Delhi Violence: દિલ્હીમાં હિંસા દરમિયાન IB કર્મચારી અંકિત શર્માની હત્યા, ગઈ કાલથી ગુમ હતાં

દિલ્હી હિંસાનો ભયાનક ચહેરો ધીરે ધીરે સામે આવી રહ્યો છે. હિંસામાં આઈબીના કર્મચારી અંકિત શર્માની હત્યા થઈ હોવાના અહેવાલ આવી રહ્યાં છે. તેઓ ગઈ કાલથી ગુમ હતાં. અંકિત શર્મા દિલ્હીના ખજૂરી ખાસમાં રહેતા હતાં. અત્રે જણાવવાનું કે ઉત્તર પૂર્વ દિલ્હીમાં નાગરિકતા કાયદા (CAA) ને લઈને ફેલાયેલી હિંસામાં અત્યાર સુધી 20 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા છે. સોમવારથી શરૂ થયેલું ઉપદ્રવીઓનું આ તાંડવ બુધવારે પણ ચાલુ છે. તાજા અપડેટ એ છે કે જાફરાબાદથી લઈને મૌજપુર અને તેની આસપાસના અન્ય વિસ્તારોમાં ખુબ જ કડક સુરક્ષા અને કરફ્યુ લગાવવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ દરેક ગલી મહોલ્લામાં જઈને પેટ્રોલિંગ કરી રહી છે. 

Delhi Violence: દિલ્હીમાં હિંસા દરમિયાન IB કર્મચારી અંકિત શર્માની હત્યા, ગઈ કાલથી ગુમ હતાં

નવી દિલ્હી: દિલ્હી હિંસાનો ભયાનક ચહેરો ધીરે ધીરે સામે આવી રહ્યો છે. હિંસામાં આઈબીના કર્મચારી અંકિત શર્માની હત્યા થઈ હોવાના અહેવાલ આવી રહ્યાં છે. તેઓ ગઈ કાલથી ગુમ હતાં. અંકિત શર્મા દિલ્હીના ખજૂરી ખાસમાં રહેતા હતાં. અત્રે જણાવવાનું કે ઉત્તર પૂર્વ દિલ્હીમાં નાગરિકતા કાયદા (CAA) ને લઈને ફેલાયેલી હિંસામાં અત્યાર સુધી 20 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા છે. સોમવારથી શરૂ થયેલું ઉપદ્રવીઓનું આ તાંડવ બુધવારે પણ ચાલુ છે. તાજા અપડેટ એ છે કે જાફરાબાદથી લઈને મૌજપુર અને તેની આસપાસના અન્ય વિસ્તારોમાં ખુબ જ કડક સુરક્ષા અને કરફ્યુ લગાવવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ દરેક ગલી મહોલ્લામાં જઈને પેટ્રોલિંગ કરી રહી છે. અંકિત શર્માએ 2017માં આઈબી જોઈન કર્યું હતું. 

આ ઉપરાંત પૂર્વ દિલ્હીમાં હિંસા મામલે અડધી રાતે 12.30 વાગે દિલ્હી હાઈકોર્ટના જજ એસ મુરલીધર અને અનૂપ ભમભાનીના ઘરે મહત્વની સુનાવણી હાથ ધરાઈ. જેમાં હાઈકોર્ટે દિલ્હી પોલીસને આદેશ આપ્યો કે તે મુસ્તફાબાદના એક નર્સિંગ હોમમાં ભરતી થયેલા ઘાયલોને પૂરતી સારવાર મળી રહે તે માટે સરકારી જીટીબી હોસ્પિટલ પહોંચવા માટે સુરક્ષિત રસ્તો ઉપલબ્ધ કરાવે. 

દિલ્હીમાં હિંસા માટે ગૃહ મંત્રાલય જવાબદાર, અમિત શાહે રાજીનામું આપવું જોઈએ: સોનિયા ગાંધી 
દિલ્હી હિંસા પર કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ કહ્યું કે દિલ્હીમાં જે હિંસા ફેલાઈ તે સમજી વિચારીને ઘડેલા ષડયંત્રનું પરિણામ છે. ભાજપના નેતાઓએ ભડકાઉ ભાષણ આપ્યાં. ભાજપે નફરત અને ડરનો માહોલ બનાવ્યો. સરકારે ત્રણ દિવસ સુધી કશું કર્યું નહીં. હાલાત બગડ્યા તો સેનાને કેમ ન બોલાવી? દિલ્હીમાં હિંસા માટે ગૃહ મંત્રાલય જવાબદાર છે. આથી ગૃહ મંત્રી અમિત શાહ રાજીનામું આપી દે. 

જુઓ LIVE TV

સોનિયા ગાંધીએ કહ્યું કે દિલ્હી ચૂંટણી દરમિયાન પણ આ પ્રકારના કાવતરા જોવા મળ્યાં હતાં. તે સમયે પણ ભાજપના અનેક નેતાઓએ ભડકાઉ ભાષણ આપ્યા હતાં. દિલ્હી પોલીસ છેલ્લા 72 કલાકથી હાથ પર હાથ રાખીને બેઠી છે. ઉત્તર પૂર્વ દિલ્હીમાં અવિરત હિંસા ચાલુ છે. હેડ કોન્સ્ટેબલ સહિત 18 લોકોના મોત થયા છે. સેંકડો ઘાયલ છે. અનેક લોકોને ગોળી વાગી છે. 

સોનિયા ગાંધીએ કહ્યું કે દિલ્હી સરકાર અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આ માટે જવાબદાર છે. તેમણે શાંતિ અને ભાઈચારાને સ્થાપવા માટે સક્રિય ભૂમિકા ભજવી નથી. આ સ્થિતિ રાજ્ય અને કેન્દ્ર બંને સરકારોની સામૂહિક નિષ્ફળતા છે. પરિણામે દેશની રાજધાનીમાં આટલી મોટી ઘટના ઘટી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news