ગામ News

એક એવું ગામ કે જ્યાં શાકભાજી અને કરિયાણાની દુકાનો સહિત સંપુર્ણ લોકડાઉન લાગુ
વધતા જતા કોરોનાં સંક્રમણને લઈને વિવિધ ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યું છે,ત્યારે આણંદનાં મોગરી ગ્રામ પંચાયત દ્વારા આજથી 10 દિવસ માટે ગામમાં લોકડાઉન જાહેર કરવામાં આવતા બપોરે બાર વાગ્યા બાદ ગામ સંપૂર્ણ બંધ થઈ જતા આજે પ્રથમ દિવસે લોકડાઉન સફળ રહ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વધતા જતા કોરોનાં સંક્રમણને નિંયત્રણમાં લાવવ માટે ગ્રામજનોની મીટીંગ બોલાવ્યા બાદ ગામમાં લોકડાઉન કરવાનો સામુહિક નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ ગામનાં જાહેર નોટીસ બોર્ડ પર લોકડાઉન અંગેની જાહેરાત કરી દેવામાં આવી હતી. જે અંતર્ગત આજે પ્રથમ દિવસે બપોરે 12 વાગતાજ તમામ વેપારીઓ દુકાનદારોએ પોતાનાં વેપાર ધંધા બંધ કરી દઈ લોકડાઉનનું પાલન કર્યું હતું.
Sep 20,2020, 17:48 PM IST
મોરબી જિલ્લાનું એક એવું ગામ જે સામાન્ય વરસાદ પડતાની સાથે જ થઇ જાયછે સંપર્ક વિહોણું
Aug 29,2020, 20:24 PM IST
વતન જવા આતુર હજારો શ્રમજીવી સોનીની ચાલી ખાતે એકત્ર થતા તંત્ર દોડતું થયું
કોરોનાનું સંકટ ધીરે ધીરે ગંભીર બનતું જઇ રહ્યું છે, ખાસ કરીને અમદાવાદમાં સ્થિતી ખુબ જ ગંભીર બનતી જઇ રહી છે. ત્યારે બહારના રાજ્યોમાંથી આવેલા શ્રમજીવીઓ પોતાના વતન જવા માટે લાંબા સમયથી તલપાપડ હતા. તેવામાં સરકાર દ્વારા બહારના રાજ્યોનાં શ્રમજીવીઓને બહાર મોકલવા માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી. સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. રોજ સેંકડો શ્રમજીવીઓને વતન મોકલાઇ રહ્યા છે. જો કે આ બાબતે કેટલીક ભ્રાંતિઓ પણ ફેલાઇ રહી છે. જેના કારણે અનેક શ્રમજીવીઓ બેબાકળા થઇ રહ્યા છે. જો સરકાર તેમને વતન પ્રક્રિયા અટકાવી દેશે અને પોતે રહી જશે તો તેવી ભ્રાંતિને કારણે આજે સોનીની ચાલી ખાતે સેંકડો શ્રમજીવીઓ ઉમટી પડ્યા હતા.
May 5,2020, 23:22 PM IST

Trending news