WWE માંથી આવ્યાં સૌથી મોટા સમાચાર! Undertaker ની આ વાત ખબર પડી?

એન્ટરટેમેન્ટ રેસલિંગ જગતના સુપરસ્ટાર The Undertaker એક વખત ફરી દર્શકોની સામે આવશે. રિપોર્ટસ અનુસાર 29 જાન્યુઆરી થનારી રોયલ રમ્બલ ઈવેન્ટ થ અન્ડરટેકર આવશે.

WWE માંથી આવ્યાં સૌથી મોટા સમાચાર! Undertaker ની આ વાત ખબર પડી?

નવી દિલ્લીઃ એન્ટરટેમેન્ટ રેસલિંગ જગતના સુપરસ્ટાર The Undertaker એક વખત ફરી દર્શકોની સામે આવશે. રિપોર્ટસ અનુસાર 29 જાન્યુઆરી થનારી રોયલ રમ્બલ ઈવેન્ટ થ અન્ડરટેકર આવશે. WWEના ચાહકો માટે સારા અને મોટા સમાચાર સામે આવ્યા છે. એન્ટરટેમેન્ટ રેસલિંગ જગતના સુપરસ્ટાર The Undertaker એક વખત ફરી તેમના ચાહકો માટે આવશે. 29 જાન્યુઆરી થનારી રોયલ રમ્બલ ઈવેન્ટમાં અન્ડરટેકર હાજર રહેશે અને તેમના ચાહકોને મનોરંજન પુરુ પાડશે.
જોકે, આ વખતે અન્ડરટેકર તમને રિંગમાં એક્શન મૂવ્સ કરતા જોવા નહીં મળે, કેમ કે આ વખતે The Deadman પોતાની પત્ની એટલે રેસલર Michelle McCoolના સપોર્ટમાં આવશે. તમને જણાવી દઈએ કે અન્ડરટેકરની વાઈફ મિશેલ મેક્કૂલ વૂમન રોયલ રમ્બલમાં લડશે. PWInsider.comના રિપોર્ટ મુજબ, 29 જાન્યુઆરીએ યોજાનારી રોયલ રમ્બલ ઈવેન્ટમાં અન્ડકટેકર પોતાના ફેન્સ માટે ઉપસ્થિત રહેશે. તે પોતાની વાઈફના સમર્થનમાં આવશે, પણ હા લાઈવ ઈવેન્ટમાં The Undertaker પાસેથી કોઈ પણ મોટા ધમાકાની આશા રાખી શકાય છે.
અન્ડરટેકરની આ ઈવેન્ટમાં હાજર રહેવાના સમાચારથી જ લોકોમાં ઉત્સાહ છે. સાથે જ WWE પણ ઈવેન્ટના પ્રોમો માટે ઘણા શૂટ પણ કરાવવા માંગે છે, જોકે આ વાતને લઈને અન્ડરટેકર તરફથી કોઈ પુષ્ટી નથી કરવામાં આવી. તમને જણાવી દઈએ કે, The Undertaker 2020માં અંતિમ વખત રિંગ એક્શનમાં જોવા મળ્યા હતા. જ્યારે, સરવાઈવર સિરીઝમાં તેને વિદાય આપવામાં આવી હતી. અન્ડરટેકર રિંગમાંથી રિટાયર થઈ ચુકેલા સુપરસ્ટાર છે, પરંતુ, તેમની ઈવેન્ટમાં હાજર રહેવાની વાતથી ફેન્સ કોઈ મોટા સરપ્રાઈઝની આશા રાખીને બેઠા છે.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news