રહે તો વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીની કેપ્ટન અને કોચ તરીકે તેની ભૂમિકાની સમીક્ષા કરવી જોઈએ. હાલમાં બંન્ને ટીમો ચાર મેચોની સિરીઝમાં 1-1થી બરોબર છે. 

ભારતે પર્થમાં બીજી ટેસ્ટ મેચમાં 146 રનથી ગુમાવ્યો હતો, જેનાથી ઓસ્ટ્રેલિયા ચાર મેચોની સિરીઝ 1-1થી બરોબર કરવામાં સફળ રહ્યું હતું. આ મેચમાં ચાર નિષ્ણાંત ફાસ્ટ બોલરની સાથે ઉતર્યું, જ્યારે ઓસ્ટ્રેલિયાએ નાથન લાયનને પસંદ કર્યો હતો. લાયન અંતમાં બંન્ને ટીમો વચ્ચે મોટુ અંતર ઉભું થયું હતું. ગાવસ્કર ટીમ મેનેજમેન્ટની પસંદગીને લઈને નારાજ જણાયા હતા. આ માટે તેમણે ભારતીય ટીમ મેનેજમેન્ટની ટીકા કરી હતી. 

પૂર્વ ઓપનર ગાવસ્કરે ટીમમાં વધુ ખેલાડીઓ રાખવા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. ગાવસ્કરે કહ્યું, હું જાણવા ઈચ્છું છું કે કોણે 19 ખેલાડીઓને લઈ જવાની મંજૂરી આપી કારણ કે સવાલ તે થાય કે વધુ 3 નહીં? બીસીસીઆઈ ખુબ પૈસાદાર સંસ્થા છે, તે 40 ખેલાડીઓને પણ મોકલી શકે છે. પરંતુ મને લાગે છે કે, ભારતીય કેપ, ભારતીય બ્લેજરને ખૂબ મહત્વપૂર્ણ છે. અહીં 19 ખેલાડીઓને મોકલીને મને લાગે છે કે, પસંદગી સમિતિ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી રહ્યું નથી. 

પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે કહ્યું, અમે તેને સતત જોઈ રહ્યાં છીએ. દક્ષિણ આફ્રિકાના પ્રવાસથી જ ટીમ પસંદગીને લઈને ભૂલ કરવામાં આવી રહી છે. ટીમે તેની કિંમત ચુકવવી પડી રહી છે, કારણ કે તે મેચ ગુમાવી રહી છે. જો યોગ્ય પસંદગી થાત તો ટીમ આ મેચોને જીતી શકતી હતી. 

ટેસ્ટ ક્રિકેટમાં 10,122 રન બનાવનાર ગાવસ્કરે કહ્યું, તેને (કેપ્ટન અને કોચ) ટીમનું સંયોજન જોવું જોઈએ અને પછી વિચારવું જોઈએ શું ભૂલ થઈ. જો આમ કરશે તો નિશ્ચિત રૂપે આગામી બે મેચ જીતી શકે છે. પરંતુ જો તે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર વિના રમી રહેલી આ ઓસ્ટ્રેલિયન ટીમ વિરુદ્ધ પણ જીત ન મેળવી શકે તો ફરી પસંદગીકારો પર વિચાર કરવાની જરૂર છે, કે શું વર્તમાનમાં કેપ્ટન, કોચ અને સહયોગી સ્ટાફથી કોઈ ફાયદો મળી રહ્યો નથી. 

ગાવસ્કર અનુસાર આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા ઓપનર કેએલ રાહુલને સ્વદેશ મોકલી આપવો જોઈએ, જેથી તે રણજી ટ્રોફી રમે. તેમણે કહ્યું, જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત ન થાય તો તેને (રાહુલ) આગામી બે મેચોમાં રમવાની સંભાવના નથી. મારૂ માનવું છે કે, તેને સ્વદેશ પરત મોકલી દેવો જોઈએ જેથી તે કર્ણાટક માટે રમજી ટ્રોફીમાં રમી શકે. રાહુલ આઉટ ઓફ ફોર્મ નથી, પરંતુ તે કોઈપણ સમયે રમતમાં દેખાતો નથી. તે મને ખોટો સાબિત કરી શકે છે અને જો ભારતીય ટીમને ફાયદો થાય તો મને ખોટો સાબિત કરવામાં ખુશી થશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news