મોરબીમાં કાંતિ અમૃતિયા નારાજ નથી અને પાર્ટીમાં કોઈ જુથવાદ નથી: નીતિન પટેલ

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ દિન નિમીતે રાજકોટ પોલીસ દ્વારા આયોજિત એકતા પરેડને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીલીઝંડી આપી હતી. પોલીસ દ્વારા એકતા દિવસ નિમીતે પોલીસ બેન્ડ સાથે પરેડ યોજવામાં આવી હતી. નીતિન પટેલે આજના દિવસને સામાજિક એકતા અને અખંડિતતાનો દિવસ ગણાવ્યો હતો.

Updated By: Oct 31, 2020, 01:18 PM IST
મોરબીમાં કાંતિ અમૃતિયા નારાજ નથી અને પાર્ટીમાં કોઈ જુથવાદ નથી: નીતિન પટેલ

રક્ષિત પંડ્યા/ રાજકોટ: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ દિન નિમીતે રાજકોટ પોલીસ દ્વારા આયોજિત એકતા પરેડને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીલીઝંડી આપી હતી. પોલીસ દ્વારા એકતા દિવસ નિમીતે પોલીસ બેન્ડ સાથે પરેડ યોજવામાં આવી હતી. નીતિન પટેલે આજના દિવસને સામાજિક એકતા અને અખંડિતતાનો દિવસ ગણાવ્યો હતો.

આ પણ વાંચો:- રાજકોટમાં ઘર-ઘરમાંથી ભૂતિયા નળ કનેક્શન શોધવાની પાલિકાની મહેનત રંગ લાવી

રાજકોટ એકતા દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત નીતિન પટેલ મોરબી ભાજપના જૂથવાદ પર નિવદેન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મોરબીમાં કાંતિ અમૃતિયા નારાજ નથી અને પાર્ટીમાં કોઈ જૂથવાદ નથી. મોરબી બેઠક પર ભાજપનો વિજય થશે તેવો દાવો કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube