આ નિષ્ફળતા વિરાટ કોહલીને ભારે પડી ગઈ, જેના લીધી વનડે ટીમની કેપ્ટનશીપ હાથમાંથી સરકી ગઈ

ટી20 કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરતા વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2023 સુધી વનડે ટીમનું નેતૃત્વ ચાલુ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ નિષ્ફળતા વિરાટ કોહલીને ભારે પડી ગઈ, જેના લીધી વનડે ટીમની કેપ્ટનશીપ હાથમાંથી સરકી ગઈ

નવી દિલ્હી: ભારતના પૂર્વ વિકેટકીપર-બેટર સબા કરીમે કહ્યું કે ICC ટ્રોફીન જીતવાના કારણે વિરાટ કોહલીને ભારતની વનડે ટીમના કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો. 

વનડેના કેપ્ટન તરીકે રહેવું હતું
ટી20 કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરતા વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2023 સુધી વનડે ટીમનું નેતૃત્વ ચાલુ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે ચેતન શર્માના નેતૃત્વવાળી સિલેક્શન કમિટીએ જાહેરાત કરી કે સ્ટાર ઓપનર રોહિત શર્મા ભારતની વનડે અને ટી20 ટીમોનું નેતૃત્વ સંભાળશે. 

ICC Trophy માં નિષ્ફળતા ગળામાં ફાંસ બની
સબી કરીમે ખેલ નીતિ નામના એક શોમાં કહ્યું કે એવું કહેવું યોગ્ય હશે કે વિરાટ કોહલીને વનડે ટીમની કેપ્ટનશીપમાંથી હટાવવામાં આવ્યો છે. તેણે ટી20ની કેપ્ટનશીપ છોડતી વખતે જ જાહેરાત કરવી જોઈતી હતી કે તે વનડે ટીમનો કેપ્ટન રહેવા માંગતો નથી. પરંતુ તેણે એમ ન કર્યું. તેનો અર્થ એ છે કે તે વનડે ટીમના કેપ્ટન તરીકે રહેવા માંગતો હતો. પરંતુ આઈસીસી ટ્રોફી ન જીતવાના કારણે કોહલીને વનડે ટીમની કેપ્ટનશીપમાંથી હટાવી દેવાયો. 

વિરાટને કેમ ODI કેપ્ટનશીપથી હટાવાયો?
સબા કરીમને લાગે છે કે વિરાટ કોહલીને વનડે કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કોહલીએ પોતે જાહેરાત કરી હતી કે તે ટી20 ક્રિકેટમાં ભારતીય ટીમના કેપ્ટન તરીકે પદ છોડી રહ્યો છે. પરંતુ વનડેમાં કેપ્ટન તરીકે રહેવા માંગે છે. 

દ્રવિડને લઈને સબાએ શું કહ્યું?
સબા કરીમે પણ કહ્યું કે રાહુલ દ્રવિડ એવો વ્યક્તિ છે કે જે હંમેશા પોતાના ખેલાડીઓ સાથે સ્પષ્ટ રીતે સંવાદ કરવા માંગે છે. આથી મને વિશ્વાસ છે કે દ્રવિડ કે બીસીસીઆઈના અધિકારીએ કોહલી સાથે આ અંગે વાતચીત કરી હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news