ગુજરાત કોરોના News

Gujarat Corona Update: નવા 988 કોરોના દર્દી, 1209 સાજા થયા, 07 દર્દીઓનાં મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. જો કે રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. આજે 61 દિવસ જેટલા લાંબા સમય બાદ સતત બીજા દિવસે કોરોના પોઝિટિવનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. આજે રાજ્યમાં નવા 988 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1209 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,21,602 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
Dec 22,2020, 20:11 PM IST
Dy.CM નીતિન પટેલે કહ્યું કોરોના ફરી એકવાર કાબુમાં, 50 ટકાથી વધારે બેડ ખાલી
શહેરમાં આજે નગરપાલિકાના એક કાર્યક્રમમાં મહેસાણાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં કોરોનાના સંક્રમણને લઈને મોટું નિવેદન સામે આપ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ ખાસ જણાવ્યું હતું કે,  ગુજરાતમાં કોરોનાના કેસમાં હાલ મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. દિવાળીના તહેવારમાં લોકોએ જે બેદરકારી દાખવી હતી તે દિવાળીના તહેવાર બાદ કોરોનાની સ્થિતિમાં વધારો થયો હતો. ત્યાર બાદ સતત કોરોનાના કેસ વધ્યા હતા. સરકાર દ્વારા હોસ્પિટલમાં બેડ વધારવાની તજવીજ કરવી પડી હતી. હવે સ્થિતિ બદલાઈ છે. આજે સમગ્ર ગુજરાતમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે. હોસ્પિટલમાં બેડ ભલે વધાર્યા હોય પરંતુ હાલમાં સમગ્ર ગુજરાતમાં 50 % બેડ ખાલી પડ્યાં છે. કોરોનાની અસર ઘટી છે અને કેસ પણ ઘટી રહ્યા છે. બેડ પણ જેસેથેની સ્થિતિમાં હાલમાં મુકવામાં આવ્યા છે. હવે વધુ બેડની જરૂર નહીં સર્જાય.
Dec 12,2020, 20:09 PM IST
Gujarat Corona Update: રાજ્યમાં નવા 1204, 1338 સાજા થયા, 12 દર્દીઓનાં મોત
Dec 12,2020, 19:25 PM IST
Gujarat Corona Update: રાજ્યમાં નવા 1223, 1403 સાજા થયા, 13 દર્દીઓનાં મોત
Dec 11,2020, 19:38 PM IST

Trending news