વિરાટ કોહલી અંગે ગાવસ્કરની મોટી ભવિષ્યવાણી, IND Vs SL ટેસ્ટમાં કરશે આ કમાલ
ભારત અને શ્રીલંકા વચ્ચે 4 માર્ચથી ટેસ્ટ સીરિઝ શરૂ થઈ રહી છે. મોહાલીમાં શરૂ થતી પહેલી ટેસ્ટ મેચ વિરાટ કોહલીની 100 મી ટેસ્ટ મેચ હશે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય ટીમ 4 માર્ચથી ટેસ્ટ સીરિઝ શરૂ થઈ રહી છે. ટીમ ઇન્ડિયાની નજર ટી20 સીરિઝ બાદ હવે શ્રીલંકાને ટેસ્ટમાં પણ ક્લીન સ્વીપ કરવા ઇચ્છે છે. ભારત અને શ્રીલંકાની વચ્ચે બે ટેસ્ટ મેચની સીરિઝ 4 માર્ચથી શરૂ થશે. પહેલી ટેસ્ટ મોહાલી અને બીજી મેચ બેંગલુરૂમાં રમાશે. પહેલી મેચ વિરાટ કોહલી માટે એક મોટી મેચ છે. વિરાટ મોહાલીમાં તેના કરિયરની 100 મી ટેસ્ટ મેચ રમવા ઉતરશે. આ મેચ માટે ભારતના મહાન ખેલાડી સુનિલ ગાવસ્કર પણ ઘણા ઉત્સાહિત જવા મળ્યા છે. ગાવસ્કરે આ મેચ પહેલા વિરાટને એક ખાસ અપીલ પણ કરી છે.
ગાવસ્કરની વિરાટને ખાસ અપીલ
કોહલીએ 2 વર્ષથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારી નથી. તેણે છેલ્લી સદી 2019 માં બાંગ્લાદેશ સામે કોલકાતામાં ફટકારી હતી. એવામાં ગાવસ્કર ઇચ્છે છે કે વિરાટ કોહલીએ તેની ઐતિહાસિક ટેસ્ટ મેચમાં સદી ફટકારવી જોઇએ. વાસ્તવમાં, સ્પોર્ટ્સ સાથે વાત કરતા ગાવસ્કરે કહ્યું, 'આશા છે કે તે તેની 100 મી ટેસ્ટ સદી સાથે ઉજવશે. કોઈપણ ભારતીય બેટ્સમેને આ પ્રકારનો કારનામો કર્યો નથી. મને યાદ છે કોલિન કાવડ્રે કદાચ પહેલા પ્લેયર હતા જેમણે 100 મી ટેસ્ટમાં સદી ફટકારી હતી. જાવેદ મિયાંદાદે પણ આ પ્રકારનો રેકોર્ડ કર્યો છે. એલેક્સ સ્ટીવર્ટે પણ આ કારનામો કર્યો હતો.
100 મી ટેસ્ટ માટે તૈયાર વિરાટ
શ્રીલંકા સામે મોહાલીમાં રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ વિરાટ કોહલીની 100 મી ટેસ્ટ મેચ હશે. આ રેકોર્ડ હાંસલ કરનાર વિરાટ 12 મો ભારતીય ખેલાડી હશે. આ સાથે જ વિરાટ 100 મી ટેસ્ટ મેચ રમનાર વિશ્વનો 71 મો ખેલાડી બની જશે. વિરાટ કોહલી શનિવારે જ રજા પૂરી કરીને ટીમ સાથે જોડાયો છે. વિરાટ પણ આ મેચ માટે જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યો છે. સુનીલ ગાવસ્કરે આ સિદ્ધિ માટે વિરાટ કોહલીની ખૂબ પ્રશંસા કરી અને તેને જબરદસ્ત ખેલાડી ગણાવ્યો.
કિંગ કોહલીની ટેસ્ટ કારકિર્દી
વિરાટ કોહલીએ 2011 માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. 11 વર્ષની લાંબી ટેસ્ટ કારકિર્દીમાં કોહલીએ અત્યાર સુધી 99 ટેસ્ટ મેચ રમી છે. વિરાટે અત્યાર સુધી ટેસ્ટમાં 50.39 ની એવરેજથી 7962 રન બનાવ્યા છે. વિરાટે પોતાની કારકિર્દીમાં 27 સદી અને 28 અડધી સદી ફટકારી છે. વિરાટે 7 બેવડી સદી પણ ફટકારી છે.
ટેસ્ટ સીરિઝ પર ટીમની નજર
ભારત અને શ્રીલંકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરિઝ રમાશે. આ સીરિઝની પ્રથમ મેચ મોહાલી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે, આ મેચ 4 થી 8 માર્ચ સુધી રમાશે. આ પછી બંને ટીમ બીજી ટેસ્ટ મેચ માટે બેંગ્લોર માટે રવાના થશે જ્યાં બીજી ટેસ્ટ મેચ રમાશે. આ ટેસ્ટ સીરિઝમાં પ્રથમ વખત રોહિત શર્મા કેપ્ટનશિપ કરતો જોવા મળશે. દક્ષિણ આફ્રિકામાં હાર બાદ ભારતની આ પ્રથમ ટેસ્ટ સીરિઝ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે