Video: વિરાટ કોહલીની કેપ્ટનશીપ પર ખુલીને સામે આવ્યો રોહિત શર્મા, આપ્યું આ ચોંકાવનારું રિએક્શન

દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા BCCI એ વિરાટ કોહલીને વનડે ટીમની કેપ્ટનશીપથી હટાવીને રોહિત શર્માને કેપ્ટન બનાવી દીધો. ત્યારબાદથી જ ક્રિકેટ જગતમાં ચર્ચાઓનું બજાર ગરમ છે.

Video: વિરાટ કોહલીની કેપ્ટનશીપ પર ખુલીને સામે આવ્યો રોહિત શર્મા, આપ્યું આ ચોંકાવનારું રિએક્શન

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા BCCI એ વિરાટ કોહલીને વનડે ટીમની કેપ્ટનશીપથી હટાવીને રોહિત શર્માને કેપ્ટન બનાવી દીધો. ત્યારબાદથી જ ક્રિકેટ જગતમાં ચર્ચાઓનું બજાર ગરમ છે. વિરાટ કોહલીને હટાવીને અચાનક રોહિત શર્માને કેપ્ટનશીપ આપવાથી દરેક સ્તબ્ધ છે. 2021 ટી20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલીએ ટી20 ની કેપ્ટનશીપ છોડી હતી. ત્યારબાદ BCCI એ વિરાટ કોહલીને વનડે કેપ્ટનશીપથી પણ હટાવી દીધો. 

કોહલી પર ખુલીને બોલ્યો રોહિત શર્મા
ટીમ ઈન્ડિયાના નવા વનડે અને ટી20 કેપ્ટન બન્યા બાદ રોહિત શર્મા ખુલીને સામે આવ્યો છ. તેણે વિરાટ કોહલી અંગે મોટું નિવેદન આપ્યું છે. BCCI એ એક વીડિયો શેર કર્યો છે. જેમાં રોહિત શર્માએ કહ્યું છે કે વિરાટ કોહલીએ 5 વર્ષ સુધી આગળ વધીને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે અને દરેક મેચમાં પોતાનું બેસ્ટ આપવાની કોશિશ કરી છે. કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ક્યારેય પાછું વળીને જોયું નથી. 

રોહિતે આપ્યું આ રિએક્શન
રોહિત શર્માએ કહ્યું કે વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ રમવું અમારા માટે સારો અનુભવ રહ્યો. અમે ખુબ ક્રિકેટ સાથે રમ્યા છીએ અને દરેક પળની મજા લીધી છે. હવે અમે આગળ પણ એમ જ કરીશું. અમારે એક ટીમ તરીકે સારું થવાનું છે અને અમારું ફોકસ તેના પર છે. 

Watch the full interview 🎥 🔽https://t.co/JVS0Qff905 pic.twitter.com/kFlqZxWh5t

— BCCI (@BCCI) December 13, 2021

રોહિતે બહારની વાતો બકવાસ ગણાવી
રોહિત શર્માએ વધુમાં કહ્યું કે ડ્રેસિંગ રૂમમાં અમે સારો માહોલ જાળવી રાખવાની કોશિશ કરીશું. અમારી પાસે જે પણ કઈ છે તેના પર ફોકસ કરવું અમારા માટે મહત્વપૂર્ણ છે. અમારે મેચ જીતવાની છે અને જે બહારની વાતો છે તે બેકાર છે. અમે એક બીજા માટે શું વિચારીએ છીએ, તે વધુ મહત્વનું છે. અમે ખેલાડીઓ વચ્ચે એક મજબૂત સંબંધ બનાવવા માંગીએ છીએ અને આ જ અમને તે લક્ષ્યાંક મેળવવામાં મદદ કરશે. અત્રે જણાવવાનું કે રોહિત શર્માને હાલમાં જ વિરાટ કોહલીની જગ્યાએ ભારતની વનડે ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. રોહિત ઈચ્છે છે કે ટીમ બહારની વાતો પર ધ્યાન ન આપે કારણ કે લાંબા સમયે એ જ મહત્વ ધરાવશે કે ખેલાડી એક બીજા વિશે શું વિચારે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news