ડાકોરમાં ફાગણી પૂનમનો મેળાનો પ્રારંભ; દર્શનના સમયમાં ફેરફાર, જાણો ભક્તો માટે કેવી છે તૈયારી?

રાજાધિરાજના દરબારમાં લાખો ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. ડાકોર ટેમ્પલ કમિટીએ અને જિલ્લા વહીવટી તંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ફાગણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાત ભરમાંથી ઉમટશે. ડાકોર તરફના માર્ગો 'જય રણછોડ માખણ ચોર'ના નાદથી ગુંજી ઉઠશે.

ડાકોરમાં ફાગણી પૂનમનો મેળાનો પ્રારંભ; દર્શનના સમયમાં ફેરફાર, જાણો ભક્તો માટે કેવી છે તૈયારી?

નચિકેત મહેતા/ખેડા: આજથી યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમનો દબાદાભેર પ્રારંભ થઈ ગયો છે. રાજાધિરાજના દરબારમાં લાખો ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. ડાકોર ટેમ્પલ કમિટીએ અને જિલ્લા વહીવટી તંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ફાગણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાત ભરમાંથી ઉમટશે. ડાકોર તરફના માર્ગો 'જય રણછોડ માખણ ચોર'ના નાદથી ગુંજી ઉઠશે. અમદાવાદથી ડાકોર સુધીમાં 250થી વધુ ભંડારા, તેમજ 9 પોલીસ ચેક પોસ્ટ અને 10 વધુ આરોગ્ય કેન્દ્રથી માર્ગ સજ્જ કરવામાં આવ્યો છે. ડાકોરમાં 2000થી વધુ પોલીસ બંદોબસ્તથી સજ્જ રહેશે. 

મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ
મંદિર પ્રસાશને બહાર પાડેલા મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ જોઈએ તો, ફાગણ સુદ તેરસ એટલે કે 23 માર્ચના રોજ મંગળાઆરતી સવારે 6:00 કલાકે, એ બાદ શણગાર આરતી સવારે 9:00 કલાકે એ બાદ રાજભોગ આરતી બપોરે 12:30 કલાકે, 3:45 વાગે ઉથાપન આરતી થઈ નિત્યક્રમ અનુસાર શયનભોગ, સખડીભોગ આરોગી, અનુકૂળતાએ ઠાકોરજી પોઢી જશે. આબાદ બીજા દિવસે એટલે કે રવિવારના રોજ સવારે 5:00 વાગે મંગળા આરતી થશે, જે બાદ 8:00 કલાકે શણગારા આરતી અને બપોરે 2 કલાકે રાજભોગ આરતી થશે જે પછી સાંજે 6 વાગે ઉથાપન આરતી થશે. 

ત્યારબાદ રાત્રે 8:15 કલાકે નિત્યક્રમ અનુસાર શયનભોગ, સખડીભોગ આરોગી, અનુકૂળતાએ ઠાકોરજી પોઢી જશે. પૂનમના દિવસે સવારે 4:00 કલાકે મંગળા આરતી થશે. એ બાદ સવારે 9:00 કલાકે શણગાર આરતી, એ પછી બપોરે 3:30 કલાકે રાજભોગ આરતી અને 5:15 વાગે ઉથાપન આરતી તે બાદ સાંજે 5:15 પછી ઠાકોરજી નિત્યક્રમ અનુસાર શયનભોગ, સખડીભોગ આરોગી, અનુકૂળતાએ ઠાકોરજી પોઢી જશે. જ્યારે મંગળવાર 26 માર્ચના રોજ છ 6:45 વાગે મંગળા આરતી થશે. એ બાદ શણગાર આરતી એ બાદ 12:30 વાગે રાજભોગ આરતી એ પછી સાંજે ચાર વાગે ઉથાપન આરતી શયનભોગ, સખડીભોગ આરોગી, અનુકૂળતાએ ઠાકોરજી પોઢી જશે.

ડાકોરમાં આજથી ફાગોત્સવનો પ્રારંભ
ડાકોરમાં આજથી ફાગોત્સવનો પ્રારંભ આજથી સારુ થયો છે આજે એકાદશીના દિવસથી ભક્તોની ભારે ભીડ ડાકોર રણછોડજી મંદિરમાં જોવા મળી છે. આજથી સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના ઉત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે. રાજાધિરાજના દરબારમાં લાખો ભાવિક ભક્તોનું ઘોડાપૂર આ ઉત્સવ દરમિયાન ઉમટશે. 

કોરોના કાળથી આ પ્રથા બંધ કરાઈ
ફાગણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાતભરમાંથી ઉમટશે અને ડાકોર તરફના માર્ગો 'જય રણછોડ માખણ ચોર'ના નાદથી ગુંજી ઉઠશે. સાંજે ઉથાપન આરતી બાદ ભગવાનની પરંપરાગત રીતે શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર ફરશે‌ અને ભક્તો અબીલ-ગુલાલના છોડો ઉછાળી આ ઉત્સવના વધામણાં કરશે. આ સમયે ડાકોરની ગલીઓ 'જય રણછોડ માખણ ચોર'ના નાદથી ગુંજી ઉઠશે. આજથી 4 વર્ષ પહેલાં ગજરાજ પર ભગવાનની શાહી સવારી નીકળતી હતી. પરંતુ કોરોના કાળથી આ પ્રથા બંધ કરાઈ દેવામાં આવી છે.

ત્રણ લાખ લાડુ પ્રસાદી બનાવવામાં આવી
આ ઉત્સવ દરમિયાન વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ  કરી દેવામાં આવી છે સાથે સાથે ટેમ્પલ કમિટી દ્વારા પણ આવનારા ભક્તોને દર્શન કરવામાં અગવડ ના પડે તે માટે દર્શનના સમયમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે દૂર દૂરથી પગપાળા આવતા ભક્તો દર્શનથી વંચિત ના રહે તે માટે ટેમ્પલ કમિટી દ્વારા પદયાત્રી માર્ગો પર LED લગાવી ભક્તોને દર્શન કરાવવામાં આવશે આવનારા ભક્તોની ભીડ જોઈ મંદિર પ્રશાસન તરફથી ત્રણ લાખ લાડુ પ્રસાદી બનાવવામાં આવી છે.

મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું
તો બીજી તરફ આવનારા ભક્તો પોતાના પરિવારથી વિખુટા પડી જાય તો તેમને પરિવાર સાથે ભેગા કરાવવા માટે અલગ-અલગ 64 જગ્યા ઉપર માઈક સિસ્ટમ લગાવવામાં આવી છે જેમાં પરિવારથી વિખુટા પડી ગયેલા વ્યક્તિની ભાડ પરિવાર સુધી પહોંચાડવામાં આવશે. આ સમગ્ર ઉત્સવને લઈ મંદિરને રોશનીથી શણગારવામાં પણ આવ્યું છે.

ભારે વિહિકલ માટે 21 તારીખથી 26 તારીખ સુધી બંધ
પ્રશાસન તરફથી અમદાવાદથી ડાકોરના રૂટને ભારે વિહિકલ માટે 21 તારીખથી 26 તારીખ સુધી બંધ કરવામાં આવ્યો છે સ્વાભાવિક રીતે અમદાવાદના ભક્તો વધુ સંખ્યામાં ફાગણી પૂનમ માં દર્શન કરવા આવતા હોય પગપાળા રૂટ ઉપર કોઈ અકસ્માત ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

પોલીસ કર્મીઓ ખડે પગે જોવા મળશે!
સમગ્ર પગપાળા રૂટ ઉપર અલગ અલગ સંસ્થાઓ દ્વારા પગપાળા આવતા યાત્રિકો માટે રહેવા જમવા સુવા જેવી અનેક સુવિધાઓ પણ ઉભી કરવામાં આવતી હોય છે. ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી લાગણી પૂનમના બંદોબસ્ત માટે પોલીસ કર્મીઓને બોલાવવામાં આવતા હોય છે અને અહીં આગળ તેમનો બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે. પાંચ દિવસના આ લોકમેળામાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે ત્યારે કોઈ અનિશ્ચિત બનાવ ના બને તે માટે એસ.પી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઇ સહિતના પોલીસ કર્મીઓ ખડે પગે જોવા મળતા હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news