દારૂની પાર્ટી

સુરતની દારૂ પાર્ટીમાં પકડાયેલા નબીરાઓના વાલીઓએ કોર્ટ બહાર કર્યો હોબાળો

સુરત (surat)ના ડુમસ રોડ પર આવેલા આશીર્વાદ ફાર્મ હાઉસમાં લીપ યરની પાર્ટીમાં દારૂની મહેફિલ (liqour party) માણતા 52 લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતાં. પાર્ટીમાં દારૂ પૂરો પાડનાર બિપીન પટેલની પોલીસે ધરપકડ કરી હતી. બિપીન પાસે 4 યુનિટ દારૂની પરમિશન છે. આ દારૂ વેચ્યો હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારે 39 નબીરાઓને પોલીસે કોર્ટમાં રજૂ કરાયા હતાં. જેથી કોર્ટે તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. જોકે યુવકોના પરિવાર દ્વારા કોર્ટ પરિસરમાં ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. પાર્ટીનું આયોજન કરનાર ગગનના વકીલ દ્વારા તમામ આરોપીઓ સામે એકસરખી કાર્યવાહી કરવામાં આવે તેવી દલીલ કરવામાં આવી હતી. જેને કારણે પકડાયેલા નબીરાઓના વાલીઓમાં રોષ ફેલાયો હતો. વાલીઓનો ગુસ્સો પોલીસ ઉપર પણ દેખાયો હતો.

Mar 2, 2020, 06:09 PM IST

24 કલાકની અંદર કચ્છ પોલીસે સપાટો બોલાવ્યો, મદીરા સ્નાન કરનારા તમામ આરોપીઓને પકડ્યા

કચ્છના મુન્દ્રામાં લગ્ન પ્રસંગમાં મદીરા સ્નાનનો મામલો સમગ્ર વીડિયામાં ચર્ચા આવ્યો હતો. વીડિયો વાયરલ (Video viral) થયાના ૨૪ કલાકમાં પશ્ચિમ કચ્છ પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડયા છે. પશ્ચિમ કચ્છ પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરી છે. દારૂ મહારાષ્ટ્ર પૂણેથી સબંધીઓ દ્વારા લાવવામાં આવ્યો હતો તેવો પણ ખુલાસો પોલીસ પૂછપરછમાં થયો છે. પકડાયેલા તમામ આરોપીના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. આ પ્રકારના કૃત્યને જરાય ચલાવી લેવામાં નહિ આવે તેવું કચ્છ પોલીસે જણાવ્યું હતું. 

Mar 2, 2020, 12:29 PM IST
congress vs BJP on kutch liquor viral video PT56M57S

દારૂબંધીના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમનેસામને....

ગઈકાલે કચ્છના મુન્દ્રામાં પ્રસંગમાં દારૂ પીને છાટકા કરતા યુવકોનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું હતું. દારૂબંધી બાદ કોંગ્રેસ અને ભાજપે શું કહ્યું જાણીએ...

Mar 1, 2020, 03:35 PM IST
amit chavda's reaction on liqour ban in gujarat PT2M56S

દારૂબંધીના લીરેલીરા ઉડવા મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે....

રાજ્યબંધીમાં દારૂબંધીના લીરેલીરો ઉડવા મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે. અમિત ચાવડાએ કહ્યું કે, હપ્તા લેવાના કારણે રાજ્યમાં દારૂની આવક બંધ નથી થઈ રહી. સરકાર માત્ર મોટી મોટી વાતો જ કરે છે. પણ કોઈ પગલાં નથી લેતી. ઉલ્લેખનીય છે કે, અમિત ચાવડાનું નિવેદન ગઈકાલે કચ્છના મુન્દ્રામાંથી દારૂની પાર્ટીના વાયરલ થયેલા વીડિયો બાદ આવ્યો છે.

Mar 1, 2020, 03:20 PM IST
liquor sale in bharuch, video viral PT7M32S

ભરૂચ શહેરની વચ્ચોવચ ખુલ્લેઆમ વેચાતો વીડિયો થયો વાયરલ

ભરૂચમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા લીરેલીરા ઉડ્યા છે. શહેરની વચ્ચે ખુલ્લેઆમ વેચાતો દારૂનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો શહેરના ઈન્દિરાનગર વિસ્તારનો હોવાનું અનુમાન છે. 24 કલાકના ગાળામાં કચ્છ અને સુરતમાં પણ દારૂબંધીના લીરેલીરા ઉડાવતા વીડિયો સામે આવ્યા હતા. ગઈકાલે કચ્છમાં દારૂની રેલમછેલ ઉડતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. તો સુરતમાં 29 લીપ યર પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 52 નબીરાઓ ઝડપાયા હતા. એક બાદ એક થતા દારૂના વાયરલ વીડિયોએ પોલીસ વિભાગની કામગીરી પર અનેક સવાલ ઉઠાવ્યા છે.

Mar 1, 2020, 01:45 PM IST
if Alcohol is banned in gujarat, so why not ban of alcohol promoted songs  PT2M47S

દારૂ પર પ્રતિબંધ છે, તો દારૂને પ્રોત્સાહન આપતા ગીતો પર કેમ નહિ?

કચ્છના મુન્દ્રામાં રમાયેલા દારૂરાસનો વીડિયો વાયરલ થયો છે. દારૂ પર પ્રતિબંધ તો પછી દારૂને પ્રોત્સાહન આપતાં ગીતો પર રોક કેમ નહિ? કચ્છના મુન્દ્રામાં હિંદી ફિલ્મ તિંરગાના ગીતને ગુજરાતી ડીજેના તાલે ગવાયું તો રાકેશ બારોટનું એક ગીત દારૂ પીધો પણ ખૂબ ગવાઈ રહ્યું છે. લગ્ન પ્રસંગમાં દારૂ પીધો ગીત દાંડિયા રાસ હોય ત્યાં અને વરઘોડામાં ખૂબ ગવાય છે. દારૂબંધી માટે લાખ પ્રયાસો થાય છે, પરંતુ દારૂ પરનાં ડીજે ગીતો તેને પ્રોત્સાહન આપી રહ્યાં છે. અને એમાંય લગ્નમાં દારૂનાં ગીતો પર નાચવાનો ઘાતક ટ્રેન્ડ જે શરૂ થયો છે તે ખૂબ જ ચોંકાવનારો છે.

Mar 1, 2020, 12:20 PM IST
case file against 6 people in mundra liqour party viral video PT12M23S

દારૂ રાસ વીડિયો વાયરલ થયા બાદ મુન્દ્રા પોલીસ હરકતમાં આવી, 6 સામે ફરિયાદ નોંધાઈ

મુન્દ્રામાં દારૂ રાસનો વીડિયો આખા ગુજરાતમાં વાયરલ થયો છે. ત્યારે હવે આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. પશ્ચિમ કચ્છ પોલીસે નોંધી 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. પોલીસે દારૂ રાસ રમતા આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે.

Mar 1, 2020, 12:15 PM IST
liquor party songs famous in gujarat PT5M6S

જુઓ કયા કલાકારના ગીત પર મુન્દ્રાના યુવકોએ દારૂનો રાસ રચ્યો હતો....

ગઈકાલે મુન્દ્રામાં દારૂના રચાયેલા રાસનો વીડિયો આખા ગુજરાતે જોયો. દેશમાં ગુજરાતની દારૂબંધીના લીરેલીરાં ઉડી ગયા છે. ત્યારે વાત કરીએ એ ગીતની, જેના પર આ યુવકો દારૂ પીને છાટકા કરે છે અને દારૂરાસ રમી રહ્યાં છે. દારૂ પર પ્રતિબંધ તો ગુજરાતમાં છે, પરંતુ દારૂ પર બનેલા ગુજરાતી ગીતો તો આવા પ્રસંગોમાં બહુ જ ફેમસ છે. દારૂના ગીતો પર નાચવાનો ઘાતક ટ્રેન્ડ ગુજરાતમાં શરૂ થયો છે. ત્યારે આવા જ કેટલાક ગીતો પર કરીએ એક નજર. મુન્દ્રામાં વાયરલ વીડિયોમાં જુઓ કયા ગીત પર યુવકો દારૂ પીને છાટકા થયા છે.

Mar 1, 2020, 10:05 AM IST
52 people caught drunk in surat PT8M

લીપ યરના નામે દારૂની મહેફિલ માણતા 52 સુરતી નબીરા પકડાયા

સુરત એરપોર્ટ પાસે દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં 52 નબીરાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. લીપ યર હોવાને કારણે દારૂની મહેફિલથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આશીર્વાદ ફાર્મમાં ચાલતી મહેફિલમાં પોલીસે ભંગ પાડ્યો હતો. પકડાયેલા તમામ લોકોને ડુમસ પોલીસ મથકે લઈ જવાયા હતા. આ દારૂની પાર્ટીમાંથી 39 યુવકો અને 13 યુવતીઓ પકડાયા છે. આ તમામને મેડિકલ પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

Mar 1, 2020, 09:55 AM IST

વડોદરા : MSUના કેમ્પસમાં ભર બપોરે પીવાયો દારૂ, પાર્ટી કરતા 2 નબીરા અને એક યુવતી પકડાઈ

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી (MS University) અનેકવાર વિવાદોમાં આવતી રહે છે. ત્યારે હવે દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ ઝડપાતા હડકંપ મચી જવા પામ્યો છે. એમ એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના પાર્કિંગમાં ભર બપોરે એક વિદ્યાર્થીની અને બે વિદ્યાર્થીઓ દારૂની મેહફિલ માણતા ઝડપાયા છે. એક વિદ્યાર્થીનો જન્મદિવસ હોવાથી દારૂની પાર્ટી આયોજિત કરવામાં આવી હતી. આ પાર્ટીમાં એમ એસ યુનિવર્સિટીના વિજિલન્સના સભ્યોએ રેડ પાડીને તમામ વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા હતા.

Jan 9, 2020, 01:57 PM IST
9 Youths and 5 Girls Enjoying Liquor Party Were Caught In Gandhinagar PT3M36S

ગાંધીનગરમાં દારૂની મહેફીલ માણતાં 9 નબીરાઓ ઝડપાયા

ગાંધીનગરના દશેલા ગામ નજીક આવેલા માધવ ફાર્મમાં સોમવારની સમી સાંજે દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી. જેમાં 9 યુવક અને 5 યુવતીઓ સંગીતના તાલે ઝૂમી રહ્યા હતા. સાથે ચીચીયારીઓ પાડી રહ્યા હતા

Aug 20, 2019, 10:40 AM IST

બર્થ-ડે પાર્ટીના નામે દારૂની મહેફિલ માણતા 9 નબીરા સહિત 5 યુવતીઓ ઝડપાઇ

ગાંધીનગરના દશેલા ગામ નજીક આવેલા માધવ ફાર્મમાં સોમવારની સમી સાંજે દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી. જેમાં 9 યુવક અને 5 યુવતીઓ સંગીતના તાલે ઝૂમી રહ્યા હતા. સાથે ચીચીયારીઓ પાડી રહ્યા હતા

Aug 20, 2019, 08:23 AM IST

સુરતમાં દારૂની મહેફીલ બાદ અમદાવાદમાંથી ઝડપાયું હુક્કાબાર

અમદાવાદના ઓગણજ રોડ ઉપર આવેલ એક ફામ હાઉસની બાજુમાં ચાલતા હુક્કાબાર પર પોલીસે રેડ કરી સંચાલકોને ઝડપ્યા હતા. જોકે તેમની પાસેથી કેટલાક હુક્કાઓ અને ફ્લેવર મળી આવી હતી.

Dec 22, 2018, 04:29 PM IST
Surat 6 women and 8 men caught with 5 alcohol bottle PT2M27S

સુરતમાં બીજી દારૂની પાર્ટી પકડાઈ

સુરતમાં હજી ગઈકાલે જ દારૂની પાર્ટી કરતી માલેતુજાર પરિવારની 21 મહિલા પકડાઈ છે, ત્યાં 24 કલાકમાં ગાળામાં જ વધુ એક દારૂની મહેફિલ પકડાઈ છે. સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં દારૂની પાર્ટી કરી રહેલા 8 પુરુષો અને 6 મહિલાઓની પોલીસે ધરપકડ કરી છે.

Dec 22, 2018, 12:55 PM IST

24 કલાકની અંદર સુરતમાં બીજી દારૂની પાર્ટી પકડાઈ, સ્ત્રી-પુરુષો માણી રહ્યા હતા મહેફિલ

સુરતમાં હજી ગઈકાલે જ દારૂની પાર્ટી કરતી માલેતુજાર પરિવારની 21 મહિલા પકડાઈ છે, ત્યાં 24 કલાકમાં ગાળામાં જ વધુ એક દારૂની મહેફિલ પકડાઈ છે. સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં દારૂની પાર્ટી કરી રહેલા 8 પુરુષો અને 6 મહિલાઓની પોલીસે ધરપકડ કરી છે. 

Dec 22, 2018, 12:34 PM IST

સુરત : દારૂની પાર્ટીમાં જવા માટે મહિલાઓએ ઘરે જબરા બહાના કાઢ્યા હતા

 સુરતના પીપલોદની ઓઈસ્ટર હોટલમાં ચાલતી રેવ પાર્ટીમાં પોલીસે દરોડો પાડી 21થી વધુ મહિલાઓને પકડી હતી. જન્મદિવસની પાર્ટીના નામે આ હોટલમાં શરાબ અને શબાબની પાર્ટી ચાલતી હોવાની માહિતી પોલીસને મળી હતી. અજાણી વ્યક્તિએ કરેલા કૉલના આધારે સુરતની ઉમરા પોલીસે હોટલમાં દરોડા પાડ્યા હતા. 

Dec 22, 2018, 09:36 AM IST

સુરતમાં ન્યૂ યર પહેલા જ મહિલાઓએ માણી દારૂની મહેફીલ, પોલીસે કરી 21ની અટકાયત

એક હોટલમાં મહેફિલ માણતી 21 મહિલાઓની ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલાઓ હોટલમાં દરૂની મહેફિલ માણી રહી હતી તે દરમિયાન પોલીસે દરોડા પાડ્યા હતા.

Dec 21, 2018, 10:55 PM IST