રાત્રિ કરફ્યૂ બાદ સવારે ભરાયેલા સુરતના આ માર્કેટની આ ભીડ ભારે પડી શકે છે

ગુજરાતના અન્ય ત્રણ શહેરોની સાથે સુરતમાં પણ રાત્રિ કરફ્યૂ (night curfew) લાગુ કરવામાં આવ્યો હતો. સુરતનો રાત્રિ કરફ્યૂ સફળ રહ્યો હતો. લોકોએ કરફ્યૂના નિયમોનું પાલન કર્યું હતું. પરંતુ સવાર પડતા જ શહેરમાં અલગ નજારો જોવા મળ્યો હતો. સવાર પડતા જ લોકો જાણે કોરોનાને ભૂલી ગયા હતા તેવું લાગ્યું હતું. સુરતમાં સવાર પડતા જ માર્કેટમાં લોકોની ભીડ ઉમટી પડી હતી. 

રાત્રિ કરફ્યૂ બાદ સવારે ભરાયેલા સુરતના આ માર્કેટની આ ભીડ ભારે પડી શકે છે
  • આજે વહેલી સવારે શાકભાજી મળશે કે કેમ તેવો લોકોમાં ભય ફેલાયો હતો. માર્કેટમાં જીવન જરૂરિયાત વસ્તુ લેવા માટે સુરતી લોકોની ભીડ ઉમટી
  • સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમ પણ કોરોના સામે લડવા મેદાને આવી છે

તેજશ મોદી/સુરત :ગુજરાતના અન્ય ત્રણ શહેરોની સાથે સુરતમાં પણ રાત્રિ કરફ્યૂ (night curfew) લાગુ કરવામાં આવ્યો હતો. સુરતનો રાત્રિ કરફ્યૂ સફળ રહ્યો હતો. લોકોએ કરફ્યૂના નિયમોનું પાલન કર્યું હતું. પરંતુ સવાર પડતા જ શહેરમાં અલગ નજારો જોવા મળ્યો હતો. સવાર પડતા જ લોકો જાણે કોરોનાને ભૂલી ગયા હતા તેવું લાગ્યું હતું. સુરતમાં સવાર પડતા જ માર્કેટમાં લોકોની ભીડ ઉમટી પડી હતી. 

સવારે શાકભાજી લેવા લોકો પહોંચ્યા 
સુરતમાં રાત્રિ કરફ્યૂ બાદ સવારે લોકોની બેદરકારી સામે આવી છે. આજે વહેલી સવારે શાકભાજી મળશે કે કેમ તેવો લોકોમાં ભય ફેલાયો હતો. માર્કેટમાં જીવન જરૂરિયાત વસ્તુ લેવા માટે સુરતી લોકોની ભીડ ઉમટી પડી હતી. તો કોરોનાના વધતા કેસ વચ્ચે સુરતના માર્કેટમા સોશ્યિલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. અનેક લોકો માસ્ક વગર શાકભાજી ખરીદવા નીકળી પડ્યા હતા. તો જેને કારણે સંક્રમણ વધવાનો ભય ફેલાયો છે. સુરતના માર્કેટમાં ઉમટેલી લોકોની આ ભીડ ભારે પડી શકે છે. 

ફાયરની ટીમ અવેરનેસ માટે મેદાને
તો બીજી તરફ, સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમ પણ કોરોના સામે લડવા મેદાને આવી છે. ફાયર વિભાગ દ્વારા કોરોના અંગે સતત જાગૃતિ ફેલાવી રહી છે. અલગ અલગ સ્થળો પર ટીમ ફરી રહી છે. અધિકારીઓ દ્વારા માઇકના માધ્યમથી લોકોને સમજાવવામાં આવી રહ્યાં છે. 
 
તો બીજી તરફ, કરફ્યૂ વચ્ચે કેટલાક લોકો ફરફ્યુના નિયમનો ભંગ કરતા પણ દેખાયા હતા. રાત્રે નવ વાગ્યા બાદ પણ દુકાનો ખુલ્લી રહેલી જોવા મળી હતી. સુરતના સુભાષ ગાર્ડન પાછળ ફૂડ કોર્નર ખુલ્લા દેખાયા હતા. તો આ ફૂડ કોર્નર પર લોકોની ભીડ પણ જોવા મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news