રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ : આજે ભગવાને સોનાવેશમાં દર્શન આપ્યા, સાંજે મુખ્યમંત્રી આવશે
અષાઢી બીજે નીકળતી રથયાત્રા (rathyatra) નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આવતીકાલે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. તે પહેલા અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથના સોનાવેશના દર્શન થયા છે. આજે મંદિરમાં ઉત્સાહ જેવો માહોલ છે અને ભગવાન જગન્નાથજીને સોનાનો શણગાર સજ્જવામાં આવ્યો છે તથા સોનાવેશની યજમાનો પૂજા કરી રહ્યા છે.
Trending Photos
- વર્ષમાં એક વાર ભગવાન જગન્નાથજીને સોનાનો શણગાર કરવામાં આવે છે
- આજે મંદિરમાં ઉત્સાહ જેવો માહોલ છે અને ભગવાન જગન્નાથજીને સોનાનો શણગાર કરાયો
ઝી મીડિયા/બ્યૂરો :અષાઢી બીજે નીકળતી રથયાત્રા (rathyatra) નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આવતીકાલે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. તે પહેલા અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથના સોનાવેશના દર્શન થયા છે. આજે મંદિરમાં ઉત્સાહ જેવો માહોલ છે અને ભગવાન જગન્નાથજીને સોનાનો શણગાર સજાવવામાં આવ્યો છે તથા સોનાવેશની યજમાનો પૂજા કરી રહ્યા છે.
વર્ષમાં એક વાર ભગવાન જગન્નાથજીને સોનાનો શણગાર કરવામાં આવે છે. આ ઉપરાંત ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથની પૂજનવિધિ પણ કરવામાં આવશે. ભગવાનના સોનાવેશના દર્શન બાદ હવે સવારે 10 કલાકે ગજરાજોનું પૂજન કરવામાં આવશે અને બપોરે 2 વાગ્યે ત્રણેય રથની પ્રતિષ્ઠાવિધિ અને પૂજનવિધિ કરવામાં આવશે. તેમજ બપોરે 3 વાગ્યે વિપક્ષના નેતાઓ પણ ત્રણેય રથોનું પૂજન કરશે. તો ત્રણેય રથોની પૂજનવિધિ બાદ સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જગન્નાથ મંદિર પહોંચશે. રાત્રિના 8 વાગ્યે ભગવાન જગન્નાથ મંદિરે મહાઆરતી કરવામાં આવશે અને કાલે સવારે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે. ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાના રથને શણગારવા માટે પીળાં ફૂલો પણ તૈયાર કરવામાં આવ્યા છે.
તો જગન્નાથના ભક્ત શિલ્પાબેન ભટ્ટ દ્વારા ચોકલેટમાંથી બનાવાયેલા ભગવાનનો રથ મંદિરમાં અર્પણ કરવામાં આવ્યો હતો. ચોકલેટ મેકર શિલ્પાબેન દ્વારા ભગવાનનો રથ ચોકલેટમાંથી બનાવાયો છે. 5 કિલો ચોકલેટમાંથી ચોકલેટનો રથ બનાવાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે