GTU સહિત તમામ યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો: ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
કેન્દ્રના શિક્ષણ વિભાગના સચિવના આદેશ બાદ પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચૂડાસમાએ આ અંગે જણાવતા કહ્યું હતું કે, સરકારી યુનિવર્સિટીઓની અંતિમ વર્ષની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.
Trending Photos
હિતલ પારેખ, ગાંધીનગર: કેન્દ્રના શિક્ષણ વિભાગના સચિવના આદેશ બાદ પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચૂડાસમાએ આ અંગે જણાવતા કહ્યું હતું કે, સરકારી યુનિવર્સિટીઓની અંતિમ વર્ષની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. ભવિષ્યમાં નવી તારીખો જાહેર કરવામાં આવશે. GTU અને તમામ સરકારી યુનિવર્સિટીઓના અંતિમ વર્ષની પરીક્ષા હાલ મોકૂફ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. દેશમાં એક સૂત્રતા જળવાય રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:- વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, રાજ્યની એન્જિનિયરીંગ કોલેજોમાં આ નવા 7 કોર્સની મળી મંજૂરી
ગુજરાત સરકારની કેબિનેટની બેઠક બાદ રાજ્યમાં સરકારી યુનિવર્સીટીઓમાં અંતિમ વર્ષની પરીક્ષા લેવાના નિર્ણયની જાહેરાત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી. રાજ્યમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે આ નિર્ણય પર સ્પષ્ટતા કરતા તેમને કહ્યું હતું કે, સોશિયલ ડિસ્ટન્સ અને પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા લેવામાં આવશે અને ઓનલાઇન, ઓફલાઇન અને પછીથી પરીક્ષા આપવાના વિકલ્પ પણ આપવામાં આવશે. પરંતુ મોડી સાંજે શિક્ષણ મંત્રીએ નિર્ણય માં ફેરફાર અંગે જાહેરાત કરી હતી.
શિક્ષણ મંત્રીએ સાંજે 4 વાગે પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરી હતી કે કેન્દ્રના શિક્ષણ વિભાગના સચિવે તમામ રાજ્યોને સૂચના આપી છે કે હાલ પૂરતી પરીક્ષા મોકૂફ રાખવી અને તમામ પરીક્ષાઓ હાલ ન લેવી. દેશમાં એક સૂત્રતા જળવાય તે માટે કેન્દ્રએ આ નિર્ણય લીધો હોવાનો દાવો શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો.
શિક્ષણ મંત્રીએ ઉમેર્યું હતું કે, નવી પરીક્ષાઓની તારીખ પાછળથી જાહેર કરવામાં આવશે અને કેન્દ્ર જે ગાઈડ લાઈન જાહેર કરે તે પ્રમાણે પરીક્ષાનું આયોજન કરવમાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે