નનકાના સાહિબથી ધ્યાન ભટકાવવા ઇમરાન ખાને ભારત વિરુદ્ધ ફેલાવ્યા ફેક ન્યૂઝ

ભારત વિરુદ્ધ દુષ્પ્રચારની મુહિમમાં પાકિસ્તાન ક્યાં પ્રકારે લાગેલું છે, તેનો અંદાજ આ વાતથી લગાવી શકાય છે કે ખુદ તેના વડાપ્રધાન પણ ફેક ન્યૂઝ ફેલાવી રહ્યાં છે. નનકાના સાહિબ ગુરુદ્વારા પર ભીડના હુમલાની ઘટનાથી ધ્યાન હટાવવા માટે ઇમરાન ખાને શુક્રવારે રાત્રે એક બાદ એક ઘણા વીડિઓ ટ્વીટ કરી 'ભારતમાં મુસ્લિમો પર પોલીસનો અત્યાચાર'નો ખોટો દાવો કર્યો છે. 

Updated By: Jan 3, 2020, 09:39 PM IST
નનકાના સાહિબથી ધ્યાન ભટકાવવા ઇમરાન ખાને ભારત વિરુદ્ધ ફેલાવ્યા ફેક ન્યૂઝ

નવી દિલ્હીઃ ભારત વિરુદ્ધ દુષ્પ્રચારની મુહિમમાં પાકિસ્તાન ક્યાં પ્રકારે લાગેલું છે, તેનો અંદાજ આ વાતથી લગાવી શકાય છે કે ખુદ તેના વડાપ્રધાન પણ ફેક ન્યૂઝ ફેલાવી રહ્યાં છે. નનકાના સાહિબ ગુરુદ્વારા પર ભીડના હુમલાની ઘટનાથી ધ્યાન હટાવવા માટે ઇમરાન ખાને શુક્રવારે રાત્રે એક બાદ એક ઘણા વીડિઓ ટ્વીટ કરી 'ભારતમાં મુસ્લિમો પર પોલીસનો અત્યાચાર'નો ખોટો દાવો કર્યો છે. બાંગ્લાદેશના આશરે 7 વર્ષ જૂના વીડિઓને ટ્વીટ કરીને ઇમરાને દાવો કર્યો કે, ભારતીય પોલીસ મુસ્લિમો પર અત્યાચાર કરી રહી છે. પરંતુ બાદમાં તેણે ટ્વીટ્સને ડિલીટ કરી દીધા હતા. 

નનકાના સાહિબ ગુરૂદ્વારા પર હુમલાથી ધ્યાન હટાવવા ઇમરાનનું ષડયંત્ર
શુક્રવારે પાકિસ્તાનમાં ટોળાએ ગુરૂદ્વારા નનકાના સાહિબ પર હુમલો કર્યો, શીખોને કાઢવા અને શહેરનું નામ બદલીને ગુલામ અલી મુસ્તફા કરવાની ધમકીઓ આપવામાં આવી હતી. બીજીતરફ ઇમરાન ખાને બાંગ્લાદેશનો વીડિઓ ભારતનો ગણાવીને ટ્વીટ કર્યાં હતા કે યૂપીમાં પોલીસ મુસ્લિમો પર અત્યાચાર કરી રહી છે. 

NBT

બાંગ્લાદેશનો વીડિઓ યૂપીનો ગણાવ્યો
જે સમયે નનકાના સાહિબમાં કટ્ટરપંથીઓના ટોળાએ શીખોને શહેરથી ભગાડવાનો પ્રયત્ન કર્યો, તે સમયે ઇમરાન ખાન ભારતમાં સીએએ કાયદાના વિરોધમાં પ્રદર્શનનો હવાલો આપતા ટ્વીટર પર ફેક ન્યૂઝ ફેલાવી રહ્યાં હતા. તેવામાં એક ટ્વીટમાં ઇમરાન ખાને બાંગ્લાદેશના વીડિઓને શેર કરતા દાવો કર્યો કે ભારતીય પોલીસ યૂપીમાં મુસ્લિમો પર અત્યાચાર કરી રહી છે. 

પાકિસ્તાનમાં ટોળાએ નનકાના સાહિબ ગુરૂદ્વારા પર કર્યો પથ્થરમારો, શીખોને ભગાડવાની આપી ધમકી   

યૂપી પોલીસે કહ્યું- વીડિઓ યૂપીનો નહીં, બાંગ્લાદેશનો
યૂપી પોલીસે પણ ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યું કે, આ વીડિઓ યૂપીનો નથી. યૂપી પોલીસે ટ્વીટ કર્યું, 'આ યૂપીથી નથી પરંતુ મે 2013માં બાંગ્લાદેશના ઢાકાની ઘટના છે. યૂપી પોલીસે આ સાથે એક ફેક્ટ ચેકની પણ લિંક આપી છે જે દર્શાવે છે કે વીડિઓ બાંગ્લાદેશનો છે. આ સિવાય વીડિઓમાં પણ જે અવાજ આવી રહ્યો છે તે બાંગ્લા ભાષામાં છે.'