Ind vs Aus: કેપ્ટન વિરાટ કોહલીને રોકવા માટે બનાવ્યો માસ્ટર પ્લાન, લેંગરે કર્યો ખુલાસો

Virat Kohli in Test Series: વિરાટ કોહલી માત્ર પ્રથમ ટેસ્ટ રમીને ભારત પરત આવી જશે. પરંતુ ઓસ્ટ્રેલિયન કોચ જસ્ટિન લેંગરનું કહેવુ છે કે તેમની પાસે કોહલીને રોકવા માટે ખાસ પ્લાન છે. 
 

Ind vs Aus: કેપ્ટન વિરાટ કોહલીને રોકવા માટે બનાવ્યો માસ્ટર પ્લાન, લેંગરે કર્યો ખુલાસો

એડિલેડઃ ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરે કહ્યુ કે, તેમની ટીમ 17 ડિસેમ્બરથી એડિલેડમાં રમાનારી ચાર મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને રોકવા માટે ખાસ રણનીતિ તૈયાર કરી છે. 

લેંગરે પત્રકારોને કહ્યુ, 'અમારે અમારી ભાવનાઓ પર કાબુ રાખવો પડશે. તે (કોહલી) એક શાનદાર ખેલાડી છે. તે એક દમદાર કેપ્ટન છે. મેં આ વાત ઘણીવાર કહી છે કે મારી અંદર કોહલીને લઈને ખુબ સન્માન છે, પરંતુ અમે તેની વિરુદ્ધઠ એક ખુબ સારી રણનીતિ તૈયાર કરી છે કારણ કે તે વાતનો અંદાજ અમને બધાને છે કે તે એક બેટ્સમેન અને કેપ્ટન તરીકે ભારતીય ટીમ માટે કેટલું મહત્વ રાખે છે. અમારે અમારી યોજનાને યોગ્ય રીતે અમલમાં લાવવી પડશે. આશા કરીએ કે અમે તેને રન બનાવતો રોકવામાં સફળ રહીશું.'

કાંગારૂ કોચે કહ્યું, 'દિવસના અંતમાં જે વાત સૌથી વધુ અસર છોડનારી છે, તે સ્કોર બોર્ડ પર લાગેલા રન હોય છે. આશા કરીએ કે અમે અમારી યોજનાને સારી રીતે ચલાવી શકીશું. તેના કારણે આ એક મુકાબલો સારો થવાનો છે.' ઓસ્ટ્રેલિયાએ ભારતથી વધુ ગુલાબી બોલથી મેચ રમી છે પરંતુ લેંગરનું કહેવું છે કે તેની ટીમને આ કારણે વધુ ફાયદો મળશે નહીં. 

તેણે કહ્યું, 'મેં હંમેશા કહ્યું છે કે સર્વશ્રેષ્ઠ ટીમો અને ખેલાડી સ્થિતિને અનુરૂપ ઢળી જાય છે. મેચ કેટલી પણ મોટી હોય અને બોલનો કલર ગમે તે હોય. ભૂતકાળમાં જે થયું તેનાથી વધુ ફેર પડશે નહીં પરંતુ તેનું પુનરાવર્તન કરવું પડશે.'

કોચે કહ્યુ, અમે એક વર્ષથી ટેસ્ટ મેચ રમી નથી. મેદાન પર સારૂ પ્રદર્શન કરવું પડશે. મેચ ભલે દિવસ-રાત કે મેચ દિવસની હોય. મને નથી લાગતું કે પાછલા પ્રદર્શનનું મહત્વ હોય છે. 

યજમાન ટીમે 2018-2019ની સિરીઝમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો પરંતુ લેંગરે કહ્યુ કે, તેમના ખેલાડીઓના મગજમાં બદલાની ભાવના નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news