ખેડબ્રહ્મા

વાહન ચેકિંગમાંથી ભાગેલા યુવકો નીકળ્યાં મોટા ચોર, 2500 માં વેચતા હતા બાઇક

પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ચોરીના બાઇક સાથે પોલીસે પીછો કરી સગીર સહીત બે શખ્સોને દબોચી લઇ ‌૧૩ વાહન ચોરીના ગુનાનો પર્દાફાશ કર્યો હતો. રૂ ૩.૬૭ લાખના ૨૦ વાહનો રીકવર કર્યા હતા. વાહન ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલા અન્ય શખ્સોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સાબરકાંઠા જીલ્લામાં  વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે. જેના પગલે પોલીસ પોતાના વિસ્તારમાં વાહન ચેકિંગ કરવામાં આવતું હોય છે, ત્યારે વગેરે ખેડબ્રહ્મા પોલીસે પણ બસ સ્ટેશન હાઇવે રોડ ઉપર વાહન ચેકીંગ કરી રહ્યા હતા. 

Oct 15, 2020, 11:09 PM IST

ખેડબ્રહ્માની ચકચારી લૂંટ કેસમાં 9 મહિના બાદ LCB દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો

ખેડબ્રહ્મા શહેરમાં જનતા નાગરિક બેંક નજીક આંગડિયા પેઢીના કર્મચારી પર લૂંટ આચરી ફાયરિંગ કરી કર્મચારીની હત્યા કરવાના ગુનામાં LCB ઘટનાના નવ માસ બાદ મુખ્યસુત્રધાર સહીત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તો અત્યાર સુધીમાં આ ગુનામાં પાંચ આરોપીઓ પોલીસના હાથે પકડાયા છે. પોલીસ પકડથી દુર બે આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Sep 15, 2020, 05:19 PM IST

સાંબરકાંઠા : કોરોના સંકટમાં અંબાજી મંદિર બન્યું ક્વોરેન્ટાઈન વોર્ડ

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં અંબિકા માતાજી મંદિરનો કોરોનાના મહાસંકટમાં સદુપયોગ થઈ રહ્યો છે. આ મંદિરના રૂમોમાં ક્વોરેન્ટાઈન વોર્ડ ઉભા કરાયા છે. જેમાં હાલ આરોગ્ય વિભાગના કર્મચારીઓ જ ક્વોરેન્ટાઈન કરાયા છે.

Apr 23, 2020, 07:29 AM IST
Savdhan Gujarat: Firing On Agandia Firm Employee PT4M2S

સાવધાન ગુજરાત: આગંડીયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં ધોળા દિવસે 2 રાઉન્ડ ફાયરિંગ કરીને આંગડિયા પેઢીના કર્મચારીને મોતને ઘાટ ઉતારાયો. શહેરની જનતા કો-ઓપરેટિવ બેંક પાસે અજાણ્યા શખ્સોએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું. ફાયરિંગ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા. હુમલામાં આંગડિયા પેઢીના કર્મચારીનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને ઘટનાની તપાસ શરૂ કરી હતી...

Jan 22, 2020, 12:10 AM IST
Young Man's Throat Was Cut Off Before Uttrayan At Khedbrahma PT3M26S

ઉત્તરાયણ પહેલા જ ખેડબ્રહ્મામાં દોરીથી યુવકનું ગળું કપાયું

સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં પતંગની દોરીથી યુવાનનું ગળુ કપાઇ ગયુ હતું. તાલુકા સેવા સદનથી એસટી સ્ટેન્ડ તરફ બાઈક પર જઈ રહેલ યુવકનું ગળું કપાયું હતું. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ખાનગી દવાખાને સારવાર અર્થે ખસેડાયો હતો. ઈજાગ્રસ્ત યુવકને ગળામાં ગંભીર ઈજા ૧૦ ટાંકા આવ્યા છે.

Jan 11, 2020, 06:45 PM IST

માં અંબાના પ્રાગટ્ય દિવસે મુળ સ્થાનક ખેડબ્રહ્મમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી

નાનાઅંબાજી તરીકે ઓળખાય છે ખેડબ્રહ્માથી ગબ્બર ગોખ પહોચેલી માં જગદંબાનો પ્રાગટ્ય દિવસ એટલે પોષ મહિનાની પૂનમને માનવામાં આવે છે અને એટલે જ આજે ખેડબ્રહ્મામાં બિરાજતા અંબાજીના દર્શને ભક્તોની ભીડ જામે છે. નાના અંબાજીથી ઓળખાતુ અને અંબાજીની જ પાસે આવેલુ ખેડબ્રહ્રમાંનુ અંબાજી મંદીર ભક્તોમાં ખુબ શ્રધ્ધા ધરાવે છે. 

Jan 10, 2020, 10:55 PM IST
Caution To Khedbrahma And Poshina Farmers Over Locust Attack PT4M28S

ખેડબ્રહ્મા અને પોશીનાના ખેડૂતોની વધી શકે છે મુશ્કેલી, જુઓ વીડિયો

તીડના આક્રમણને લઈ ખેડબ્રહ્મા અને પોશીનાના ખેડૂતોને સાવધાન કરાયા હતા. તીડના સંભવિત આક્રમણને ખાળવા કલેકટરે એડવાઈઝરી જારી કરી છે. પવન 45થી 90 ડીગ્રીના વચ્ચે બદલાય તો તીડના ઝુંડ જીલ્લામાં પશ્ચિમ વિસ્તારને ઝપટમાં આવે તેવી સંભાવના છે. પોશીના તાલુકો તીડના આક્રમણની દ્રષ્ટીએ અતિસંવેદનશીલ કેટગરીમાં મુકાયો છે. સરપંચ, ગ્રામસેવકોને અલર્ટ રહેવા સુચના અપાઈ છે.

Dec 28, 2019, 12:15 PM IST
Khedbrahma MLA Ashwin Kotwal Plays Drummer For Removed Locust PT3M37S

તીડના આક્રમણથી ખેડબ્રહ્માના ધારાસભ્ય બન્યા ઢોલી, જુઓ Video

તીડના આક્રમણથી ખેડબ્રહ્માના ધારાસભ્ય બન્યા ઢોલી

Dec 26, 2019, 03:05 PM IST
Khedbrahma MLA plays drummer and locusts PT2M52S

ખેડબ્રહ્માના ધારાસભ્યએ ઢોલ વગાડીને તીડ ભગાડ્યા, જુઓ વીડિયો

ખેડબ્રહ્માના ધારાસભ્યએ ઢોલ વગાડીને તીડ ભગાડ્યા, જુઓ વીડિયો

Dec 25, 2019, 09:15 PM IST

VIDEO: ખેડબ્રહ્માના ધારાસભ્ય મહત્વની બેઠક દરમિયાન અચાનક ભોંયતળીયે બેસી ગયા, અને પછી...

સાબરકાંઠા જીલ્લાની સંકલન સમિતિની મહત્વની બેઠક દરમ્યાન જ વિધાનસભાના વિપક્ષી દંડક અને ખેડબ્રહ્માના ધારાસભ્યએ બેઠક દરમ્યાન ભોંયતળીયે જ બેસી જઇને વિરોધ નોંધાવ્યો હતો. સંકલન સમિતીમાં વિરોધ કરવા માટે નિચે પલાંઠી વાળી એક કલાક જેટલો સમય  બેસી રહીને ધરણાં ધરતા બેઠક ની કામગીરી જ અટકી રહી હતી અને આખરે કલેકટરે તપાસના આદેશ આપતા જ આખરે મામલો થાળે પડ્યો હતો. ધારાસભ્ય ફંડની ગ્રાન્ટની રકમને બારોબાર જ આયોજન અધીકારીએ ફાળવણી કરી દઇ કોન્ટ્રાકટરો સાથે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો

Nov 16, 2019, 10:31 PM IST
Congress MLA Ashvin kotwal Fast PT6M

ખેડબ્રહ્મા કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલનો અનોખો વિરોધ, જુઓ વીડિયો

ખેડબ્રહ્મા કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલનો અનોખો વિરોધ, જુઓ વીડિયો

Nov 16, 2019, 07:45 PM IST

Photos : ગુજરાતના આ મંદિરમાં માતાજીનું ત્રિશૂળ દર વર્ષે વધે છે તેવું કહેવાય છે

હાલમાં માતાજીના નોરતા (Navratri 2019) ચાલી રહ્યા છે ત્યારે મોરબી (Morbi) જિલ્લામાં આવતા મંદિરોમાં માટેલ ખોડિયાર માતાજી (Khodiyar Maa) ના મંદિરનું મંદિર બહુ જ ખાસ બની જાય છે. આ મંદિર આતિ પ્રાચીન અને ધાર્મિક મહત્વ ધરાવે છે. આ મંદિરમાં માતાજી ખોડિયાર સાતેય બહેનો સાથે બિરાજે છે અને માતાજી ભક્તોના દુઃખ દુર કરે છે. મોરબી કે ગુજરાત (Gujarat) માંથી જ નહિ, પરંતુ મુંબઈ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. કેટલાક ભકતો પોતાની મનોકામના પૂરા થવા પર આકરી બાધા પણ માનતા હોય છે. 

Oct 1, 2019, 09:31 AM IST

બહુચરાજી મંદિર : દશેરાએ નવલખો હાર પહેરીને મા બહુચર નગરચર્યાએ નીકળે છે

શક્તિપીઠ બહુચરાજી (Bahucharaji) માં નવરાત્રિ (Navratri 2019) નું ખૂબ વિશેષ મહત્વ સંકળાયેલું છે. વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી બહુચરાજી આવી મા બહુચરના દરબારમાં શિશ ઝુકાવી ધન્યતાની અનુભૂતિ કરે છે. મહેસાણા (Mehsana) જિલ્લાના પવિત્ર શક્તિપીઠ (Shaktipeeth) બહુચરાજીમાં મા બહુચર બિરાજમાન છે. અહીં વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા બહુચરના દર્શનાર્થે પધારે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓના સઘળા કસ્ટ મા બહુચર દૂર કરી મનોકામના પણ પૂર્ણ કરે છે. ત્યારે ખાસ કરીને નવરાત્રિમાં શક્તિપીઠ બહુચરાજી ચાચર ચોકનું વિશેષ મહત્વ રહ્યું છે.

Sep 30, 2019, 08:47 AM IST

પાવાગઢ મંદિર : અમાસના દિવસે નિજ મંદિરમાંથી જ્યોત પ્રગટાવીને વતન લઈ જાય છે શ્રદ્ધાળુઓ

શરદ નવરાત્રિ (Navratri 2019) નો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે શક્તિ ઉપાસનાના પર્વ એવા નવરાત્રિમાં શક્તિપીઠ (Shakteepeeth) ના દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. ભારતભરમાં વિવિધ સ્થળોએ આવેલ 51 શક્તિપીઠ આવેલે છે. જેમાંથી એક છે પંચમહાલ (Panchmahal) જિલ્લાનું પાવાગઢ મંદિર (Pavagadh Temple). મહાકાળી માતાજી (Mahakali) ના આ યાત્રાધામમાં આષો નવરાત્રિમાં લાખોની સંખ્યામાં ગુજરાત (Gujarat) તેમજ પાડોશી રાજ્યોના માઇભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે આ વખતે ચોમાસુ હજુ સુધી ચાલુ હોવાથી ભક્તિની સાથે પ્રકૃતિનો પણ આહલાદક સમન્વય પાવાગઢ ખાતે જોવા મળ્યો છે. નવરાત્રિના પર્વ પર જુઓ ગુજરાતના માતાના મંદિરોની વિશેષતા...

Sep 29, 2019, 01:27 PM IST

નવલી નવરાત્રિનો આજથી પ્રારંભ : ગુજરાતના મંદિરોમાં શુભ મુહૂર્તો પર ઘટ સ્થાપના કરાઈ

આજથી નવરાત્રિની શરૂઆત થઈ છે. મા દુર્ગાના આરાધનાના પર્વ શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે. નવ દિવસ સુધી નવરાત્રિ રમાશે. ત્યારે ગુજરાતના મંદિરોમાં અનોખો માહોલ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો નવરાત્રિના પહેલા દિવસે જ મંદિરે પૂજા કરવા પહોંચી ગયા છે. જિલ્લામાં મોટા મંદિરોમાં ઘટ સ્થાપના વિધિ રંગેચંગે કરાઈ છે. ત્યારે જોઈએ શું છે ગુજરાતના મંદિરોની સ્થિતિ અને મા ભક્તો વિશે...

Sep 29, 2019, 10:10 AM IST

સાબરકાંઠા: બળજબરીથી સગીરાનું અપહરણ કરી ખેતર વિસ્તારમાં આચર્યું દુષ્કર્મ

જીલ્લામાં એક જ સપ્તાહમાં બીજો એક ગેંગ રેપ સામે આવ્યો છે. ખેરોજ પોલીસે સગીરા પર દુષ્કર્મ ગુજારી ફરાર થઇ ગયેલા ગેંગ રેપના આરોપીને ઝડપી પાડીને જેલના હવાલે કર્યા છે. જ્યારે સામુહીક દુષ્કર્મ ગુજારવામાં એક સગીર હોવાને લઇને મહેસાણા ખાતે રીમાન્ડ હોમ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
 

Jul 27, 2019, 06:35 PM IST

મોરબીના માળિયા નજીક બે કાર વચ્ચેના ભીષણ અકસ્માતમાં 6ના ઘટનાસ્થળે મોત

અમદાવાદથી કચ્છ તરફ જતી કાર ડિવાઈડર કુદાવીને સામેથી આવી રહેલી કાર ઉપર પડતાં સર્જાયો અકસ્માત 
 

Apr 26, 2019, 07:41 PM IST

ખેડબ્રહ્મા પાસે સીએમ રૂપાણીના કાફલાને નડ્યો અકસ્માત, ચારને ઇજા

ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણી મા અંબાના દર્શનાથે આજે અંબાજી ગયા હતા. ત્યાંથી પરત ફરતા ખેડબ્રહ્માના આગિયા પાસે મુખ્યમંત્રીના કોનવેને અકસ્માત નડ્યો છે. જેમાં ચાર લોકોને ઇજા પહોંચી હતી.

Apr 25, 2019, 01:13 PM IST

કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલને ચૂંટણી પંચે આપી નોટીસ, માગ્યો ખુલાસો

વિજયનગરમાં કોંગ્રેસના વિજય વિશ્વાસ સંમેલન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે સબસ્ટેશનને સળગાવી દેવાની ધમકી આપતા ચૂંટણી પંચ દ્વારા નોટીસ ફટકારી ખુલાસો માગ્યો છે.

Apr 20, 2019, 11:50 AM IST