અમદાવાદ : 99 CCTV કેમેરાથી રથયાત્રા પર નજર રખાશે

આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આ માટે આજ રાતથી જ કરફ્યૂ જાહેર કરવામાં આવશે. પરંતુ અમદાવાદની રથયાત્રા (rathyatra) ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર સીસીટીવીથી નજર રાખવામાં આવશે. 94 CCTV કેમેરાથી પોલીસની બાજ નજર રહેશે. 

Updated By: Jul 11, 2021, 03:29 PM IST
અમદાવાદ : 99 CCTV કેમેરાથી રથયાત્રા પર નજર રખાશે

ઉદય રંજન/અમદાવાદ :આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આ માટે આજ રાતથી જ કરફ્યૂ જાહેર કરવામાં આવશે. પરંતુ અમદાવાદની રથયાત્રા (rathyatra) ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર સીસીટીવીથી નજર રાખવામાં આવશે. 94 CCTV કેમેરાથી પોલીસની બાજ નજર રહેશે. 

રથયાત્રાના સમગ્ર રુટ પર સીસીટીવીથી નજર રાખવામાં આવશે. જેમાં સંવેદનશીલ એવા દરિયાપુર વિસ્તારમાં સૌથી વધુ સીસીટીવીથી નજર રાખવામાં આવશે. આ માટે તંબુ ચોકીમાં કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. નિજ મંદિરથી સરસપુર અને સરસપુરથી નિજ મંદિરના રૂટ પર 94 CCTV કેમરા લગાવવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓ CCTVના માધ્યમથી રથયાત્રા પર ચાંપતી નજર રાખવામાં આવશે. 

94 CCTV કેમરા પર નજર રાખવા બે સ્થળોએ મોનિટરીંગ રૂમ બનાવાયા છે. સરસપુર અને તંબુ ચોકી ખાતે મોનિટરીંગ રૂમ બનાવવામાં આવ્યા છે. રથયાત્રા શરૂ થાય અને પૂર્ણ થાય ત્યાં સુધી અધિકારીઓ અને કર્મચારીઓ સતત દેખરેખ અને મોનિટરીંગ કરશે. ખુદ પોલીસ કમિશનર તંબુ ચોકી બેસી નજર રાખશે. આ વખતે પણ 94 CCTV પર અધિકારીઓ દ્વારા સતત મોનિટરીંગ કરાશે.

સાથે જ નાથની નગરયાત્રા ડ્રોનથી પણ નજર રાખવામાં આવશે. અગાશી તેમજ રથયાત્રાના રૂટની આજુબાજુમાં લોકોની ભીડ ભેગી ના થાય તે માટે ડ્રોનથી નજર રખાશે. ડ્રોનથી ભીડ કરતુ દેખાશે તો તેના પર કાર્યવાહી થશે. રથયાત્રા દરમિયાન ભીડ ભેગી કરનાર સામે કાર્યવાહી થશે. ભીડની સાથે સાથે સુરક્ષા માટે મોનિટરીંગ કરાશે. 

આ વિસ્તારોમાં લાગુ પડશે કરફ્યૂ
રથયાત્રા નિમિત્તે ગાયકવાડ હવેલી, ખાડીયા, કાલુપુર, શહેરકોટડા, માધુપુરા, દરીયાપુર, શાહપુર તથા કારંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર કરફ્યુગ્રસ્ત જાહેર કરાયો છે. જ્યાં તમામ પ્રકારના વાહનોના અવરજવર પર પ્રતિબંધ રહેશે. તેમજ સરદાર બ્રિજથી ફુલબજારથી જમાલપુર ચાર રસ્તા, એસટી સર્કલ, આસ્ટોડિયા દરવાજા, સારંગપુર સર્કલ, પોટલીયા ચાર રસ્તા, નિર્મલપુરા ચાર રસ્તા, મેમ્કો ચાર રસ્તા, અમદુપુરા બ્રિજ નીચે ત્રણ રસ્તા, ઈદગાહ સર્કલ, પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા, રાહત સર્કલ, ગાંધીબ્રિજ શંકરભુવન ઢાળ ટી, નહેરુબ્રિજ  રૂપાલી સિનેમા ત્રણ રસ્તા, એલિસબ્રિજ વિક્ટોરિયા ગાર્ડનથી ઉપર જણાવેલ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં પ્રવેશ કરી નહિ શકાશે.